પ્રયાગરાજના મહાકુંભમાં ભિષણ આગ, ગીતા પ્રેસનો ટેન્ટ બળીને ખાખ
પ્રયાગરાજના મહાકુંભમાં રવિવારે સાંજે ભિષણ આગ ફાટી નિકળી હતી. બધી ચેનલો અને વેબસાઇટ પર ન્યૂઝ ફ્લેશ થયા હતા, પરંતુ કોઇની પાસે કન્ફેર્મેશન નહોતું. Khabarchhe.Comએ પ્રયાગરાજના ફાયર કંટ્રોલ રૂમ પર ફોન કર્યો અને ત્યાંથી કન્ફર્મ થઇ ગયું કે આગ તો લાગી છે. એ પછી કંટ્રોલ રૂમમાંથી અમને ફાયર ઓફિસર સંજીવ સિંગનો નંબર મળ્યો. સિંગે કહ્યું કે, સેક્ટર 19માં રવિવારે બપોરે 4-22 કલાકે આગ ફાટી નિકળી હતી અને 100થી વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. કોઇ જાનહાની નથી અને આગ કાબુમાં આવી ગઇ છે. સિંગે કહ્યું કે, ગેસ ફાટવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.
આ ભિષણ આગમાં લગભગ 250 જેટલા તંબુઓ બળીને ખાખ થઇ ગયા છે અને આ આગ સેકટર 20 સુધી પહોંચી હતી. ગીતા પ્રેસના તંબુને મોટું નુકશાન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp