ગેસ ભરેલા ફુગ્ગા વીજ તારના સંપર્કમાં આવતા બ્લાસ્ટ, બર્થડે પાર્ટીમાં...

PC: todaysparent.com

કર્ણાટકમાં બંગ્લોરના બેલાથુરમાં એક બાળકના જન્મદિવસની પાર્ટી દરમિયાન આગ લાગી ગઈ. તેમાં એક વ્યક્તિ અને 4 બાળકો દાઝી ગયા. ઇમરજન્સીમાં દાઝી ગયેલા લોકોને સારવાર માટે વિક્ટોરિયા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. અકસ્માત સેલિબ્રેશમાં ઉપયોગ કરવામાં આવેલા હિલિયમનો ફુગ્ગો વીજ તારના સંપર્કમાં આવવાથી થયો. આગમાં દાઝી જનારની ઓળખ 44 વર્ષીય વિજય આદિત્ય, વિજયકુમારનો 7 વર્ષીય દીકરો ધ્યાન ચંદા, 2 વર્ષીય ઇશાન, 8 વર્ષીય સંજય અને 3 વર્ષીય સોહિલાના રૂપમાં થઈ છે.

આ બધાની વિક્ટોરિયા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે બધા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાં કેટલાક લોકો આગની ઝપેટમાં આવવાથી વધુ દાઝી ગયા છે. ઘટના પર DCP સંજીવ પાટીલે જણાવ્યું કે, શનિવારે સાંજે કડુગોડી પોલીસ સીમા પાસે બેલાથુર વિસ્તારથી એક ઘટમાં આગ લાગવાની જાણકારી મળી. કહેવામાં આવ્યું કે એક બાળકના જન્મદિવસના અવસર પર હીલિયમ ગેસના ફૂગ્ગાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

આ ફુગ્ગા ઘરના પગથિયાં પર રાખવામાં આવ્યા હતા. દુર્ભાગ્યથી ફુગ્ગા વીજ તારના સંપર્કમાં આવી ગયા. જેથી આગ લાગવા જેવી ઘટના થઈ ગઈ. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકો દાઝી ગયા છે. આ બધાની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હાલમાં જ મધ્ય પ્રદેશમાં પણ કંઈક એવી જ ઘટના સામે આવી હતી. અહી કેટલાક લોકો જન્મદિવસ મનાવવા માટે ગયા હતા, પાર્ટીથી પરત ફરવા દરમિયાન અકસ્માત થયો અને જન્મદિવસ જિંદગીનો અંતિમ દિવસ બની ગયો હતો. આ અકસ્માત નેશનલ હાઇવે નંબર-43 પર મઝગવાં ગામ પાસે થયો હતો. આ અકસ્માતમાં શહડોલ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પુષ્પેન્દ્ર ત્રિપાઠી, લોક સેવા કેન્દ્ર સંચાલક અવનીશ દૂબે, ગોહપારુ જનપદના એન્જિનિયર દિનેશ સારીવાન, અમિત શુક્લા અને પ્રકાશ જગતનું મોત થઈ ગયું હતું.

તો બિહારના ભોજપુર જિલ્લાના આરા બદહરા મુખ્ય માર્ગ નગરપોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાઇકો વચ્ચે સીધી ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બંને બાઇક પર 3 યુવક ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા. ત્યારબાદ રસ્તે જતા લોકો અને મિત્રો દ્વારા સારવાર માટે બે યુવકોને ગંભીર અવસ્થામાં આરા સદર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઇજાગ્રસ્તમાંથી એક સવાર મુફસ્સિલ પોલીસ સ્ટેશનાં દોલતપૂર, બલુઆ ગામનો રહેવાસી સમતા યાદવનો 25 વર્ષીય પુત્ર પંકજ કુમાર, સુરેન્દ્ર યાદવનો 24 વર્ષીય પુત્ર સમીર કુમાર અને બીજી બાઇક પર સવાર એક વ્યક્તિ સામેલ છે. પંકજના મિત્રોએ જણાવ્યું કે, તેના મિત્રની આજે બર્થડે હતી, જેને લઈને બર્થડે પાર્ટી મનાવવા માટે લગભગ 8-10 મિત્રો હૉટલમાં પાર્ટી મનાવવા ગયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp