તું દલિત છે લગ્ન માટે ફાર્મહાઉસ નહીં આપું કહી કેન્સલ કરી દીધું બૂકિંગ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે, લગ્ન માટે મંડપ બુક કરાવ્યા બાદ વેન્ડરને જેવી જ ખબર પડી કે બૂકિંગ કરાવનાર વાલ્મીકિ (દલિત) સમાજનો છે, તો તેણે બૂકિંગ કેન્સલ કરી દીધી. મેરઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારી જયદીપે પોતાની બહેન પિંકીના લગ્ન માટે એક મંડપ બુક કરાવ્યો હતો. આ મંડપની બૂકિંગ હાપુડ રોડ પર ગોલ્ડન ફાર્મ હાઉસમાં થયું હતું. તેના માટે જયદીપે 10 હજાર રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા. જયદીપની બહેનના લગ્ન 9 એપ્રિલના રોજ થવાના છે.

આરોપ છે કે બુધવારે સાંજે જયદીપ પાસે ગોલ્ડન ફાર્મ હાઉસના મેનેજર રઈસનો ફોન આવ્યો. મેનેજરે કથિત રીતે વાલ્મીકિ (દલિત) હોવાના કારણે જયદીપની બૂકિંગ કેન્સલ કરી દીધું. તેને મેનેજર તરફથી કહેવામાં આવ્યું કે, બીજી જગ્યાની વ્યવસ્થા કરી લો. બૂકિંગ કેન્સલ થવાની વાત સાંભળીને જયદીપના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું કહેવું છે કે 2 દિવસની અંદર તે બીજા મંડપની વ્યવસ્થા કેવી રીતે કરશે. ત્યારબાદ જયદીપે આ મુદ્દાને પોતાના સમાજના લોકો વચ્ચે રાખ્યો.

લોકો ગુરુવારે જયદીપ સાથે એકજૂથ થઈને SSP ઓફિસ પહોંચ્યા અને ફાર્મહાઉસ પર કાર્યવાહીની માગ કરી. જયદીપ સાથે ગયેલા લોકોએ એ જ મંડપમાં પિંકીના લગ્ન કરાવવાની માગ પણ કરી. આ બાબતે SSPએ ફરિયાદ કરવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર કેસી મનોઠિયાએ જણાવ્યું કે, વાલ્મીકિ (દલિત) હોવાના કારણે બૂકિંગ રદ્દ કરી દેવામાં આવી છે. આજે પણ જાતિવાદ ફેલાયેલો છે. આ પ્રકારની વસ્તુ સહન કરવામાં નહીં આવે.

ભાજપના કાઉન્સેલરના જણાવ્યા મુજબ, લગ્ન મંડપના મેનેજરનું કહેવું છે કે, જો તેને પહેલા ખબર હોતી કે વાલ્મીકિ છે તો તે બૂકિંગ જ ન કરતો. લગ્ન એ જ મંડપના થશે. પછી તેના માટે કંઈ પણ કરવું પડે. તો પોલીસે ફાર્મ હાઉસ વિરુદ્ધ કેસ નોંધવાનું આશ્વાસન આપ્યું છે.

તો બીજી તરફ રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લાના બડીસાદડી પેટાવિભાગથી પોલીસ દ્વારા દલિત પર અત્યાચાર કરવા અને ગેરકાયદેસર વસૂલીની ઘટના સામે આવી છે. બડીસાદડી પોલીસ સ્ટેશન દ્વારા એક દલિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં આખી રાત બંધ રાખતા પહેલા તેની સાથે મારામારી કરવામાં આવી, પછી તેને છોડવામાં નામ પર તેની અને તેની માતા પાસેથી 50,000 સાથે ચાંદીની ચેન લઈ લેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp