ઘરમાં આગ, 15 ભડથું: સ્વજનોના મોતથી અજાણ દીકરીએ ચુપચાપ લીધા 7 ફેરા

PC: livehindustan.com

આશીર્વાદ ટાવરમાં લાગેલી આગએ દુ:ખનું એવું દ્રશ્ય રજૂ કર્યું કે, લોકોના હૈયા કંપી ઉઠ્યા. માસુમ બાળકોના મૃતદેહો જોઈને લોકોના હૃદય હચમચી ઉઠ્યા હતા. ચોથા માળે રહેતા સુબોધ લાલ શ્રીવાસ્તવની પુત્રી સ્વાતિના લગ્ન મંગળવારે જ થયા હતા. અગ્નિએ એવો વિનાશ વેર્યો કે આંખના પલકારામાં લગ્નનો ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો.

સુબોધ શ્રીવાસ્તવની પુત્રીના લગ્ન મંગળવારે ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં હતા. પરંતુ દીવાની એક ચિંગારીએ આખા ઘરને આગને હવાલે કર્યું, તેમાં કન્યાની માતા, બહેન, દાદા અને કાકી સહિત 15 લોકોના જીવ લીધા હતા. જ્યારે, કન્યા સ્વાતિ આ બનાવ અંગે સંપૂર્ણપણે અજાણ હતી કે તેના ઘરમાં આટલી મોટી દુર્ઘટના બની છે. તેને એવું પણ કહેવામાં આવ્યું ન હતું કે તેના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે.

જે સમયે એપાર્ટમેન્ટમાં આગ લાગી તે સમયે દુલ્હન બનેલી સ્વાતિ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી. સ્વાતિને તેની માતા અને પરિવારના અન્ય સભ્યોના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી. અહીં, વરરાજા સૌરભ લગ્ન માટે ગિરિડીહ ન્યૂ બરગંડા આશ્રમ રોડથી ધનબાદ પહોંચ્યો હતો. ધનસર મોડ પાસે આવેલી હોટલ સિદ્ધિ વિનાયક ખાતે વરયાત્રા કાઢવામાં આવી હતી. મોડી રાત્રે દુ:ખથી અજાણ સ્વાતિએ સૌરભ સાથે સાત ફેરા લીધા. સ્વાતિ વારંવાર માતા વિશે પૂછી રહી હતી, પણ તેને કહેવામાં આવ્યું કે માતા ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે.

કન્યાને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં આગ લાગી હતી અને તેની માતા ઘાયલ થઈ હતી. આ સાંભળીને તેના ચહેરા પરનું સ્મિત સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું. મંગળવારની રાત્રે લગ્ન સ્થળ સિદ્ધિ વિનાયકમાં ન જાનૈયાઓનું સ્વાગત થયું કે ન જયમાલાની વિધિ, બંનેમાંથી કોઈ વિધિ કરવામાં આવી ન હતી. સીધી લગ્નની વિધિઓ તરત જ શરૂ થઈ ગઈ. આ બધું બનતું જોઈને કન્યા સ્વાતિ આંખમાં પ્રશ્નો સાથે ચુપચાપ તે બધું કરતી ગઈ હતી. તેની આંખો વારંવાર માતા, ભાઈ અને અન્યને શોધતી હતી. પરંતુ તે ચૂપચાપ લગ્નની વિધિઓ કરતી રહી.

અહીં તમને જણાવી દઈએ કે, ધનબાદના જોરાફાટક શક્તિ મંદિર રોડ પર સ્થિત આશીર્વાદ એપાર્ટમેન્ટમાં મંગળવારે સાંજે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હતી. આ એપાર્ટમેન્ટમાં રહેતા સુબોધ લાલની પુત્રીના લગ્ન હતા. હજારીબાગ અને બોકારોના સંબંધીઓ તેના ઘરે આવ્યા હતા. આગને કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ધનબાદના ડેપ્યુટી કમિશનર સંદીપ કુમારે જણાવ્યું કે, આશીર્વાદ એપાર્ટમેન્ટમાં પૂજા ચાલી રહી હતી તે દરમિયાન એક નાનકડા સ્પાર્કથી આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે 15 લોકો તેની ઝપટમાં આવી ગયા હતાં. તેણે જણાવ્યું કે, જ્યારે એપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં રહેતા લગભગ 100 લોકો ટેરેસ તરફ દોડી ગયા હતાં. તેઓ બધા સુરક્ષિત છે. પરંતુ આગ ઓલવવાનો પ્રયાસ કરતા તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp