રસ્તાઓ અને ગટર જેવા નાના મુદ્દાઓને બદલે 'લવ જેહાદ' પર ધ્યાન આપો: BJP અધ્યક્ષ

PC: twitter.com/nalinkateel

કર્ણાટક BJP અધ્યક્ષ નલિન કુમાર કતિલના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને રસ્તા અને ગટર જેવા વિકાસ કાર્યોને બદલે 'લવ જેહાદ' પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. કતિલે સોમવારે મેંગલુરુમાં બૂથ વિજય અભિયાનના ભાગરૂપે BJPના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, 'રસ્તા અને ગટર જેવા નાના મુદ્દાઓ પર વાત ન કરો. જો તમે તમારા બાળકોના ભવિષ્યની ચિંતા કરતા હોવ અને લવ જેહાદને રોકવા માંગતા હોવ તો તમારે BJPની જરૂર છે. લવ જેહાદથી છુટકારો મેળવવા માટે BJPની જરૂર છે.'

કતિલે કહ્યું કે, BJP એકમાત્ર એવી પાર્ટી છે જે 'લવ જેહાદ' વિરુદ્ધ કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું, 'BJP જ ગોહત્યા વિરુદ્ધ કાયદો લાવ્યો અને ધર્માંતરણ વિરુદ્ધ કાયદો લાવી. લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવનાર BJP જ હશે. 'લવ જેહાદ' એવો શબ્દ છે જેનો ઉપયોગ ફક્ત ભારતીય જનતા પાર્ટી (BJP) પોતે જ કરે છે. જમણેરી નેતાઓ તેને બળ અથવા યુક્તિ દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણ કહે છે.

પ્રદેશ BJP અધ્યક્ષે પાર્ટીના કાર્યકરોને પૂછ્યું કે, શું કર્ણાટકના લોકો 'નવા કર્ણાટક' (નવું કર્ણાટક) ઈચ્છે છે કે 'આતંકવાદીઓ વાળુ કર્ણાટક'. તેમણે કોંગ્રેસને 'આતંકવાદીઓની પાર્ટી' ગણાવી હતી. નલિન કુમાર કતિલે KPCC પ્રમુખ DK શિવકુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ આતંકવાદીઓના સમર્થનમાં બોલ્યા હતા. તેમણે વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને શિવકુમાર સહિત કોંગ્રેસના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

કતિલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શિવકુમારે મંગળવારે કહ્યું કે, BJP આવી ટિપ્પણીઓથી નફરત ફેલાવવા માંગે છે. તેમણે કહ્યું કે, BJPના નેતાઓ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવકુમારે કહ્યું, 'આ ખૂબ જ ખરાબ સંદેશ છે. તેઓ વિકાસને પ્રાથમિકતા આપતા નથી તેનો આ સ્પષ્ટ પુરાવો છે. BJPના નેતાઓ નફરત ફેલાવવા અને દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે વિકાસ, રોજગાર, ભૂખમરાની સમસ્યા અને મોંઘવારી પર ધ્યાન આપી રહ્યા છીએ. તેઓ માત્ર લોકોની ભાવનાઓ સાથે રમત કરી રહ્યા છે.'

કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયંક ખડગેએ પણ પ્રદેશ BJP અધ્યક્ષના નિવેદન પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા BJP પાસે લોકોને બતાવવા માટે કંઈ નથી. તેથી તેઓ મતદારોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખડગેએ કહ્યું, 'BJP અધ્યક્ષનો સંદેશ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. એ લોકો પાસે બતાવવા માટે કંઈ નથી. તેથી તેઓ ચૂંટણીમાં ધ્રુવીકરણનો આશરો લેવા જઈ રહ્યા છે. છેવટે, BJPને ક્યારેય રાજ્યના વિકાસની કે યુવાનોના ભવિષ્યની વાત કરતા સાંભળવામાં આવ્યા નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp