પ્રેમિકા સાથે લગ્ન કરવા પહોંચ્યો 5 બાળકોનો પિતા, પહેલી પત્નીને ખબર પડી તો...

PC: bhaskar.com

બિહારના એક કોર્ટ પરિસરમાં શુક્રવારે ફેમિલી ડ્રામા જોવા મળ્યા. કોર્ટમાં બીજા લગ્ન કરવા પહોંચેલા 5 બાળકોના પિતાની પહેલી પત્નીએ જોરદાર હોબાળો કર્યો. હોબાળો જોઈને કોર્ટ પરિસરમાં ભીડ ભેગી થઈ ગઈ, પછી ત્યાં ઉપસ્થિત લોકોએ મામલો થાળે પાડ્યો. પતિના બીજા લગ્ન જોઈને પહેલી પત્ની જ્યાં ભરણ-પોષણ માટે હિસ્સો માગવા લાગી, તો બીજી પત્નીને એ ખબર નહોતી કે તેનો પ્રેમી પહેલાથી જ પરિણીત છે, પરંતુ તે પણ સાથે રહેવા માગે છે.

જમુઈ જિલ્લાના ઝાઝા વિસ્તારના રહેવાસી જિતેન્દ્રના પહેલા લગ્ન વર્ષ 2011માં રૂબી દેવી સાથે થયા હતા, તેનાથી તેને 5 સંતાનો પણ છે. ત્યારબાદ જિતેન્દ્ર કોન્ટ્રાકી કરવા જમશેદપુર જતો રહ્યો, જ્યાં દોઢ મહિના અગાઉ જ પાડોશીની એક છોકરી કાજલ સાથે પ્રેમ કરવા લાગ્યો. પહેલી પત્ની અને 5 બાળકોને ભૂલીને કાજલ સાથે પ્રેમ પ્રસંગમાં ડૂબી ગયેલા જિતેન્દ્રએ 8 દિવસ અગાઉ મંદિરમાં બીજા લગ્ન કરી લીધા હતા અને શુક્રવારે કોર્ટ મેરેજ કરવા માટે કોર્ટ પરિસર પહોંચ્યો હતો.

તેની જાણકારી પહેલી પત્નીને મળી ગઈ અને પછી શું હતું, કોર્ટ પહોંચીને પોતાની હિસ્સેદારી માગતા હોબાળો કરવા લાગી. આ અંગે જિતેન્દ્રએ જણાવ્યું કે, તે 5 સંતાનોનો પિતા છે. ટાટામાં કામ કરવા દરમિયાન કાજલ સાથે પ્રેમ થઈ ગયો હતો અને ત્યારબાદ બીજા લગ્ન કરી રહ્યો છે. તેને તેનો હક્ક જોઈએ જિંદગી જીવવા માટે પતિની કમાણીનો અડધો હિસ્સો જોઈએ છે. પરિણીત અને 5 બાળકોના પિતા સાથે લગ્ન કરનારી કાજલે જણાવ્યું કે, ટાટામાં તેને જિતેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો અને પછી લગ્ન કરી લીધા. તેણે પૂછ્યું નહોતું કે પરિણીત છે કે નહીં અને તેણે પણ આ વાત ન કહી, તેને કોઈ આપત્તિ નથી કે જિતેન્દ્ર પરિણીત છે, 5 બાળકોનો પિતા છે, તે ઈચ્છે છે કે બધા સાથે મળીને રહે.

જો કે, જિતેન્દ્ર બીજા લગ્ન કરવા માટે જે એડવોકેટ પાસે પહોંચ્યો હતો, એ એડવોકેટ નરેશ પાંડેએ પણ બીજા લગ્નને ગેરકાયદેસર બતાવતા કોર્ટ મેરેજ કરાવવાની ના પાડી દીધી. ત્યારબાદ લગ્ન વગર જ જિતેન્દ્રને પોતાની પત્ની સાથે પાછું ફરવું પડ્યું. જિતેન્દ્રના એડવોકેટે જણાવ્યું કે, જ્યારે તે લગ્ન માટે કોર્ટ પહોંચ્યો તો તેમને એ વાતની જાણકારી નહોતી કે તે પહેલાથી જ પરિણીત છે. જ્યારે તેની પહેલી પત્ની અને બાળકો કોર્ટ પહોંચ્યા તો તેમણે લગ્ન કરાવવાની ના પડતા તેને ગુનો ગણાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp