1 ફોન માટે 41 લાખ લીટર પાણી વેડફી દેનારા અધિકારીની બંદૂક સાથેની તસવીરો વાયરલ
કાંકેર જિલ્લાના પંખાજૂરનો એક મામલો સૌથી વધુ ચર્ચામાં છે. અહીં બાંધના બહારના ભાગમાં પડેલા મોબાઇલ ફોનને કાઢવા માટે એક ફૂડ ઇન્સ્પેક્ટરે આશરે 41 લાખ લીટર પાણી વહાવી દીધુ. ઘટના સામે આવવા પર કલેક્ટર પ્રિયંકા શુક્લાએ અધિકારી રાજેશ વિશ્વાસને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધો. હવે સસ્પેન્ડેડ ફૂડ ઇન્સપેક્ટર રાજેશ વિશ્વાસ પોતાની એક જુની ફેસબુક પોસ્ટને પગલે બીજા મામલામાં ફસાતો દેખાઈ રહ્યો છે. મોંઘા મોબાઇલ અને ગાડીઓના શોખીન રાજેશનો એક ફોટ વિદેશી પિસ્તોલ સાથે વાયરલ થઈ રહ્યો છે. આ મામલામાં હવે છત્તીસગઢ પોલીસ નોટિસ જાહેર કરી શકે છે. 10 ફેબ્રુઆરી, 2022ના રોજ શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં રાજેશ વિશ્વાસ પોતાની કમરમાં એક જર્મન મેડ પિસ્તોલ સાથે દેખાઇ રહ્યો છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે, મારી ટીકા કરનારાઓને મારો વાયદો છે મારો, તેમને મારા વખાણ કરવાની તક જરૂર આપીશ.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર દર્શાવે છે કે, સસ્પેન્ડેડ ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસ મોંઘી ગાડીઓ, મોંઘા મોબાઇલ વાપરવા સહિત ફરવાનો શોખીન છે. રવિવારે પાર્ટી કરતી વખતે જ તેનો મોબાઇલ ડેમમાં પડી ગયો હતો અને પોતાના ઓફિસર હોવાની અકડને પગલે જ તેણે ડેમનું આશરે 41 લાખ લીટર પાણી ખાલી કરાવી દીધુ હતું. ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસ રવિવાર (21 મે) ના રોજ પોતાના ફ્રેન્ડ્સ સાથે વિસ્તારના પરલકોટ તળાવ ફરવા ગયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તે સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે તેનો આશરે 96 હજાર રૂપિયાનો Samsung Galaxy S23 મોબાઇલ ફોન ઊંડા પાણીમાં પડી ગયો હતો. સરકારી અધિકારીએ સ્થાનિક ગ્રામીણોની મદદથી ડિઝલ પંપનો ઉપયોગ કર્યો અને ત્યાંથી મોટી માત્રામાં પાણી ગુરુવાર સુધી બહાર કાઢવામાં આવ્યું. જોકે, અધિકારીનો મોબાઇલ ફોન મળી ગયો હતો પણ, તે ખરાબ થઈ ગયો હતો.
પોતાની સફાઈમાં રાજેશે કહ્યું કે, ડેમની પાસે તેની ઓળખાણવાળા સ્થાનિક લોકોએ કહ્યું કે, ટેન્ક માત્ર 10 ફૂટ ઊંડી છે અને ફોનને શોધી શકાય છે. શરૂઆતમાં તેમણે તેને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ના મળ. પછી ઊંડા પાણીમાં જઇને મોબાઇલ શોધનારા લોકોને બોલાવવામાં આવ્યા તો તેમણે સલાહ આપી કે જો પાણી 3-4 ફૂટ સુધી ખાલી કરવામાં આવે તો ફોન કાઢી શકાય છે. તો મેં સિંચાઈ વિભાગના SDO સાથે વાત કરી તેમણે કહ્યું કે, પાણીનો ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં નથી આવતો આથી તું તેને ખાલી કરાવી શકે છે. આથી, મેં પોતાના ખર્ચે સ્થાનિક લોકોની મદદથી 2-3 ફુટ પાણી ખાલી કરાવ્યું અને પછી ફોન મળી ગયો. મેં પાણી કાઢીને નજીકના તળાવોમાં પહોંચાડી દીધુ. પાણી બરબાદ નથી થયુ.
બીજી તરફ, શુક્રવારે જ્યારે મામલો સામે આવ્યો ત કાંકેજ જિલ્લાના કલેક્ટર પ્રિયંકા શુક્લાએ આ સંબંધમાં રિપોર્ટ માંગ્યો અને રાજેશને સસ્પેન્ડ કરી દીધો. કલેક્ટર શુક્લાએ જળ સંશાધન વિભાગના એસડીઓ આરસી ધીવરને જેમની બહારના વિસ્તારમાંથી પાણી કાઢવાની મૌખિક પરવાનગી આપવા બદલ કારણ દર્શાવો નોટિસ જાહેર કરી દીધી છે. સસ્પેન્ડના આદેશ અનુસાર, વિશ્વાસે પરલકોટ જળાશયના વેસ્ટ વેરમાંથી આશરે 4104 ક્યૂબિક મીટર એટલે કે 41 લાખ લીટર પાણી ડિઝલ પંપ વડે વહાવી દીધુ.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાના સંબંધમાં પખાંજૂરના એસડીએમ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો, જેમા કહેવામાં આવ્યું હતું કે મોબાઇલ ફોનને શોધવા માટે પરવાનગી વિના 4104 ક્યૂબિક મીટર પાણી ખાલી કરાવવામાં આવ્યું. ફૂડ ઇન્સપેક્ટર વિશ્વાસે પોતાના મોબાઇલ ફોનને શોધવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને સક્ષમ અધિકારી પાસે પરવાનગી વિના ભીષણ ગરમીની ઋતુમાં લાખો લીટર પાણી વ્યર્થ વહાવી દીધુ, જે અસ્વીકાર્ય છે. આ કૃત્ય માટે તેમને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp