26th January selfie contest

સગા બાપે કુહાડીથી સૂતેલી 2 દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. પત્ની...

PC: bhaskar.com

રાજસ્થાનના નાગૌરમાં હૈયુ હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. કસાઇને પણ સારા કહેવાડાવે તેવા એક જંગલી પિતાએ રાત્રે સુતેલા પરિવાર પર કુહાડી ઝીંકી દીધી હતી, તેમાં 2 દીકરીઓના ગળા કપાઇ જતા મોત થઇ ગયા હતા જ્યારે પત્ની અને દોહિત્ર લોહીલુહાણ થઇ ગયા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હેવાન 2 દીકરીઓની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો, જો કે પોલીસે તેને પકડી પાડ્યો છે, હત્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આ માણસ સનકી મગજનો છે અને નાની નાની વાત પર ઘરના લોકો જોડે ઝગડો કરતો રહેતો હતો. તે ગામના લોકો સાથે પણ ગાળા ગાળી કરતો અને જાહેરમાં પણ કહેતો કે એક દિવસ બધાને મારી નાંખીશ.

રાજસ્થાનના નાગૌરમાં આવેલા દિલ ઢાણી ગામમાં રહેતા મનારામે સોમવારે જ્યારે તેની પત્ની, બે દીકરીઓ અને મોટી દીકરીનો 7 વર્ષનો પુત્ર સાથે સુતા હતા ત્યારે બધા પર કુહાડીથી હુમલો કરી દીધો હતો. જેમાં બંને દીકરીઓના ગળા કપાઇ ગયા જવાને કારણે ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે પત્ની અને દોહિત્ર લોહીલુહાણ થઇ ગયા હતા. આખો રૂમમાં લોહીના ખાબોચિયા થઇ ગયા હતા.

સૌથી દુખની વાત એ છે કે મનારામની 20 વર્ષની દીકરી રેખાના હજુ થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને મંગળવારે તે સાસરે જવા રવાના થવાની હતી. મનારામની મોટી દીકરી જે પરિણીત છે તે પણ નાની બહેન સાસરે જવાની હોવાથી પોતાના 7 વર્ષના પુત્ર સાથે પિયરમાં આવી હતી.

કદાચ મીરાને મોત જ ખેંચી લાવ્યું હશે, કારણકે મીરાનું સાસરું નજીકમાં જ હતું તો તેણે તેની માતાને કહ્યું હતું કે, હું મારા સાસરે જાઉં છુ, સવારે પાછી આવી જઇશ. પરંતુ મનારામની પત્ની અને મીરાની માતા કેસર બહેને કીધું કે તું રાત અહીં જ રોકાઇ જા, સવારે થોડું કામ છે. તો રેખાએ પણ કહ્યું કે, મોટી બહેન તું રોકાઇ જા, સવારે થોડી ખરીદી કરવા જવાનું છે. મીરાએ તેમની વાત માની લીધી અને પિયરમાં રોકાઇ ગઇ અને તેણીને મોત મળ્યું.

વચ્ચે હત્યારો બાપ

મનારામ ખુની હુમલો કરીને આજુબાજુના પહાડી વિસ્તારમાં છુપાઇ ગયો હતો, પરંતુ પોલીસે મંગળવારે તેને પકડી લીધો હતો. મનારામે પોલીસને કહ્યું કે, મને પણ મારી નાંખો.

ગામના લોકોએ કહ્યું કે, ઘણી વખત ગામના લોકોની સામે પણ મનારામ પરિવારને કહી ચૂક્યો હતો કે એક દિવસ બધાને મારી નાંખીશ, પરંતુ કોઇએ તેની વાત ગંભીરતાથી લીધી નહોતી, કારણ કે આવા લવારા તે અનેક વખત કરતો હતો. પરંતુ આવું હિંસક પગલું ભરી દેશે એવો ગામના લોકોને કે પરિવારને અંદાજ નહોતો.

ગામના લોકોએ કહ્યું કે 10 વર્ષ પહેલાં મનારામ સાથે એક ઘટના બની હતી તે પછી તે ચિડીયો અને ગુસ્સાવાળો બની ગયો હતો.  સવારે 5 વાગ્યે ચા મુકવાની માંગણી કરે અને જો પત્ની ચા મુકવામાં થોડું પણ મોડું કરે તો ચા ભરેલો કપ ફેંકી દેતો અને મર્ડર કરવાની ધમકી આપતો.

મનારામે કુહાડીથી હિંસક હુમલો કર્યો તે ઘટના ત્યારે ખબર પડી કે તેનો પુત્ર હજારી બીજા રૂમમાં સુતો હતો અને વહેલી સવારે દરરોજ ગાડીમાં દુધ વેચવા જતો. હજારી જ્યારે ઉઠ્યો તો તેણે જોયું કે રૂમમાંથી લોહી બહાર આવી રહ્યું છે ત્યારે તેણે બુમાબુમ કરીને પડોશીઓને બોલાવ્યા હતા. હજારીએ કહ્યું કે, રાત્રે પંખા અને તેજ હવાના અવાજને કારણે પરિવારની ચિચિયારી પણ તેને સંભળાઇ નહોતી.

પોલીસે કહ્યું કે, પરિવારની હત્યાનું ઠોસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આરોપી માનસિક બિમાર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp