પિતાએ 3 વર્ષના દીકરાને 65 હજારમાં વેચ્યો, ખરીદનારી મહિલાએ કબૂલી આ વાત

ઉત્તર પ્રદેશની ગાજીપુર પોલીસે 3 વર્ષના છોકરાના અપહરણનું કોકડું ઉકેલી લીધું છે. પોલીસે જણાવ્યું કે, બાળકોની માતાની ફરિયાદ પર ગુમ થવાની FIR નોંધવામાં આવી હતી. શોધખોળ અને સર્વિલાન્સની મદદથી ઘટનાનો ખુલાસો થયો છે. છોકરાને તેના પિતાએ એક મહિલાના હાથે વેંચી દીધો હતો. કાનપુરના રહેવાસી સંજય યાદવે એક મહિના અગાઉ વિધવા મહિલા નીલમ બિંદ સાથે લગ્ન કર્યા હતા. મહિલાનો એક દીકરો પણ છે. જેને સાવકા પિતાએ એક મહિલાના હાથે વેચી દીધો હતો.
ત્યારબાદ તેની માતાએ શહેર કોતવાલી પોલીસ સ્ટેશનમાં છોકરો ગાયબ થવાની FIR કરાવી હતી. ઘટના સદર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. SP ગાજીપુર ઓમવીર સિંહે કહ્યું કે, શોધખોળ અને પોલીસ સર્વિલાન્સની મદદથી ઘટનાનો ખુલાસો થયો. આ દરમિયાન એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે છોકરાને ખરીદ્યો હતો. તેની ઓળખ શશીબાલાના રૂપમાં થઈ છે. તેણે જણાવ્યું કે, સંજય યાદવના સાવકા પુત્રને તેણે 65 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મહારાજગંજ પોલીસ સ્ટેશનના રેલવે ક્રોસિંગથી શનિવારે આરોપી સંજય યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસે 65 હજાર રૂપિયા મળી આવ્યા હતા. ધરપકડ અને જપ્તીના આધાર પર આરોપી વિરુદ્ધ FIRમાં IPCની કલમ 370 વધારવામાં આવી છે. સાથે જ પોલીસ તેનો ગુનાહિત ઇતિહાસ પણ શોધી રહી છે. હાલમાં આરોપી પિતા અને છોકરાને ખરીદનારી મહિલા બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ગત 28 સપ્ટેમ્બરના રોજ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજગંજ બિંદપુરવાની રહેનારી નીલમ બિંદે ફરિયાદ નોંધાવી હતી. કહેવામાં આવ્યું હતું કે, તે પોતાના 3 વર્ષના છોકરા સાથે ઘરમાં સૂતી હતી. સવારે ઉઠવા પર તેનો છોકરો ગાયબ થઈ ગયો હતો. સાથે જ એક મહિના અગાઉ જે યુવક સાથે તેણે બીજા લગ્ન કર્યા હતા તે પણ ગાયબ છે. પીડિતાએ બાળકની જપ્તિને લઈને પોલીસને વિનંતી કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા મહારાજગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર શ્વેતા દ્વિવેદી સક્રિય થઈ ગયા.
તેમણે સર્વિલાન્સ ટીમની મદદથી મહિલાના બીજા પતિ સંજય યાદવની કૉલ ડિટેલ કાઢવી. ખબર પડી કે તે કાનપુર દેહાંતની રહેવાસી શશીબાલા સાથે વાત કરી રહ્યો છે. ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટર શ્વેતા દ્વિવેદીના નેતૃત્વમાં એક ટીમ કાનપુર ગઈ. ત્યાંથી છોકરાને સકુશળ જપ્ત કર્યો. સાથે જ શશીબાલાની ધરપકડ કરવામાં આવી. તેણે જણાવ્યું કે, સંજય યાદવના સાવકા પુત્રને તેણે 65 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ સંજય યાદવની મહારાજગંજ પોલીસ સ્ટેશનના રેલવે ક્રોસિંગથી શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp