કરિયાવર પરંપરાથી ઘણો દૂર છે આ સમાજ, વરપક્ષ આપે કન્યાને શગુન

PC: khabarchhe.com

કરિયાવર લેવો લોકો પોતાનું સ્ટેટ્સ માને છે. કરિયાવર વગરના લગ્નને લોકો પોતાના ગૌરવના વિરુદ્ધ માને છે. દરરોજ કોઈ ને કોઈ દીકરી કરિયાવરની સમસ્યાને લઈને મોતને ભેટે છે. જ્યાં એક તરફ બિહારના મુખ્યમંત્રી કરિયાવર પ્રથાને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે સમાજ સુધાર યાત્રાને બહાને સમાજને જાગૃત કરી રહ્યા છે. એવામાં સદીઓથી કહલગાવ ગામના આદિવાસી લોકો કરિયાવર વગર લગ્ન કરીને લોકોને અરીસો બતાવી રહ્યા છે. તેઓ સદીઓથી લોકોમાં મિશાલ કાયમ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં આજે પણ કરિયાવર વગર લગ્ન થઇ રહ્યા છે અને આ સમાજમાં વરપક્ષ જ કન્યાપક્ષને શગુન આપે છે. સદીઓથી તિલક કરિયાવર વગર લગ્ન કરવાની પરંપરા આજે પણ આદિવાસી સમાજમાં ચાલે છે અને અન્ય વર્ગો માટે પણ આ સમાજ પ્રેરણારુપ છે.

આજે પણ આદિવાસી સમાજમાં કરિયાવર વગર લગ્નની વિધિ પૂરી કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં અમીર પરિવારમાં તિલક કરિયાવર વગર લગ્ન થાય છે. જ્યારે વરપક્ષ કન્યાને લેવા જાનૈયાના રુપમાં તેના ગામમાં જાય છે ત્યારે વરપક્ષ જાનૈયાઓ માટે પોતાના ખર્ચે જ ખાવા પીવાની વ્યવસ્થા કરે છે, જેથી કન્યાપક્ષને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. વરપક્ષ લગ્ન સમયે જ્યારે કન્યાપક્ષના દરવાજે વરઘોડો લઇ પહોંચે, લગ્નની વિધિ શરૂ થઇ જાય, ત્યારે વરપક્ષ તરફથી ત્રણ સાડી અને પાંચ રુપિયા ભેટ સ્વરુપે કન્યાપક્ષને આપવામાં આવે છે. આ ભેટ એટલા માટે આપવામાં આવે છે કારણ કે વરપક્ષ કન્યાપક્ષનો આભાર વ્યક્ત કરે છે કે તેઓએ તેમના જીવથી પણ પ્રિય દીકરી હંમેશાં માટે તેમને દાનમાં આપી દીધી છે.

જાનૈયાઓ ઝાડની નીચે અથવા તો સાધારણ સામિયાણાના નીચે વાસો કરે છે. આખી રાત જાનૈયાઓ અહીં રહે છે. તેઓ છોકરીવાળાના દરવાજે પણ જતા નથી. સવારે કોઈ દ્વારા છોકરીવાળાને જાણ કરવામાં આવે છે કે જાનૈયાઓ આવી રહ્યા છે. ત્યારબાદ કન્યાપક્ષ લગ્ન માટે લોટામાં પાણી ભરી જાનૈયાઓ પાસે આવે છે. ત્યારે સમાજના રીતિ-રીવાજો મુજબ આગળની વિધિ પૂરી કરવામાં આવે છે. કહેવાય છે કે વાંસથી બનાવેલી ડોલીમાં કન્યાને ઉઠાવીને લાવવાની પરંપરા હોય છે. ડોલીમાં છોકરીને સિંદૂર લગાવવામાં આવે છે.

વરપક્ષના લોકો કન્યાપક્ષ પાસે ક્યારેય પણ કરિયાવરની માંગ કરતા નથી. માત્ર લગ્નના દિવસે કન્યાપક્ષના લોકો ગામમાં ખાવા-પીવા માટે આમંત્રણ આપે છે. તે સમયે ગામના લોકો સંદેશાના રુપમાં દાળ, ભાત, શાકભાજી, કઠોળ આપે છે, જેથી કન્યાપક્ષને ખવડાવવામાં કોઈ તકલીફ ના થાય. આ પરંપરા બીજા લગ્નોમાં પણ અપનાવવામાં આવે છે, જેથી દીકરીના લગ્ન કરવાથી પિતાને રાહત મળી શકે. તેનાથી પરસ્પર ભાઈચારો અને પ્રેમ પણ જળવાઈ રહે છે. અહીંયા કરિયાવરની વાતને લઈને ક્યારે પણ છૂટાછેડા થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp