હર હર શંભુ ગીત ગાનારી ફરમાની નાઝના ભાઇની હત્યા,છેલ્લા શ્વાસ સુધી ચાકુના ઘા મરાયા

હર હર શંભુ ગીત ગાઈને ફેમસ બનેલી ફરમાની નાઝના ભાઇની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે.પશ્ચિમ UPની પ્રખ્યાત ગાયિકા ફરમાની નાઝના પિતરાઈ ભાઈની અજાણ્યા બદમાશોએ છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાંખી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો પાસેથી પિતરાઇ ભાઇ તેના જીવનની ભીખ માંગી રહ્યો હતો પરંતુ હત્યારાઓએ કોઇ દયા બતાવી નહોતી અને છેલ્લાં શ્વાસ સુધી ગળા અને શરીરના ભાગ પર ચાકુના ઘા ઝીંક્યા હતા.
ગાયિકા ફરમાની નાઝના પિતરાઈ ભાઈ જેની ઉંમર 17 વર્ષની હતી તે ખુર્શીદ મોહમ્મદની શનિવારે રાત્રે મુઝફ્ફરનગર જિલ્લાના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોહમ્મદપુર માફી ગામમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ફરાર થઇ ગયા છે. દેહાતના SP અતુલ શ્રીવાસ્તવ ઘટનાસ્થળે પહોંચ્યા અને પૂછપરછ કરી હતી.
ખુર્શીદ મોહમમ્મદ શનિવારે સાંજે નમાઝ અદા કર્યા પછી ચાલતો આંટો મારવા નિકળ્યો હતો. તેના ગામથી લગભ 1500 મીટર દુર તેની ચિસો સંભળાઇ હતી. ગામના લોકોએ ત્યાં જઇને જોયું તો ખુર્શીદ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો હતો અને તેના શરીર પર અસંખ્યા ચાકુના હુમલાના નિશાન હતા.
ખુર્શીદના પરિવારજનો ને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનોએ કહ્યું હતું કે, ખુર્શીદની કોઇની સાથે દુશ્મની નહોતી.પોલીસે કહ્યુ કે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે, હજુ સુધી હત્યારાઓ વિશે કોઇ જાણકારી મળી શકી નથી.
ગામના લોકોએ કહ્યુ કે ખુર્શીદના પિતા વલી મોહમ્મદ મજૂરી કરીને જીવન ગુજારે છે અને ખુર્શીદ પણ તેમને મદદ કરતો હતો.વલી મોહમ્મદના 5 દીકરામાં ખુર્શીદનો ત્રીજો નંબર હતો.
ખુર્શીદ પર હુમલો થયો ત્યારે તેણે પોતાનો જીવ બચાવવા ઘણી કોશિશ કરી હતી. તેણે લોહીલુહાણ હાલતમાં તેના ભાઇ શાહરૂખને ફોન કર્યો હતો, પરંતુ શાહરૂખે ફોન રિસીવ કર્યો નહોતો. શાહરૂખ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે હત્યારાઓ ફરાર થઇ ચૂક્યા હતા.
ઉત્તર પ્રદેશની ફરમાની નાઝ હર હર શંભુ ગીત થી સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ હતી અને તેના સોશિયસ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. ફરમાની ફેમસ થવાની સાથે સાથે અનેક વિવાદોમાં પણ સપડાઇ હતી.
મુસ્લિમ હોવા છતા ફરમાનીએ હિંદુ ધર્મનું ગીત ગાવાને કારણે તેણે લોકોના ગુસ્સાનો ભોગ પણ બનવું પડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp