લગ્નમાં ગરમ પૂરી ન મળતા કરી દીધો હોબાળો, ખૂબ ચાલ્યા પથ્થર અને હથિયાર, એકની ધરપકડ

PC: prabhatkhabar.com

ગિરીડિહના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં ખૂબ હોબાળો મચી ગયો. લગ્ન સમારોહમાં આવેલા કેટલાક લોકોએ અચાનક લગ્નનો માહોલ બગાડી દીધો. આ આખી ઘટના શરૂ થઈ ગરમ પૂરી માટે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક યુવક રાત્રે લગભગ 2:00 વાગ્યે ભોજન કરવા માગતા હતા. તેઓ ગરમ પૂરીની ડિમાન્ડ કરે છે અને ન મળવા પર હોબાળો કરવાની શરૂઆત કરી દે છે. આ દરમિયાન આખી લડાઈ બે ગ્રુપમાં વહેચાઈ ગઈ અને લડાઈમાં પથ્થરમારો અને બંદૂકબાજી પણ કરવામાં આવી, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.

જાણો શું છે આખો મામલો?

ઘટના બાબતે કહેવામાં આવી રહ્યું છે કે, આ વિવાદ લગ્ન સમારોહમાં ભોજન ન આપવાના સવાલ પર જાણીજોઇને હોબાળો કરવાની નિયતથી કરવામાં આવ્યો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા યુવક દ્વારા જ આખો વિવાદ ઉત્પન્ન કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે, કાલે રાત્રે પટરોડીહમાં શંકર યાદવના ઘરે જાન આવી હતી. આ દરમિયાન રાત્રે લગભગ 2:00 વાગ્યે એક યુવક ખાવા માટે પહોંચી ગયો અને ગરમ પૂરીની ડિમાન્ડ કરવા લાગ્યો. ત્યારબાદ આ આખો વિવાદ ઊભો થઈ ગયો અને ઉપરોક્ત યુવકે બહારથી કેટલાક યુવકોને બોલાવીને હોબાળો કરી દીધો.

ગાળા-ગાળી અને પથ્થરમારો શરૂ કરી દીધો. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ બળની ભારે સંખ્યામાં તૈનાતી કરી દેવામાં આવી. ગત રાતની ઘટના બાદ પોલીસ સાવધાન અવસ્થામાં છે અને વિસ્તારની શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. તો ઘટના બાદ આગામી દિવસે સવે SDOP અનિલ કુમાર સિંહ, મુફસ્સિલ પોલીસ સ્ટેશનના પ્રભારી કમલેશ પાસવાન, નગર પોલીસ સ્ટેશનના પ્રભારી આર.એન. ચૌધરી, ઇન્સ્પેક્ટર વિનય કુમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ બળના જવાનોએ ઘટનાસ્થળ પર આક્રોશિત લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસે એક યુવકને પણ કસ્ટડીમાં લઈ લીધો છે.

પોલીસનું કહેવું છે કે, લગ્ન સમારોહમાં ભોજન ન આપવાના મામલે જાણીજોઇને હોબાળો કરવામાં આવ્યો. કસ્ટડીમાં લેવામાં આવેલા યુવકે વિવાદ ઊભો કર્યો છે. પોલીસનું કહેવું છે કે પટરોડીહમાં શંકર નામના વ્યક્તિના ઘરે જાન આવી હતી. ત્યાં આ ઘટના બની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp