પહેલાં સાયરસ મિસ્ત્રી હવે રિષભ પંત, મર્સિડિઝ બેન્ઝના બે ચર્ચિત રોડ અકસ્માત

PC: Livemint.com

ક્રિકેટર રિષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. જો કે તેની હાલત સ્થિર છે. જ્યારે પંત દિલ્હીથી રૂરકી જઈ રહ્યા હતા ત્યારે તેનો રોડ અકસ્માત થયો હતો. તે મર્સિડીઝ બેન્ઝમાં સવાર હતો. આ વર્ષનો આ બીજો મોટો રોડ એક્સિડન્ટ છે, જેમાં મર્સિડીઝ બેન્ઝ સામેલ છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ટાટાસન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ બેન્ઝને પણ અકસ્માત થયો હતો, જેમાં તેમનું મોત થયું હતું. હવે રિષભ પંત પણ મર્સિડીઝમાં જ જઇ રહ્યો હતો અને તેની કારને અસ્માત નડ્યો, પણ સદનસીબે પંત બચી ગયો છે.

આ વર્ષનો આ બીજો મોટો અકસ્માત છે જેમાં મર્સિડીઝ બેન્ઝ સામેલ છે. આ વર્ષની શરૂઆતમાં સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. તે અકસ્માતમાં મિસ્ત્રીના મિત્ર જહાંગીર દિનશા પંડોલેનું પણ મોત થયું હતું. મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ GLC 220 D 4MATIC માં મુસાફરી કરી રહ્યા હતા.મુંબઈની ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે આ કાર ચલાવી રહ્યા હતા અને  તેમની બાજુમાં તેમના પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા અને સાયરસ અને જહાંગીર પંડોલે પાછળ બેઠા હતા. સાયરસ મિસ્ત્રી અને જહાંગીરે સીટ બેલ્ટ નહોતા પહેર્યા અને તે જ તેમના મોતનું કારણ માનવામાં આવે છે. જ્યારે ડ્રાઇવીંગ કરી રહેલા અનાહિતા પંડોલ અને તેમના પતિએ સીટ બેલ્ટ પહેર્યા હતા, તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ બંને  ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હવે બીજા અકસ્માતની વાત કરીએ તો 30 ડિસેમ્બર, શુક્રવારે એટલે કે આજે ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર અને વિકેટ કીપર રિષભ પંતની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. પોતાની માતાને સરપ્રાઇઝ આપવા ઘરે જઇ રહેલા રિષભ પંતનો દિલ્હી- દહેરાદૂન હાઇવે પર અસ્માત નડ્યો હતો. પંત જે કાર ચલાવી રહ્યો હતો તે Mercedes-AMG GLE 43 4MATIC Coupe  કાર હતી.

પહેલા સાયરસ મિસ્ત્રી અને હવે રિષભ પંતના અકસ્માત બાદ મર્સિડીઝ બેન્ઝના સેફ્ટી ફિચર્સ સામે સવાલ ઉઠી રહ્યા છે. જો કે મર્સિડીઝની ગણતરી એકદમ સુરક્ષિત કારમાં થાય છે.

વર્ષ 2022ને વિદાય થવામાં હવે એક જ દિવસની વાર છે, પરંતુ આ વર્ષમાં મર્સિડીઝ કારના બે મોટા અકસ્માતો ભારે ચર્ચામાં રહ્યા છે એક સાયરસ મિસ્ત્રી અને બીજો અકસ્માત રિષભ પંતનો

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp