શ્વાસ લેવામાં પરેશાની થતી જોઇ જીવ બચાવવા માટે પિતાએ મોઢાથી આપી ઑક્સિજન

PC: aajtak.in

તેમાં કોઈ શંકા નથી કે પિતા અને પુત્ર વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હોય છે. કહેવાય છે કે પિતાનો સૌથી નજીકનો મિત્ર તેનો દીકરો જ હોય છે. જો કે, આજકાલ વ્યસ્ત જિંદગીના કારણે પિતા અને પુત્ર એક-બીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી, પરંતુ આરાથી એક એવી તસવીર સામે આવી છે જે પિતા અને પુત્રના સંબંધ વધુ મજબૂત કરતી નજરે પડે છે. બિહારની આરા સદર હૉસ્પિટલથી પિતા અને પુત્રના અણમોલ સંબંધની કહાની સામે આવી છે.

અહીં દીકરાની તબિયત બગડ્યા બાદ તેને શ્વાસ લેવાની પરેશાની થવા લાગી હતી. ત્યારબાદ પિતાએ એક વાર નહીં, ઘણી વાર પોતાના મોઢાથી દીકરાને શ્વાસ આપ્યા. તે પોતાના દીકરાને ત્યાં સુધી શ્વાસ આપતો રહ્યો, જ્યાં સુધી સારો ન થઈ ગયો. હૉસ્પિટલમાં ઉપસ્થિત લોકો એ જોઈને હેરાન રહી ગયા. હૉસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં આ આખી ઘટના બની. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે આરા શહેરના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભલુહીપુર મોહલ્લાના રહેવાસી સંતોષ કુમારનો 18 વર્ષીય પુત્ર કૃષ્ણ કુમારની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને તેને શ્વાસ લેવાની પરેશાની થવા લાગી.

ડૉક્ટરોએ તેની હાલત જોતા ઓક્સિન લગાવી દીધી હતી. છતા કૃષ્ણ ઓક્સિજનથી શ્વાસ લઈ શકતો નહોતો. તે વારંવાર ઑક્સિજન કાઢી દેતો હતો, ત્યારબાદ તેના પિતાએ પોતાના મોંઢાથી પોતાના દીકરાને શ્વાસ આપવાના શરૂ કરી દીધા. થોડા સમય બાદ તે સારો થઈ ગયો. આ આખી ઘટનાને જોઇને ઓટીમાં ઉપસ્થિત લોકોની આંખો ભીની થઇ ગઇ. સંતોષ કુમારે જણાવ્યું કે તેનો દીકરો કુષ્ણ કુમાર ઘર પાસે મંદિરમાં પ્રસાદ ખાઈને ઘરે આવ્યો હતો. ત્યારબાદ અચાનક તેની તબિયત બગડી ગઈ.

તે કહેવા લાગ્યો કે મારાથી શ્વાસ લેવાતા નથી, ત્યારબાદ મેં પોતાના મોંઢાથી શ્વાસ આપ્યા અને ભલુહીપુરથી શ્વાસ આપતા આપતા હૉસ્પિટલ સુધી લાવ્યો.  થોડા સમય બાદ તે સારો થઈ ગયો. કૃષ્ણ કુમાર પોતાના મોહલ્લામાં જ એક ખાનગી શાળામાં 9મા ધોરણમાં ભણે છે. કૃષ્ણ કુમારના પિતા સંતોષ કુમારની શહેરમાં એક દુકાન છે અને તેનાથી જ આખા પરિવારનું ગુજરાન ચાલે છે. બીજી તરફ સદર હૉસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડૉક્ટરે યુવકની તબિયત બગડવાનું કારણ ફૂડ પોઈઝનિંગ ગણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp