સાલાસર બાલાજી ધામના દર્શનેથી આવતી પિકઅપ, ટ્રક સાથે અથડાતા 3 બાળકો સહિત 5ના મોત

PC: patrika.com

રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં શનિવારે રાત્રે ટ્રક અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. સામસામે થયેલા જોરદાર ટક્કરમાં પિકઅપમાં સવાર 3 માસૂમ બાળકો સહિત 5 લોકોના મોત થઈ ગયા છે. આ બધા લોકો સાલાસર બાલાજી ધામના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, પિકઅપમાં સવાર બધા લોકો હિસાર (હરિયાણા)ની નજીક સયાડવાના રહેવાસી હતા. બધા લોકો પરિવાર સહિત સાલાસર બાલાજી ધામના દર્શન કરીને પાછા પોતાના ઘરે ફરી રહ્યા હતા, આ દરમિયાન આ અકસ્માત થઈ ગયો.

ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે બધા શબોને રાજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની મોર્ચરીમાં રખાવી દીધા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પરથી મળેલી જાણકારીના હિસાબે ટક્કર એટલી તેજ હતી કે ખૂબ દૂર સુધી તેનો અવાજ સંભળાયો. ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચેલા લોકોએ પોલીસને તેની જાણકારી આપી. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટનાસ્થળ પર દુર્ઘટનાની સ્થિતિ જોઈને લોકો પણ હેરાન રહી ગયા. ટ્રક સાથે ટકરાયેલી પિકઅપની હાલત એટલી ખરાબ હતી કે, લોકો પોતાના આંસુ ન રોકી શક્યા.

જિલ્લામાં સાદુલપુર તાલુકામાં આવેલા રતનપુર ગામમાં મોડી રાત્રે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં 5 લોકોના મોત થવાથી ચારેય તરફ રોકકળ મચી ગઈ હતી. ટ્રક અને પિકઅપ ગાડીઓ વચ્ચે સામસામેની જોરદાર ટક્કર થઈ, આ ઘટનામાં પિકઅપ ગાડીમાં સવાર 3 બાળકોના પણ મોત થઈ ગયા. બધા લોકો હરિયાણા નજીક હિસાર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સયાડવા ગામના રહેવાસી હતા અને સાલાસર બાલાજી ધામના દર્શન કરીને ફરી રહ્યા હતા.

બીજી તરફ ઘટનાની જાણકારી મળતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકો અને ઇજાગ્રસ્તોને પિકઅપમાંથી કાઢ્યા અને 108 હૉસ્પિટલ પહોંચાડ્યા. તો પોલીસે જાણકારી આપી કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ વિમલા (ઉંમર 63 વર્ષ), કૃષ્ણા (ઉંમર 60 વર્ષ), સરસ્વતી (ઉંમર 5 વર્ષ), અંકિત (ઉંમર 8 વર્ષ) અને અંજલિ (5 વર્ષ) તરીકે થઇ છે. આ બધા લોકોનું મોત ઘટનાસ્થળ પર જ થઈ ગયું હતું. એ સિવાય અકસ્માતમાં સોનૂ ઓમ અને પ્રવીણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે, જેમની હૉસ્પિટલમાં સરવર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp