પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાખીને ફેવિકોલ ચોંટાડ્યું, પછી સિક્કાને ગરમ...

રાજસ્થાનના પાલીમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં પતિએ પત્ની પ્રત્યે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. આ ક્રુરતાની વાત વાંચીને કોઈના પણ રુંવાટા ઉભા થઇ જશે. ભગવાન ના કરે કે આવું ઉત્પીડન કોઈપણ સ્ત્રી સાથે થાય. હકીકતમાં, પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. તેથી, તેણે તેની પત્નીને એવી રીતે ત્રાસ આપ્યો કે કોઈ પણ ચીસો પડી ઉઠશે. આ શરમજનક વાત જાણીને કોઈનું પણ દિલ હચમચી જશે. પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી પતિએ તેની અગ્નિથી કસોટી કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે તેલ ગરમ કર્યું અને તેની પત્નીને તેમાં હાથ નાખવા કહ્યું. પતિની વાત સાંભળીને પત્નીને નવાઈ લાગી.

આરોપીએ પત્નીને કહ્યું કે, જો તે સાચી હશે તો તેનો હાથ બળશે નહીં અને જો તે ખોટી હશે તો તેનો હાથ બળી જશે. પત્નીએ ગરમ તેલમાં હાથ નાખવાની ના પાડી. આ જોઈને પતિ ગુસ્સે થઈ ગયો અને બળજબરીથી પત્નીનો હાથ ગરમ તેલમાં નાખી દીધો. જેના કારણે પત્નીનો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો. આટલું જ નહીં, તે તેની પત્નીનું અન્ય રીતે પણ ઉત્પીડન કરતો હતો. જ્યારે પત્ની તેના પરનો અત્યાચાર સહન ન કરી શકી તો તે ભાગીને તેના પિયરના ઘરે પહોંચી ગઈ. આ અંગે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે. ત્યાર પછી પોલીસે લગભગ 7 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલો પાલી જિલ્લાના બાલીનો છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, પીડિતા લગ્ન બાદ તેના પતિ અને બાળકો સાથે ગુજરાતમાં રહેતી હતી. બધું બરાબર ચાલતું હતું, ત્યાં સુધી કે થોડા દિવસો પછી તેના પતિનું વર્તન બદલાઈ ગયું. ત્યાર પછી પતિએ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ મહિલાના પતિને તેના ચારિત્ર્ય પર શંકા હતી. તેને લાગ્યું કે મહિલા અન્ય પુરૂષો સાથે સંબંધ ધરાવે છે. આ કારણોસર તે મહિલાને મારતો હતો. તે મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. તે મહિલાની અલગ-અલગ રીતે અગ્નિ પરીક્ષા લેતો હતો. આ દરમિયાન, એક દિવસ તેણે તેની પત્નીના હાથ ગરમ તેલમાં નાખી દીધા.

રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, દુષ્ટ પતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. એક દિવસ તેણે તેની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં મરચાંનો પાવડર નાખ્યો. આટલું જ નહીં, ત્યારબાદ તેણે પ્રાઈવેટ પાર્ટ પર ફેવિકોલ પણ લગાવ્યું. પત્ની પીડાથી ચીસો પાડતી રહી પણ તેને દયા ન આવી. તેના સાસરિયાઓએ પણ તેને મદદ કરી ન હતી. તેણે બાળકોને પણ પત્નીથી દૂર રાખ્યા હતા. એક દિવસ, મહિલા આવા ત્રાસથી પરેશાન થઈને તેના પિયરના ઘરે ભાગી ગઈ અને તેના પરિવારને તેની દર્દનાક વાર્તા સંભળાવી. આ પછી પરિવારે કેસ નોંધાવ્યો.

મીડિયા રિપોર્ટ અનુસાર, બંનેના લગ્નને લગભગ 15 વર્ષ થઈ ગયા છે. બંનેને ત્રણ બાળકો છે. આ પછી પણ પતિ તેના પર શંકા કરે છે અને મારપીટ કરે છે. આ મામલે બાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિક્રમ સિંહ સાદુનું કહેવું છે કે, પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. દહેજ માટે ઉત્પીડનનો મામલો હોવાનું જણાય છે. તપાસ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.