બેંગકોકથી ભારત આવી રહેલી ફ્લાઇટમાં મુસાફરો વચ્ચે જોરદાર મારામારી, વીડિયો વાયરલ

PC: twitter.com/Vinamralongani

તમે બસ અને ટ્રેનોમાં મોટા ભાગે સીટને લઇને મુસાફરો વચ્ચે ઝઘડા થતા જોયા હશે, પરંતુ શું તમે ફ્લાઇટમાં ઝઘડો થતા જોયો છે? અથવા તો એવી વાત સાંભળી છે કે ફ્લાઇટમાં મુસાફરો વચ્ચે ઝઘડો થઇ ગયો? એવી વાતો તમે કદાચ જ સાંભળી હશે. હાં થોડા દિવસ અગાઉ એક મુસાફર અને એર હૉસ્ટેસ વચ્ચે વકયુદ્ધ જરૂર જોવા મળ્યું હતું, પરંતુ હવે ફ્લાઇટમાં મારામારીની એક ઘટના સામે આવી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં બેંકોકથી આવી રહેલી ફ્લાઇટમાં ભારતીય મુસાફરો ન માત્ર ઝઘડો કરે છે, પરંતુ તેમની વચ્ચે જોરદાર મારામારી પણ થઇ. તો પ્લેનનો ક્રૂ સ્ટાફ તેમને સતત શાંત કરાવવાનો પ્રયત્ન કરતો નજરે પડી રહ્યો છે. પુરુષોમાંથી એકને ‘શાંતિથી બેસ’ (ચૂપચાપ બેસો) કહેતા સંભાળી શકાય છે, જ્યારે બીજો કહે છે ‘હાથ નીચો કર.’ બસ તેની થોડી જ સેકન્ડમાં આ ઝઘડો મારામારીમાં બદલાઇ જાય છે અને એક વ્યક્તિ પોતાના સાથીઓ સાથે બીજા પર જોરદાર મારામારી શરૂ કરી દે છે.

વીડિયોમાં વ્યક્તિ પોતાના ચશ્મા હટાવાતા અને પછી બીજા વ્યક્તિને મારતો જોઇ શકાય છે. તો સાથે ઊભા યુવક પણ પોતાના મિત્ર સાથે મારામારીમાં સામેલ થઇ જાય છે. જો કે, બીજા વ્યક્તિએ પલટવાર ન કર્યો અને તેને માત્ર પોતાનો બચાવ કરતો જોઇ શકાય છે. તો વીડિયોમાં સહ-યાત્રીઓ અને કેબિન ક્રૂ લડાઇને રોકવા કહેતા સાંભળી શકાય છે. આ ઘટના કથિત રીતે બેંકોકથી કોલકાતા આવી રહેલી એક ફ્લાઇટમાં થઇ છે. હાલમાં અત્યાર સુધી થાઇ સ્માઇલ એરવેઝની કોઇ પ્રતિક્રિયા આવી નથી. તો ઉપરોક્ત યુવકો પર કાર્યવાહીની પણ જાણકારી મળી શકી નથી.

આ અગાઉ ઇન્ડિગોની એક એર હોસ્ટેસની ઇસ્તામ્બુલ દિલ્હી ફ્લાઇટમાં એક મુસાફર સાથે તીખી બહેસનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેબિન ક્રૂનો એક સભ્ય મુસાફરોને ભોજન પીરસી રહ્યો હતો. ત્યારે આ બહેસ થઇ, ત્યારબાદ એર હોસ્ટેસે મુસાફરને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેની સાથે ર તેણે ચાલક દળ સાથે વિનમ્રતાથી વાત કરવાનો અનુરોધ કર્યો, પરંતુ એર હૉસ્ટેસ અને મુસાફર વચ્ચે બહેસ ચાલુ રહી. જ્યારે મામલો વધતો ગયો તો એર હોસ્ટેસે મુસાફરને કહ્યું કે, તમે મારી સાથે આ પ્રકારે વાત નહીં કરી શકો. હું પણ અહીં એક કર્મચારી છું, હું તમારી નોકર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp