યુ ટ્યૂબર મહિલા વીડિયો બનાવવા 5 વર્ષના બાળકના પ્રાઇવેટ પાર્ટને અડી. થઇ ગઇ જેલ

PC: specialcoveragenews.in

38 વર્ષની મહિલા યુટ્યુબરને પાંચ વર્ષના બાળક સાથે વીડિયો બનાવવો મોંઘો પડ્યો છે. મહિલા પર વીડિયો બનાવવાના નામે પાંચ વર્ષના માસૂમ બાળકનું યૌન શોષણ કરવાનો અને ખોટા ઈરાદાથી તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાનો આરોપ છે. આ બાળકને મહિલાના મિત્ર દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો. POCSO કોર્ટે આ અઠવાડિયે મહિલાની જામીન અરજી ફગાવી દીધી છે.

આ કેસમાં બાળકને દત્તક લેનારી માતા પણ આરોપી છે અને હાલમાં જેલના સળિયા પાછળ છે. POCSO કોર્ટના જજે પોતે આ વીડિયો જોતા મહિલાની દલીલો સ્વીકારી ન હતી. પોતાના બચાવમાં મહિલાએ કહ્યું હતું કે તેણે બાળકને ખવડાવવાના હેતુથી ઉપાડ્યો હતો.

કોર્ટે કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બાળક મહિલાના ખોળામાં કેટલું અસ્વસ્થતા અનુભવી રહ્યું હતું. બાળકની બોડી લેંગ્વેજ જ મામલાની સત્યતા દર્શાવે છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, બાળકે મહિલાના ખોળામાંથી ઉતર્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો, કારણ કે તેને ત્યાં તકલીફ થતી હતી. આ દર્શાવે છે કે મહિલાનો ઈરાદો ઉમદા ન હતો પણ જાતીય શોષણથી ભરેલો હતો. કોર્ટે કહ્યું કે, આ હેતુ માટે બાળકના કપડા ઉતારવામાં આવે તે જરૂરી નથી. કોર્ટે કહ્યું કે, મહિલાએ લાઈવ વીડિયો બનાવતી વખતે આવી ઘટનાને અંજામ આપ્યો અને તેને અપલોડ પણ કર્યો.

બાળકની બહેને પહેલા પોલીસ અને પછી કોર્ટમાં ફરિયાદ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાળકની બહેન ડૉક્ટર છે અને દત્તક લેનાર માતા-પિતાની દીકરી છે. બાળકની બહેને કોર્ટને એમ પણ કહ્યું કે, દત્તક લેવાની પ્રક્રિયા પણ ગેરકાયદેસર છે, કારણ કે તેમાં કોઈ કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા નથી. આ બાળકને એક ભિખારી પાસેથી દત્તક લેવામાં આવ્યું છે. આ તબીબે એવો પણ આરોપ લગાવ્યો છે કે, આ કેસની બંને આરોપી મહિલાઓ આવી જ રીતે બાળકોનું શોષણ કરે છે. બાળકની બહેને આ યુટ્યુબર મહિલા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ મહિલા અન્ય બાળકોનું પણ આ રીતે જ યૌન શોષણ કરે છે.

કોર્ટે એ પણ અવલોકન કર્યું કે, જ્યારે ફરિયાદી મહિલાએ વિરોધ કર્યો ત્યારે આરોપી મહિલાને તેના કૃત્યો માટે કોઈ પસ્તાવો પણ નહોતો. વીડિયો બનાવવાના નામે આરોપી મહિલા દ્વારા સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વીડિયો બનાવતી વખતે મહિલાનો ઈરાદો સારો નહોતો. આ અઠવાડિયે, POCSO એક્ટ હેઠળ આરોપી મહિલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આરોપ છે કે 31 ડિસેમ્બર 2021ના રોજ આરોપી મહિલાએ બાળકનો એક કલાક લાંબો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ જ વીડિયોની એક ક્લિપમાં આ ગીત વાગી રહ્યું છે અને તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મહિલાએ બાળકને પોતાના ખોળામાં લઇ લીધો છે અને તેના હાથ બાળકના પ્રાઈવેટ પાર્ટ પર છે. આરોપ છે કે, બાળક મહિલાના ખોળામાં ખૂબ જ અસ્વસ્થ હતું અને પીડાને કારણે રડી રહ્યું હતું અને ખોળામાંથી નીચે ઉતરવા માંગતું હતું. મહિલાએ અન્ય ઘણા વીડિયો પણ બનાવ્યા હતા. આવા જ એક વીડિયોમાં તે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. આરોપી મહિલાએ એમ પણ કહ્યું કે મને આમ કરવાથી કોઈ રોકી શકશે નહીં.

ન્યાયાધીશે કહ્યું કે, મારા મતે વીડિયો બનાવવાના નામે બાળકને આ રીતે ઉપાડવો, તેના પ્રાઈવેટ પાર્ટને આ રીતે દબાવવો અને તમારા આ કૃત્યથી કોઈ શરમ અનુભવવી નહીં. તેમજ અશ્લીલ અને ગંદી ભાષાનો ઉપયોગ કરવો. આ સિવાય એક મહિલા હોવા છતાં આ વાતની તેણે કોઈ પરવા નથી. આ બાબત જામીન આપવા માટે યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp