પિતાના અંતિમ સંસ્કાર પછી નાહવા જતા પાંચ વર્ષનો ઋત્વિક ડૂબ્યો

PC: amarujala.com

શાહજહાંપુરના જલાલાબાદમાં પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા ગયેલા પાંચ વર્ષનો પુત્ર રિતિક રામગંગા નદીમાં ડૂબી ગયો હતો. જ્યાં સુધી તેને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. પતિના મૃત્યુ પછી પુત્રનું પણ મોત થયાના સમાચાર સાંભળતા જ માતા બેહોશ થઈને જમીન પર પટકાઈ પડી હતી.

જલાલાબાદ વિસ્તારના દુમુકાપુર ગામનો રહેવાસી પ્રમોદ શર્મા વર્ષોથી શહેરના વોર્ડ અંગદનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. ઘણા લાંબા સમયથી બીમાર રહેલા પ્રમોદ (38)ની શુક્રવારે સાંજે અચાનક તબિયત વધારે બગડતાં પરિવારવાળા તેને સારવાર માટે તાત્કાલિક બરેલી લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોડી રાત્રે તેનું મૃત્યુ થઇ ગયું હતું. બીજા દિવસે શનિવારે તેના મૃતદેહને કુટુંબીજનો અંતિમ સંસ્કાર માટે કોલાના રામગંગા ઘાટ પર લઈ ગયા હતા.

તેમના મોટા પુત્ર દસ વર્ષીય હિમાંશુને મુખાગ્નિ આપવા માટે લઈ ગયા હતા. પ્રમોદનો નાનો પુત્ર રિતિક પણ તેઓની સાથે ગંગા ઘાટ જતી ટ્રોલી પર બેસી ગયો હતો. એવું કહેવામાં આવે છે કે, લગભગ 1.30 વાગ્યે અંતિમ સંસ્કાર થઇ ગયા પછી, રિતિક પણ અન્ય લોકો સાથે નદીમાં પ્રવેશ્યો અને સ્નાન કરવા લાગ્યો હતો.

આ દરમિયાન તેનો પગ અચાનક લપસી ગયો અને તે ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને ત્યાં સ્નાન કરી રહેલા રિતિકના સંબંધીઓ કાલી અને સિમરને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ઊંડા પાણીમાં  ઉતરી ગયા હતા અને તેમનું સંતુલન ગુમાવી દીધું હતું. ત્યારે તરત જ ત્યાં હાજર ત્રણ માછીમારોએ નદીમાં કૂદીને તે બધાને બહાર કાઢ્યા હતા.

આ દરમિયાન રિતિક બેહોશ થઈ ગયો હતો. ભારે ઉતાવળમાં તરત જ તેને બાઇક દ્વારા જલાલાબાદ CHCમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. પતિ મૃત્યુ પછી પુત્રના પણ મોતના સમાચાર સાંભળતા જ મા મમતા ચક્કર ખાઈને બેહોશ થઈને જમીન પર પડી ગઈ હતી. ત્યાં હાજર આસપાસના લોકોએ તેને કોઈક રીતે સાંભળી હતી.

આમ એક પછી એક એમ બે ગમગીન ઘટના, પિતા અને પછી પુત્રના મોત થવાથી ગામના લોકો ઘણા આઘાતમાં પડી ગયા છે. એક જ દિવસમાં પતિ અને પુત્ર ગુમાવનાર મમતાના હોશ ઉડી ગયા છે. પરિવારના સંબંધીઓ તેને કોઈક રીતે સંભાળી રહ્યા હતા. આ પછી જે ઘાટ પર પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તે જ ઘાટ પર પુત્રને પણ દફનાવી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp