બેડરૂમમાં લટકેલી મળી ફેશન ડિઝાઇનરની લાશ, એક દિવસ અગાઉ ઈન્સ્ટા પર...

PC: oneindia.com

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના સિવિલ લાઇન વિસ્તારમાં એક ફેશન ડિઝાઇનર અને મોડલ મુસ્કાન નારંગનું શબ બેડરૂમમાં ફાંસીના ફંદા સાથે લટકેલું મળ્યું. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને શબને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું. એક દિવસ અગાઉ મુસ્કાન નારંગે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં રામ ગંગા વિહાર કોલોનીમાં રહેતી 25 વર્ષીય મુસ્કાન નારંગે દેહરાદૂનથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો.

ત્યારબાદ તે મુંબઇમાં ફેશન ડિઝાઇનિંગની જોબ કરી રહી હતી. મુસ્કાન હોળી પર પોતાના ઘરે ગઈ હતી, ત્યારથી ત્યાં જ રહેતી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, ગુરુવારે મુસ્કાને બધા સાથે બેસીને ભોજન કર્યું અને ત્યારબાદ બેડરૂમમાં સૂવા જતી રહી. જ્યારે શુક્રવારે તેણે દરવાજો ન ખોલ્યો તો પરિવારજનોએ રૂમમાં જોયું તો તેમના હોશ ઊડી ગયા. એ સમયે મુસ્કાન ફંદા પર લટકેલી હતી. આ બાબતે પોલીસને જાણકારી આપવામાં આવી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મુસ્કાનના શબને ઉતાર્યું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું.

પોલીસન ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. ફેશન ડિઝાઇનર અને મોડલ મુસ્કાન નારંગે મોતના એક દિવસ અગાઉ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. મુસ્કાન નારંગે વીડિયોની શરૂઆત એવી રીતે કરી જેમ કે તેનો આ છેલ્લો વીડિયો હોય. વીડિયો શરૂઆતમાં મુસ્કાને કહ્યું કે, તો આજે આ મારો છેલ્લો વીડિયો હશે કદાચ. ત્યારબાદ તમે મને ન જોઇ શકો. લોકો બોલે છે લાઇફમાં પોતાની સમસ્યા શેર કરો. શેર કર્યા બાદ બધુ સારું થઈ જાય છે, પરંતુ એવું કશું જ ન થયું.

મુસ્કાને વીડિયોમાં આગળ કહ્યું કે, મેં ખૂબ પ્રયાસ કર્યો. બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો બહેનોને, માતા-પિતાને, મિત્રોને, પરંતુ બધા મને ઊંધું સમજે છે. આ જે હું આજે કરી રહી છું. બધુ પોતાની મરજીથી કરી રહી છે. કોઈ ઇનવોલવમેન્ટ નથી કોઈ બીજાનું. તો પ્લીઝ કોઈ બીજાને બ્લેમ ન કરે મારા ગયા બાદ. લોકો બોલે છે કે તારામાં સેલ્ફ કોન્ફિડેન્સ નથી. એટલું બોલ્યા બાદ મુસ્કાને આખી વાત ફેરવી દીધો અને મજાકિયા અંદાજમાં વીડિયો પૂરો કરી દીધો.

મુસ્કાનના પરિવારમાં 3 બહેનો, એક ભાઈ અને માતા-પિતા છે. તેમાં મુસ્કાન સૌથી મોટી હતી. તેના પિતા ડિસ્પોઝિબલ ક્રોકરીના વેપારી છે. મુસ્કાનના મોત બાદ પરિવાર આઘાતમાં છે. કઈ પણ બોલવાની સ્થિતિમાં નથી. અખિલેશ ભદૌરિયા SP સિટીએ કહ્યું કે, સિવિલ લાઇન ક્ષેત્રમાં એક યુવતીએ આત્મહતી કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી, પરિવારજનોએ પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું કે, મુંબઇમાં કામ કરતી હતી. તે ત્યાંથી પાછી આવી ગઈ હતી. કોઈક કારણોથી પરેશાન હતી, પરંતુ એ બાબતે કોઈ વાત ન કહી.

SPએ કહ્યું કે, હાલમાં ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્ય સામે આવશે. તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પરિવારજનોનું કહેવું છે કે પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી છે. ઇન્સ્ટાગ્રામ પર એક દિવસ અગાઉ શેર કરેલા મુસ્કાનના વીડિયોને લઈને પોલીસનું કહેવું છે કે કોઈક પ્રકારે માનસિક રૂપે પરેશાન હશે, ત્યારબાદ તેણે વીડિયો બનાવ્યો. મુસ્કાનના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp