- National
- ટામેટા ચોરી થતા ખેડૂતે ઉઠાવ્યું એવું પગલું કે ચોરો વચ્ચે મચ્યો હાહાકાર
ટામેટા ચોરી થતા ખેડૂતે ઉઠાવ્યું એવું પગલું કે ચોરો વચ્ચે મચ્યો હાહાકાર
ટમેટાનું નામ લેતા જ દરેક વ્યક્તિના મોઢેથી એક જ વાત નીકળે છે કે ભાઈ એ તો ખૂબ મોંઘા થઈ ગયા છે. ટામેટાંની કિંમત એટલી બધી વધી ચૂકી છે કે સામાન્ય વ્યક્તિ તેને ખરીદવા પહેલા સો વખત વિચારે છે કેમ કે જેટલા રૂપિયામાં એક કિલો ટામેટાં આવી રહ્યા છે એટલી કિંમતમાં આખા ઘરની શાકભાજી આવી શકે છે. ટામેટાંની વધેલી કિંમતો વચ્ચે મહારાષ્ટ્રના સંભાજીનગરથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂત પોતાના ખેતરમાં ટામેટાં ઉગાડે છે અને તેણે પોતાના ખેતરમાં ટામેટાંની ચોરી થતા બચાવવા માટે CCTV કેમારા લગાવ્યા છે.

એવામાં જો કોઈ પણ તેના ખેતરથી ટામેટાંની ચોરી કરવાનો પ્રયાસ કરે છે તો તે કેમેરામાં કેદ થઈ જાય છે. એ સિવાય કેમેરામાં સાયરનની સુવિધા પણ છે, જો કોઈ ખેતરમાં ઘૂસે છે તો તે વાગવા લાગે છે. આ ખેડૂતનું નામ શરદ રાવટે છે અને તેણે પોતાના દોઢ એકર ખેતરમાં 70 થી 80 હજાર રૂપિયા ખર્ચ કરીને ટામેટાં તૈયાર કર્યા છે. બજારમાં ટામેટાંની મોંઘી કિંમતના કારણે રાતના અંધારામાં લોકો આ ખેડૂતના ખેતરમાંથી કાચા ટામેટાં ચોરી કરીને લઈ જતા હતા. સતત 10 દિવસથી ટામેટાંની ચોરી થઈ રહી હતી.
महाराष्ट्र #SambhajiNagar के #Gangapur के किसान शरद रावटे ने अपने डेढ़ एकड़ खेत मे 80 हज़ार रुपये खर्च कर तैयार की थी टमाटर की खेती..महंगे टमाटर को चोरी से बचने के लिए किसान ने खेत मे लगाया hitech CCTV कैमरा..बीते 10 दिन से चोरी हो रहे थे कच्चे टमाटर@indiatvnews pic.twitter.com/hjU4mcbHyB
— Atul singh (@atuljmd123) August 5, 2023
તેનાથી પરેશાન થઈને ખેડૂતે ખેતરમાં 20 હજાર ખર્ચ કર્યા અને એક આધુનિક CCTV કેમેરો લગાવ્યો. આ કેમેરો આખા દોઢ એકરમાં ટામેટાના ખેતર પર નજર રાખે છે. આ CCTV કેમેરો ખેડૂતના મોબાઈલ સાથે જોડાયેલો છે, જેથી તે દરેક સમયે પોતાના ખેતર પર નજર રાખી શકે છે. ખેતરમાં કોઈના પણ ઘૂસવા પર આ CCTV કેમેરામાં સાયરન વાગવાની સુવિધા છે. ખેડૂત શરદ રાવટે કહે છે કે, તેના ખેતરથી ટામેટાં ચોરી થઈ રહ્યા હતા એટલે તેણે CCTV કેમેરા લગાવ્યો છે.

મારી પાસે અઢી એકર ખેતી છે. જેમાં દોઢ એકરની જમીન પર ટામેટાંનો પાક કર્યો છે જે આગામી 10-15 દિવસમાં તૈયાર થઈ જશે, પરંતુ એ અગાઉ ખેતરમાંથી કાચા ટામેટાં ચોરી થવા લાગ્યા હતા. જેવું જ તેના પર ધ્યાન ગયું અમે CCTV કેમેરા લગાવવાનું વિચાર્યું. અમે એક કેમેરો લગાવ્યો જે આખા પાક પર નજર રાખશે. અમે તેને મોબાઈલ ફોનથી ઓપરેટ કરી રહ્યા છીએ.

