Video: દિલ્હી મેટ્રોમાં કપલની હરકતથી ગુસ્સે થઈ આંટી, કહ્યું- ઘરે ખોટું બોલીને...

PC: timesnowhindi.com

દિલ્હી મેટ્રોના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. ક્યારેક રોમાન્સ કરતા કપલ દેખાય છે તો ક્યારેક અશ્લીલ હરકતો કરતો કોઈ વ્યક્તિ. એવામાં દિલ્હી મેટ્રોએ પણ યાત્રિઓને ઘણીવાર સૂચના આપી પરંતુ, તેનાથી લોકો પર કોઈ અસર ના પડી અને આજે ફરી દિલ્હી મેટ્રોમાં એવો જ નજારો જોવા મળ્યો. હાલમાં દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એક કપલ અને બે આંટીઓ વચ્ચે જુબાની જંગ થઈ હતી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક આંટી મેટ્રોમાં સાથે ઊભા રહેલા કપલને કહી રહી છે કે, આ ભૂલ નથી કરી રહ્યા તો બીજું શું છે. થોડી શરમ હોવી જોઈએ. આંટીની આ વાતથી છોકરો ગુસ્સે થઈ ગયો અને બોલ્યો- તમને હક નથી આ બાબત પર બોલવાનો, શા માટે શરમ કરીએ અમે, ઊભા રહીને વાત કરવામાં કશું ખોટું નથી. અમે કશું ખોટું નથી કરી રહ્યા, તમે તમારા કામથી કામ રાખો, અમે કંઇ પણ કરીએ તમે બોલવાવાળા કોણ છો. તેના પર આંટી કહે છે- મેટ્રોમાં અન્ય લોકો પણ પ્રવાસ કરી રહ્યા છે તેમને જુઓ, તમારે જે કરવું હોય તે બહાર જઇને કરો અથવા પોતાના ઘરમાં કરો.

કપલની વાત પર આંટી વધુ ભડકી જાય છે અને કહે છે કે ઘરે માતા-પિતાને તો ખોટું બોલીને નીકળે છે અને અહીં આવીને આવી હરકતો કરે છે. જેના પર કપલ કહે છે કે, તમને અમારા અને અમારા પરિવાર વિશે જ્યારે કશી ખબર જ નથી તો તમે આવુ કઇ રીતે બોલી રહ્યા છો.

આ વીડિયોને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર તેને @gharkekalesh નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે. અત્યારસુધીમાં આ વીડિયોને 5 લાખ કરતા વધુ લોકો જોઈ અને હજારો લોકો લાઇક કરી ચુક્યા છે. પૂજા દુબે નામની યુઝરે લખ્યું- આ દિલ્હીમાં શું થઈ રહ્યું છે? શું મારે મારી દિલ્હીની ટ્રિપ કેન્સલ કરી દેવી જોઈએ? શિવાંતિકા સિમ નામના યુઝરે લખ્યું- મને તો હવે મેટ્રોમાં ટ્રાવેલ કરવુ પસંદ જ નથી, પોતાના વાહનથી આવો અને જાઓ, મેટ્રોમાં હવે અશ્લીલ લોકો યાત્રા કરે છે. વિજય ઠાકુર નામના યુઝરે કપલ પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું- ઉઠીને બે તમાચા મારો, અક્કલ ઠેકાણે આવી જશે આ લોકોની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp