બોલિવુડ પ્રોડ્યુસરના ઘરે 40 લાખની ચોરી, ઘટનાની કહાની આગળ ફેલ ફિલ્મી સ્ક્રિપ્ટ

PC: telanganatoday.com

મહારાષ્ટ્રના મુંબઇ શહેરના મલાડ વિસ્તારમાં એક હેરાન કરનારી ચોરીની ઘટના સામે આવી છે, જેની સામે ફિલ્મી સ્ક્રિપ્ટ પણ ફેલ થઇ જાય. મલાડમાં રહેતા એક ફિલ્મ પ્રોડ્યુસરના ઘરે નોકરને બંધક બનાવીને બંદૂકની અણીએ ફિલ્મી સ્ટાઇલમાં થયેલી લૂંટનો પર્દાફાસ કરતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હેરાનીની વાત એ છે કે લૂંટનો માસ્ટરમાઇન્ડ કોઇ બીજો નહીં, પરંતુ પ્રોડ્યુસરના ઘરે ફર્નિચરનું કામ કરનારો કારીગર છે, જેણે પોતાના બે અન્ય સાથીઓ સાથે આ લૂંટને અંજામ આપ્યો હતો, જેમાં નોકર પણ સામેલ છે.

8 જાન્યુઆરીના રોજ નોકરે ફિલ્મ પ્રોડ્યુસરને એવી જાણકારી આપી કે, બે વ્યક્તિ પ્રોડ્યુસરને મળવાના બહાને આવ્યા. નોકર એકલાને જોયો તો બંનેએ છરા અને બંદૂક જેવા હથિયાર દેખાડીને તેને દોરડાથી બાંધી દીધો. ત્યારબાદ ફ્લેટની તિજોરીમાં રાખેલા લાખો રૂપિયા અને કેટલાક સોનાના ઘરેણાં લૂંટીને ફરાર થઇ ગયા. પ્રોડ્યુસરે પાડોશી મહિલાને એ જોવા માટે મોકલી તો મહિલાએ સંપૂર્ણ કહાની તેને બતાવી. નોકરની ફરિયાદના આધાર પર બાંગુર નગર પોલીસે કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન મકાનમાં લાગેલા CCTV કેમેરાને જ્યારે પોલીસે તપાસ્યા તો તેમાં આરોપી પહેલા માસ્ક પહેરીને સોસાયટીમાં પ્રવેશતા દેખાયા, પરંતુ ત્યારબાદ માસ્ક પહેર્યા વિનાના નજરે પડ્યા. બંને અલગ-અલગ તસવીરોના કારણે પોલીસને શંકા થઇ ગઇ. શંકાના આધારે પોલીસે સુહેલ રહીમ શેખ (ઉંમર 24 વર્ષ), દેવેશ સવસિયા (ઉંમર 31 વર્ષ) અને સર્વેશ શર્મા (ઉંમર 45 વર્ષ)ની ધરપકડ કરી લીધી. પોલીસે તેમની પાસેથી લૂંટવામાં આવેલા 40 લાખ રૂપિયા અને ઘરેણાં જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, લૂંટનું આખું ષડયંત્ર પ્રોડ્યુસરના ઘરમાં થોડા દિવસો અગાઉ ફર્નિચરનું કામ કરનારા સુહેલ રહીમ શેખે રચ્યું હતું.

કામ કરવા દરમિયાન જ તેણે એ જોઇ લીધું હતું કે ઘરમાં ઘણા બધા પૈસા છે. એ જ લાલચમાં પ્રોડ્યુસરના નોકર અને પોતાના અન્ય એક સાથી સાથે મળીને લૂંટની આખી યોજના બનાવી લીધી. પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ થયા બાદ ખબર પડી જે, ત્રણેય આરોપી એક બીજાને પહેલાથી જ જાણતા હતા. હાલમાં ત્રણેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ તેમની હિસ્ટ્રી તપાસી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp