GST કાઉન્સિલનો નિર્ણય, ઓનલાઇન ગેમિંગ પર 28%, આ દવા પર ઝીરો ટેક્સ અને કાર...

PC: cnbctv18.com

GST કાઉન્સિલની 50મી બેઠક મંગળવારે પૂર્ણ થઈ. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં નાણા મંત્રી નિર્મલા સીતારમનના નેતૃત્વમાં થયેલી આ બેઠકમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને નિર્ણયો લેવામાં આવ્યા. તેમા નાણા મંત્રી પંકજ ચૌધરી સામેલ છે. તેમની સાથે જ તેમા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રી અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારી પણ સામેલ રહ્યા. બેઠકમાં લેવામાં આવેલા મોટા નિર્ણયોની વાત કરીએ તો ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં આયોજિત થયેલી આ બેઠકમાં લેવામાં આવેલા અન્ય મોટા નિર્ણયોની વાત કરીએ તો કાઉન્સિલે GST ટ્રિબ્યૂનલના ગઠનને મંજૂરી આપી દીધી છે. GST ટ્રિબ્યૂનલનું ગઠન થવાથી કરદાતાઓને મોટી રાહત મળશે. ટ્રિબ્યૂનલ બન્યા બાદ GST સાથે સંકળાયેલા વિવાદોને સરળતાથી સોલ્વ કરી શકાશે. તે અંતર્ગત મહારાષ્ટ્રમાં 7 અને પશ્ચિમ બંગાળમાં 2 ટ્રિબ્યૂનલ બનાવવામાં આવશે. આ ઉપરાંત, હવે કેન્સરની ઇમ્પોર્ટેડ દવા પર IGST નહીં લગાવવામાં આવશે. જણાવી દઇએ કે, પહેલાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, GST કાઉન્સિલની આ બેઠકમાં કેન્સરની દવા Dinutuximab નું ઇમ્પોર્ટ સસ્તુ થઈ શકે છે. જણાવી દઈએ કે, હાલ તેના પર 12 ટકા IGST લાગે છે, જેને કાઉન્સિલે ઘટાડીને ઝીરો કરી દીધુ છે. આ દવાનો એક ડોઝ 63 લાખ રૂપિયાનો છે.

બીજી તરફ, ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનોની પૂરી કિંમત પર 28 ટકા GST લગાવવામાં આવશે. આ ઉપરાંત, ગાડીઓના રજિસ્ટ્રેશન પર GSTનો શેર કંન્ઝ્યુમર સ્ટેટને પણ મળશે, આ મામલા પર પણ સહમતિ બની ગઈ છે. જણાવી દઈએ કે, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની અધ્યક્ષતાવાળા (GoM) એ પોતાના રિપોર્ટમાં ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રસ્તાવને લીલી ઝંડી બતાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બેઠક બાદ મહારાષ્ટ્રના મંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું કે, ઓનલાઇન ગેમિંગને GST કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સનો કોઈ મતલબ નથી. જેટલી પણ ફેસ વેલ્યૂ છે તેના પર 28 ટકા GST લાગશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, ચાર આઇટમ પર GSTમાં કાપનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઉપરાંત, UNCOOKED આઇટમ પર GSTને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. તેમજ ઇમિટેશન, જરી દોરા પર ટેક્સને 12 ટકાથી ઓછો કરતા હવે 5 ટકા કરી દેવામાં આવ્યો છે. ઓટો સેક્ટરને લઇને પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત નાણા મંત્રીએ જણાવ્યું કે, સિડાન કાર પર 22 ટકા સેસ નહીં લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp