ફઈએ શાહરૂખને કહ્યુ- ફુઆને મારી નાખ તો તારી સાથે નિકાહ કરીશ, હત્યારાનું કબૂલનામું

PC: newstrack.com

પોલીસે સર્વેલન્સ ટીમ સાથે મળીને ફિરોઝાબાદના શિકોહાબાદમાં નવા વર્ષના પહેલા દિવસે થયેલી હત્યાનો ખુલાસો કર્યો છે. આ હત્યા મૃતકની પત્નીએ તેના પ્રેમી (ભત્રીજા) સાથે મળીને કરી હતી, પોલીસે હત્યામાં વોન્ટેડ 10 હજારના ઇનામવાળા આરોપીને પકડીને જેલ ભેગો કરી દીધો છે. જ્યારે ફરાર થયેલી મૃતકની પત્નીને પકડવા માટે પોલીસે ઘેરો સખત કર્યો છે.

SP ગ્રામીણ રણ વિજય સિંહે જણાવ્યું કે, 1 જાન્યુઆરીની બપોરે મલિખાનપુર રોડ નજીક પવન ભટ્ટા પાસેના પ્લોટમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ નઈમ નિવાસી મોહલ્લા શીશગર વીજળી ઘરની પાછળ, મદૈયા પોલીસ સ્ટેશન સિકંદરરાવ, જિલ્લો હાથરસ તરીકે થઈ હતી. મૃતકની બહેન સાયરા ખાતૂને FIR નોંધાવી છે.

હત્યાનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું કે, નઈમ પુત્ર ગફાર, નિવાસી શંકરપુરીની રવિવારે ઈંટ વડે કચડીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકની પત્નીને શકરપુરીમાં રહેતા નજ્જુ ખાનના પુત્ર ભત્રીજા શાહરૂખ સાથે અનૈતિક સંબંધો હતા.

હત્યારા શાહરૂખે કહ્યું હતું કે, ફઇ સાથે તેના સંબંધ હતા અને ફઇએ કહ્યું હતું કે  ફુઆની હત્યા કરી દે. ત્યારબાદ નિકાહ કરીને બંને જિંદગી સાથે વિતાવીશું. આના પર તેણે પોતાના ફુઆની હત્યા કરી દીધી હતી.

પોલીસે મૃતકની પત્નીની ભૂમિકા અંગે તપાસ કરતાં તેણીની સંડોવણી પણ બહાર આવી હતી. ત્રણ દિવસ સુધી પોલીસ મૃતકની પત્નીને ટ્રાયલ માટે બોલાવતી રહી, પરંતુ જ્યારે તે ન આવી ત્યારે તેઓએ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી.

તપાસ બાદ પોલીસે જૈન ભટ્ટ પ્રતાપપુર રોડ સ્થિત દારૂની દુકાનમાંથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેની ફોઈ શબાના ઉર્ફે અસનેરા સાથે તેના બે મહિનાથી ગેરકાયદે સંબંધો હતા.

મૃતક નઇમ દારૂ પીને તેની પત્નીને માર મારતો હતો. જેના કારણે તે પરેશાન હતી. ત્યારથી મહિલા શાહરૂખને તેના પતિને રસ્તામાંથી દૂર કરવા કહી રહી હતી. પહેલા તો પ્રેમી તૈયાર નહોતો, બાદમાં પ્લાન મુજબ મૃતકની પત્નીએ નઈમને દારૂ પીવડાવવા માટે તેના પ્રેમીને 200 રૂપિયા આપ્યા હતા.

યોજના મુજબ શાહરૂખ તેને એક દારૂના અડ્ડા પર લઈ ગયો જ્યાંથી તેણે બે દારૂની પોટલીઓ ખરીદી હતી. ત્યારબાદ હત્યારા તેને મલીખાનપુર રોડ પર પવન ભટ્ટ પાસે લઈ ગયા હતા જ્યાં તેણે મૃતકને ખૂબ દારૂ પીવડાવ્યો હતો, જ્યારે તે દારૂ પીને નીચે પટકાયો હતો, ત્યારબાદ હત્યારાએ તેના માથા પર ઈંટના ઘા મારીને તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તે ભાગી ગયો હતો. થોડા કલાકો પછી તે ફરીથી ઘટનાસ્થળે પહોંચી ગયો. જેથી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવે. પરંતુ CCTV કેમેરાના ફૂટેજથી પોલીસને ઘણી મદદ મળી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક આશિષ તિવારીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી અને બે ટીમોની રચના કરી અને ઘટનાને વહેલી તકે જાહેર કરવા સૂચના આપી. દરમિયાન, ઇન્સ્પેક્ટર-ઈન્ચાર્જ હરવેન્દ્ર કુમાર મિશ્રાએ આરોપી શાહરૂખ નિવાસી શંકરપુરીને વોન્ટેડ કર્યો હતો અને તેની સામે 10,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસ અને સર્વેલન્સ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને હત્યારાની ધરપકડ કરી હતી અને શનિવારે હત્યાનો ખુલાસો કર્યો હતો, જેના પર દસ હજારનું ઇનામ હતું.

તેમણે પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમને ઘટનાના ઝડપી ખુલાસા માટે પ્રશંસા પત્રો આપીને પ્રોત્સાહિત કર્યા. નઈમની હત્યા બાદ તેના 6 બાળકો હવે અનાથ થઈ ગયા છે. પિતાનું મોત અને પિતાની હત્યાના આરોપમાં માતા જેલમાં જશે. હાલ મૃતકની પત્ની ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે. SP ગ્રામીણ રણવિજય સિંહે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ હત્યાની આરોપી પત્ની પર ઈનામની જાહેરાત કરીને ધરપકડ કરવામાં આવશે અને તેને જેલમાં મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp