દિલ્હીમાં તક્ષશીલા જેેવું થયું, આગ લાગતા વિદ્યાર્થીઓ ઉપરથી કૂદ્યા, જુઓ વીડિયો

PC: timesofindia.indiatimes.com

તમને ગુજરાતના સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગની ઘટના યાદ છે?  આ બિલ્ડીંગમાં કોચીંગ કલાસ ચાલતું હતું અને એ ભયાનક આગમાં 19 વિદ્યાર્થીઓના મોત થયા હતા. એ ઘટના હજુ લોકોના માનસ પટ પરથી વિસરાઇ નથી ત્યારે દિલ્હીમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. દિલ્હીના મુખરજી નગરમાં બિલ્ડીંગમાં આગ લાગી છે અને ત્યાં કોચીંગ કલાસ ચાલતો હતો.

300 વિદ્યાર્થીઓ બિલ્ડીંગમાં હતા. આગની ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓ દોરડા પકડીને જીવ બચાવવા માટે નીચે ઉતરી ગયા હતા.જો કે સદનસીબે દિલ્હીની આગમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. કેટલાંક વિદ્યાર્થી તો જીવ બચાવવા બિલ્ડીંગ પરથી સીધા નીચે કુદી પડ્યા હતા.

દિલ્હીના મુખરજી નગરમાં આવેલી જ્ઞાન બિલ્ડીંગમાં ગુરુવારે આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર ચાલે છે અને જે સમયે આગ લાગી તે સમયે બિલ્ડિંગમાં 300 વિદ્યાર્થીઓ હતા. આગ લાગ્યા બાદ બિલ્ડીંગમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ પછી વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. પોતાનો જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ દોરડાની મદદથી બિલ્ડિંગ પરથી કૂદવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાન ચાર વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આગ સવારે 11.45-11.50 વાગ્યાની આસપાસ લાગી હતી

આગ બિલ્ડિંગના ત્રીજા માળે ઇલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. આગ મોટી ન હતી, પરંતુ ધુમાડો વધ્યા બાદ બાળકો ગભરાઈ ગયા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે ઉતરવા લાગ્યા. વિદ્યાર્થીઓ દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા હતા. નીચે હાજર લોકો દ્વારા વિદ્યાર્થીઓને આ દોરડું ફેંકવામાં આવ્યું હતું. આ પછી લોકોએ ગાદલા પણ ફેલાવી દીધા હતા. આના પર જ વિદ્યાર્થીઓએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે આગ લાગ્યા પછી કોચીંગ ક્લાસમાં કેવી અફરા તફરી મચી ગઇ છે અને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે દોરડાના સહારાથી નીચે ઉતરી રહ્યા છે.

માહિતી મળતાં જ દિલ્હી પોલીસની ટીમ અને 11 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી વિદ્યાર્થીઓને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગે વિદ્યાર્થીઓને કોચિંગમાંથી બહાર કાઢવા માટે સીડીનો પણ ઉપયોગ કર્યો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં લગભગ 300 વિદ્યાર્થીઓ હતા.

ફાયર ડાયરેકટર અતુલ ગર્ગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મુખરજી નગરમાં એક બિલ્ડીંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અમે આગ પર કાબુ મેળવવા માટે 11 ગાડીઓ મોકલી હતી. બધા વિદ્યાર્થીઓને સહી સલામત બચાવી લેવાયા છે. વિદ્યાર્થીઓને ખાસ ગંભીર ઇજા થઇ નથી. સ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ છે. અમારી ગાડીઓ પહોંચે તે પહેલાં જે કેટલાંક વિદ્યાર્થીઓ દોરાડાના સહારે નીચે ઉતરી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp