ખેડૂતે તૈયાર કરી વર્ષે 3 વાર લાગતી કેરીની ખાસ વેરાયટી, પાક.લોકોને આપવાની ના પાડી

PC: news18.com

ફળોના રાજા કહેવાતી કેરીનું ઉત્પાદન વર્ષમાં એક વખત થાય છે, પરંતુ કોટાના એક ખેડૂતે કેરીની અલગ-અલગ વેરાયટી પર પ્રયોગ કરીને એક એવી વેરાયટી તૈયાર કરી છે, જેમાં 12 મહિના ફળ આવે છે. આ છોડને કુંડમાં પણ ઉગાડી શકાય છે. ખેડૂત શ્રીકિશન સુમનનો દાવો છે કે તે દુનિયાની એકમાત્ર વેરાયટી છે, જેમાં આખા વર્ષમાં 3 વખત ફળ આવે છે. આ કેરીના છોડ અને ઝાડ પર ફ્લાવરિંગ અને ફૂડિંગ ચાલતી રહે છે. એટલે આ વેરાયટીનું નામ ‘સદાબહાર કેરી’ રાખવામાં આવ્યું છે. કોટાના સદાબહાર કેરીની દેશ, રાજ્ય જ નહીં વિદેશોમાં પણ ખૂબ માગ છે.

કોટાથી 10 કિલોમીટર દૂર ગિરધરપુરા ગામના ખેડૂત શ્રીકિશન સુમને આ વેરાયટીને તૈયાર કરી છે. વર્ષ 1993માં પોતાના 1 વીઘા જમીનમાં ખેતી કરવા લાગ્યા. પહેલા ધાનની ખેતી કરી. પછી શાકભાજીઓ ઉગાડી, ત્યારબાદ ફૂલોની ખેતી કરી, પરંતુ પ્રાકૃતિક પ્રકોપ અને સીઝન સિવાય ભાવ ન મળવાના કારણે ઘણી વખત નુકસાન ઉઠાવવું પડ્યું. કમાણી પણ ઓછી થઈ રહી હતી. રોજની કમાણીને ધ્યાનમાં રાખતા ખેડૂતે કંઈક નવું કરવાનું વિચાર્યું. તે વર્ષ 1997-98થી પોતાના મિશન પર લાગી ગયો.

ખેડૂતે એક વીઘામાં અલગ-અલગ પ્રકારના કેરીના છોડમાં ગ્રાઈન્ડિંગ કરવાની શરૂઆત કરી. આ દરમિયાન એક છોડમાં 7 રંગના ફૂલ આવ્યા. તે 8 વર્ષ સુધી સતત પ્રયોગ કરતો રહ્યો. વર્ષ 2005માં તેને સફળતા મળી. કેરીની આ નવી વેરાયટીનો છોડ તૈયાર કર્યો. તેને લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે ઉદયપુર અને લખનૌ મોકલ્યા. વર્ષ 2010માં લખનૌ રિસર્ચ સેન્ટરના કૃષિ વૈજ્ઞાનિક કોટા પહોંચ્યા અને વેરાયટી જોઈ. સામાન્ય કેરીના છોડ પર એક વર્ષમાં એક વખત કેરી આવે છે, પરંતુ ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવેલી વેરાયટીમાં વર્ષમાં 3 વખત ફળ આવે છે એટલે તેનું નામકરણ ‘સદહબાર કેરી’ રાખવામાં આવ્યું.

નામકરણ બાદ પહેલા 5 વર્ષમાં ખેડૂતે 300 છોડ તૈયાર કર્યા. તેમાં આવતી કેરી સંબંધીઓને ખવાડી. આ દરમિયાન MIFના સંપર્કમાં આવ્યો અને અમદાવાદની લેબે સેમ્પલ ટેસ્ટ કરાવ્યું. આ કેરીની ખાસ વાત એ છે કે તેનો ગોટલો ખૂબ પાતળો હોય છે. બહારથી પીળો અને અંદરથી કેસરીયો હોય છે. તેમાં રેસા ન હોવાથી કાપીને ખાઈ શકાય છે. એક કેરીનું વજન 200-364 ગ્રામ હોય છે. તેની મીઠાસ TSS 16 છે. સહબહાર કેરીની વેરાયટી પર હવામાનની અસર પડતી નથી. સીઝનમાં સદાબહાર કેરીનો ભાવ 300 રૂપિયા કિલો સુધી પહોંચી જાય છે. અન્ય ખેડૂતોની તુલનામાં સદાબહાર કેરીનો ભાવ 20-25 રૂપિયા કિલો વધારે રહે છે.

ખેડૂતે પોતાના ખેતરમાં આ કેરીની નર્સરી બનાવી રાખી છે. જ્યાં તે છોડ તૈયાર કરે છે. તે પોલિથિનમાં છોડ ઉગાડે છે. પછી તેની ફ્લાવરિંગ કરે છે એટલે કે છોડમાં આવતા ફૂલોને હટાવી દે છે જેથી છોડનો ગ્રોથ સારો હોય. સામાન્ય છોડ બીજા વર્ષે ફ્લાવરિંગ સાથે ફળ આપવાની શરૂઆત કરી દે છે. 5 વર્ષ બાદ જ છોડ વર્ષમાં 50 કિલો કેરી આપે છે. 8-10 વર્ષ થવા પર ઉત્પાદન 100-150 કિલો સુધી પહોંચી જાય છે. ખેડૂતે છોડ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, બંગાળ, વિદેશમાં  અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, થાઈલેન્ડ અને આફ્રિકા સુધી મોકલી ચૂક્યો છે. વર્ષ 2018માં પાકિસ્તાની પણ આ કેરીની વેરિયટીના છોડ લેવા આવ્યા હતા, પરંતુ ખેડૂતે એમ કહીને ના પડી દીધી હતી કે પહેલા સંબંધોમાં મીઠાંસ લાવો, પછી કેરી ખાવા મળશે.

વર્ષ 2017માં રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીકિશન સુમને એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ સદાબહાર કેરીને જોઈને પ્રભાવિત થયા હતા, ત્યારબાદ શ્રીકિશને તૈયાર કરેલી વેરાયટીના 4 છોડ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં લગાવવામાં આવ્યા હતા. ખેડૂતે વર્ષ 2016 બાદ 3 વીઘા જમીન ખરીદી. તેમ મધર પ્લાન્ટ લગાવ્યા. ત્યાં સદાબહાર કેરીના છોડ તૈયાર કર્યા. તેનાથી થનારી કમાણીથી બાળકોના લગ્ન કર્યા, મકાન બનાવ્યું. તે છેલ્લા 3 વર્ષથી ઇનકમ ટેક્સ પણ ભરી રહ્યો છે. દેશના રાષ્ટ્રપતિથી લઈને જિલ્લા કલેક્ટર પણ તેનું સન્માન કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp