26th January selfie contest

દેશમાં પહેલીવાર સમુદ્રની અંદર બનશે 7 કિમી લાંબી ટનલ, દોડશે અમદાવાદ...

PC: news18.com

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન ચલાવવા માટે સમુદ્રની અંદર 7 કિલોમીટર લાંબી ટનલ બનશે. આ દેશમાં બનનાર પ્રથમ સમુદ્રી ટનલ હશે. NHSRCL એ ટેન્ડર આમંત્રિત કર્યા છે. એમ તો, ટનલ 21 કિલોમીટર લાંબી રહેશે, પણ આનો 7 કિલોમીટરનો ભાગ સમુદ્રની અંદર રહેશે. અંડર-સી ટનલનું નિર્માણ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ અને શિલફાટામાં અંડર ગ્રાઉન્ડ સ્ટેશનની વચ્ચે કરવામાં આવશે. ટનલ બોરિંગ મશીન અને ન્યૂ ઓસ્ટ્રીયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને ટનલનું નિર્માણ કરવામાં આવશે.

મુંબઈ-અમદાવાદની વચ્ચે 508 કિમી લાંબી ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ લાઈન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલુ છે. થાણેની ખાડીમાં 7 કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. બૂલેટ ટ્રેન આ ટનલ માંથી 300 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પસાર થશે, આ ટનલ એક ટ્યૂબમાં રહેશે. ટનલમાં બે ટ્રેક હશે, જે આમાં આવતી અને જતી ટ્રેનો માટે રહેશે. આટલું જ નહીં, સમુદ્રી ટનલની આજુબાજુ 37 જગ્યાઓ પર રૂમ પણ બનાવવામાં આવશે.

NHSRCLએ ગત વર્ષે નવેમ્બરમાં પણ ભૂમીગત ટનલ નિર્માણ કાર્યો માટે બોલીઓ આમંત્રિત કરી હતી, પણ પછી પ્રશાસનિક કારણોનો હવાલો આપીને રદ્દ કરી દીધી હતી. દેશમાં બનનાર પહેલી અંડર-સી ટનલ જમીનથી અંદાજે 25 થી 65 મીટર નીચે રહેશે, સૌથી વધુ ઊંડાણ શિલફાટાની નજીક પારસિક પહાડીથી 114 મીટર નીચે રહેશે.

NHSRCL સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર, BKC (પેકેજ C1 હેઠળ), વિક્રોલી અને સાવલીમાં ટનલનું ઊંડાણ ક્રમશ: 36,56 અને 39 મીટર રહેશે અને ત્રણ શિફ્ટના માધ્યમથી નિર્માણ કરવામાં આવશે. આવી રીતે ઘનસોલીમાં 42 મીટરનું ઇન્કલીનેડ શાફ્ટના માધ્યમથી સમુદ્રી ટનલનું નિર્માણ કરવામાં આવશે.

વિક્રોલી અને સાવલીમાં ટનલની ઊંડાણ 36,56 અને 39 મીટર, જ્યારે ઘનસોલીમી 42 મીટર વળેલું શાફ્ટ અને શિલફાટામાં ટનલ પોર્ટલ NTM ટનલિંગ વિધિના માધ્યમથી 5 કિમી ટનલનું નિર્માણ કરવામાં આવશે. ટનલના નિર્માણ માટે 13.1 મીટર વ્યાસની કટર હેડ ધરાવતી ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.

રેલવે મંત્રાલયને આશા છે કે, વર્ષ 2026મા બૂલેટ ટ્રેનનું પહેલું ટ્રાયલ રન થશે. 508 કિમીમાંથી 352 કિમી માર્ગ ગુજરાતના ભાગમાં છે. હાઈ-સ્પીડ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે. PM મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, આમાં 1.08 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp