શું છે અમૃત કાળ, બજેટ ભાષણમાં નાણા મંત્રીએ શા માટે કર્યો તેનો ઉપયોગ?

PC: indianexpress.com

નાણાકીય વર્ષ 2023-24 માટે ફાયનાન્સિયલ મિનિસ્ટર નિર્મલા સીતારમન સંસદમાં ભાષણ આપી રહ્યા છે. આ બજેટ સ્પીચમાં તેમણે ઘણા વર્ગ માટે આવનારા વર્ષોમાં કરવામાં આવનારા કામો વિશે માહિતી આપી છે. આ સાથે જ એક શબ્દ અમૃત કાળની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. શું તમે જાણો છો કે આખરે બજેટ ભાષણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અમૃત કાળ આખરે શું છે? તેનો શો મતલબ છે? આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શબ્દનો ઉપયોગ કરી ચુક્યા છે. તો તમે પણ જાણી લો કે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દનો ઉપયોગ ક્યારે કર્યો હતો અને એ પણ જાણી લો કે આ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ શબ્દનો ઉપયોગ 75માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં કર્યો હતો. તે સમયે જ તેમણે 25 વર્ષો માટે દેશ માટે નવો રોડમેપ જાહેર કર્યો હતો. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમૃત કાળનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોના જીવનમાં સુધાર કરવાનો છે. અહીંના ગામડાંઓ અને શહેરોની વચ્ચે જે વિભાજન છે, તેને દૂર કરવાનું છે અને લોકોના જીવનમાં સરકારના હસ્તક્ષેપને ઓછું કરવાનું છે. આ ઉપરાંત, નવી નવી ટેકનોલોજીનું સ્વાગત કરવાનું છે.

તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અહીંથી આવનારા 25 વર્ષની યાત્રા, નવા ભારતનો અમૃત કાળ છે. આ અમૃત કાળ આપણા સંકલ્પોની પૂર્તિ કરશે અને આપણને આઝાદીના 100 વર્ષો સુધી લઈ જશે, ભારતે ઝડપથી પ્રગતિ કરી છે, એવામાં વિકાસની સંતૃપ્તિ થવી જોઈએ અને દરેક ગામમાં રસ્તાઓ હોવા જોઈએ. આ ઉપરાંત, તમામ પરિવારો પાસે બેંક ખાતુ હોય અને દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિ પાસે સ્વાસ્થ્ય વીમા કાર્ડ અને ગેસ કનેક્શન હોવું જોઈએ.

અમૃત કાળ શબ્દ ખૂબ જ પ્રાચીન શબ્દ છે. તેની ઉત્પત્તિ વૈદિક જ્યોતિષથી માનવામાં આવે છે. અમૃત કાળનો મતલબ થાય છે કે, જ્યારે અમાનવીય, દેવદૂતો અને મનુષ્યો માટે વધુમાં વધુ સુખના દ્વાર ખૂલે છે. નવું કાર્ય શરૂ કરવા માટે અમૃત કાળને સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp