અંજુ પાકિસ્તાન ગઈ ત્યારથી પિતા મુશ્કેલીમાં, ગામ લોકોએ કહ્યું, નવી જગ્યા શોધી લો

ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજુ કેસ હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. જ્યાં એક તરફ પાકિસ્તાનથી સોશિયલ મીડિયા પર તેના સતત નવા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં તે ખુશ દેખાઈ રહી છે. તો બીજી તરફ ભારતમાં અંજુના પિતાને તેના જ ગામના લોકો દ્વારા રહેવા માટે નવી જગ્યા શોધી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ગામલોકો અંજુના પરિવારને ગામમાંથી કાઢી મૂકવા માંગે છે.

પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન ગયેલી અંજુના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અંજુના પિતા અને પરિવારને હવે ગામની બહાર નીકાળવાની યોજના ઘડાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, અંજુના કારણે ગામની બદનામી થઈ રહી છે, જેના કારણે તેઓ ગયા પ્રસાદ થોમસને નવી જગ્યાએ ઘર શોધી લેવાનું કહી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, પોતાના બાળક અને પતિને ભારતમાં છોડીને અંજુ પાકિસ્તાનમાં તેના કથિત પ્રેમી નસરુલ્લાને મળવા ગઈ છે. પાકિસ્તાનમાંથી અંજુની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, અંજુએ નસરુલ્લા સાથે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, પરંતુ અંજુ અને નસરુલ્લા તરફથી અત્યાર સુધી આવું કોઈ નિવેદન સામે આવ્યું નથી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

જ્યારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે, જો અંજુ તેના પિતાને મળવા આવે તો તેઓ શું કરશે. તેના પર જવાબ આવ્યો કે, જો આવી સ્થતિ આવશે તો, તેના પિતા અને પરિવારને પણ ગામની બહાર કાઢી મુકીશું. ગ્રામજનોએ કહ્યું, 'જો કે, ભારત સરકાર આ બાબતે તપાસ કરી રહી છે. પરંતુ અમે તેને અહીં ગામમાં ઘુસવા નહીં દઈએ. વિરોધ કરવાની તો જરૂર જ નથી. કારણ કે અમારા ગામમાં એકજુટતા છે, વાત કરવાની બિલકુલ જરૂર રહેશે જ નહીં. એ તો તે પણ સારી રીતે જાણે છે કે, અમારું ગામ કેવું છે. તેને અહીં ઘુસવા દેવામાં આવશે નહીં.'

અંજુ કેસ પછી પિતા ગયા પ્રસાદ પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેઓ કહે છે, 'ભલે ને તપાસકર્તાઓ આવે. અમારી તપાસ કરે. અમને કોઈ સમસ્યા નથી. અમારી પાસે એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી અને ન તો મારુ વર્તન એવા પ્રકારનું છે. હું એક સાધારણ વ્યક્તિ છું, હું કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. તે કદાચ મારા ખરાબ કર્મનું જ પરિણામ હોય શકે છે. તેથી જ મને આ સજા મળી રહી છે. આ સમયે મારી સાથે શું થઈ રહ્યું છે, તે મારા મનની પીડા કોઈ સમજી શકતું નથી.'

પિતા ગયા પ્રસાદે કહ્યું, 'અંજુના કારણે મારો આખો પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મારા દીકરાએ નોકરી ગુમાવી દીધી. મારો પરિવાર પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગયો. હવે અમે ફક્ત ભગવાનને એ જ વિનંતી કરીએ છીએ કે, અમને ઉપાડી લે. અમારાથી આ રીતે ગૂંગળાઈને નથી જીવી શકાતું.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.