ફ્લિપકાર્ટે મહિલાને 12499 રૂપિયાનો ફોન ન પહોંચાડ્યો, હવે 42000 આપવા પડશે

PC: zeenews.india.com

ઓનલાઇન શોપિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. પણ, ઓનલાઇન શોપિંગ કરવું સરળ હોવાની સાથે સાથે રિસ્કી પણ હોઇ શકે છે. કેટલીક વખત યુઝરને ખોટા ઓર્ડર પણ મળી જાય છે. જ્યારે, કેટલાક કેસમાં ઓનલાઇન સામાન ઓર્ડર કર્યા બાદ પણ સામાન નથી મળતો.

પણ, આ વખતે આમ કરવું ઇ કોમર્સ કંપનીને મોંઘુ પડી ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બેંગલોરની રહેવાસી મહિલાને હવે ફ્લિપકાર્ટે દંડ રૂપે પૈસા ચૂકવવા પડશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, મહિલાએ 12499 રૂપિયાનો મોબાઇલ ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કર્યો હતો.

પણ, તેને ફોનની ડિલીવરી ન મળી. તેણે તેના વિશે ફ્લિપકાર્ટ સાથે કેટલીક વખત કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી છતાં કંપનીનો રિસ્પોન્સ ન મળ્યો. તેણે ઓર્ડર કરેલો ફોન કદી મળ્યો જ નહીં. જે બાદ તેણે તેના વિશે ફરિયાદ કરાવી.

આ મુદ્દે કંઝ્યુમર કોર્ટ તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં કહેવાયું કે, ફ્લિપકાર્ટ મહિલાને મોબાઇલની કિંમત 12499 રૂપિયા પાછા આપી દે. તે સિવાય તેના પર 12 ટકા વ્યાજ પણ કંપનીએ ચૂકવવું પડશે. કોર્ટે એ પણ કહ્યું કે, કંપની 20 હજાર રૂપિયાનો ફાઇન અને 10 રૂપિયા લીગલ ખર્ચ પણ મહિલાને ચૂકવે.

બેંગલોર કંઝ્યુમર કોર્ટે કહ્યું કે, ફ્લિપકાર્ટે ટર્મ્સ ઓફ સર્વિસમાં બેદરકારી દાખવી છે અને અનએથિકલ પ્રેક્ટિસને પોલો કરી છે. ઓર્ડરમાં એ પણ કહેવાયું કે, ફોનની ટાઇમલાઇન પર ડિલીવરી ન થવાના કારણે કસ્ટમરને ફાઇનાન્શિયલ લોસ અને મેન્ટલ ટ્રોમાથી પસાર થવું પડ્યું છે.

ઓર્ડરમાં એ પણ કહેવાયું છે કે, વગર ફોનની ડિલીવરી મહિલા ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતી રહી. કસ્ટમર કેર સાથે સંપર્ક કર્યા બાદ પણ તેને કોઇ રિસ્પોન્સ ન મળ્યો. આવું પહેલી વખત નથી થયું. આ પહેલા પણ કેટલાક કેસ આપણે જોઇ ચૂક્યા છીએ. આ કારણે ઓનલાઇન શોપિંગ દરમિયાન સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

આ પહેલા પણ એક વ્યક્તિએ ઓનલાઇન મોબાઇલ કર્યો હતો અને તેને બોક્સમાં મોબાઇલ નહીં પણ સાબુ મળ્યા હતા. જોકે, કંપનીએ તે વ્યક્તિને ફરિયાદ કર્યા બાદ મોબાઇલ મળી ગયો હતો. આવા કિસ્સા ન બને તે માટે કંપની ડિલિવરી બોયની સામે જ પોતાનું પેકેટ ખોલવાની કસ્ટમરને સલાહ આપતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp