સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર મુકબધીર વકીલે કરી દલીલ,જાણો CJIએ આ ભાષા કેવી રીતે સમજી

સારા સની દેશની પ્રથમ બધિર વકીલ છે. તેને જન્મથી જ સંભળાતું નથી. પિતા સની અને માતા બેટ્ટીનું આ બાળક ઇતિહાસ રચવામાં સફળ રહ્યું. મક્કમતા અને સખત મહેનત દ્વારા સારાએ વકીલાતના વ્યવસાયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

પ્રથમ વખત કોઈ બહેરા અને મૂંગા વકીલે સાઈન ઈન્ટરપ્રીટરનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં કેસની દલીલ કરી છે. આ કેસમાં દેશના મુખ્ય ન્યાયાધીશ CJI D.Y. ચંદ્રચુડના વલણે મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો, જ્યારે તેમણે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન મુકબધીર મહિલા વકીલના દુભાષિયાને સ્ક્રીન પર જગ્યા આપવાનું કહ્યું. આ અગાઉ, સુપ્રીમ કોર્ટના મધ્યસ્થીએ તેને સ્ક્રીન પર લાવવાનો ઇનકાર કર્યો હતો.

મામલો 22 સપ્ટેમ્બર શુક્રવારનો છે. એક સામાન્ય સવારે દેશની સર્વોચ્ચ અદાલતની વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી હતી. પછી સ્ક્રીન પર એક નાનકડી બારી દેખાઈ, જેમાં એક વ્યક્તિ કોર્ટની કાર્યવાહીનું સાંકેતિક ભાષામાં અર્થઘટન કરતી દર્શાવતી હતી. ભારતીય સાંકેતિક ભાષા (ISL)ના દુભાષિયા, સૌરવ રોયચૌધરી, એ બારીમાંથી દેખાતા હતા, જેમની હાજરી રેકોર્ડ પરના એડવોકેટ સંચિતા N દ્વારા ગોઠવવામાં આવી હતી. સંચિતાએ તેના મુકબધીર જુનિયર એડવોકેટ સારા સની માટે આ પ્રયાસ કર્યો હતો. સંચિતા ઇચ્છતી હતી કે તેના જુનિયર વકીલ, મુકબધીર સારા સની, કેસની સુનાવણીમાં તેનો પક્ષ રજૂ કરે અને પોતે કોર્ટ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે.

મીડિયા સૂત્રોને પ્રાપ્ત અહેવાલ મુજબ, સંચિતા Nને વર્ચ્યુઅલ કોર્ટરૂમના મધ્યસ્થીના પ્રારંભિક પ્રતિકારનો સામનો કરવો પડ્યો, જેણે તેને કહ્યું કે, દુભાષિયાને કોર્ટની કાર્યવાહીના સમગ્ર સમયગાળા માટે તેનો વીડિયો ચાલુ રાખવાની મંજૂરી આપી શકાતી નથી. જોકે, કેસની સુનાવણી કરી રહેલા CJI DY ચંદ્રચુડે દુભાષિયાને તેનો વીડિયો ચાલુ રાખવાની મંજૂરી આપી અને કહ્યું, 'અલબત્ત, દુભાષિયા કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી.' વર્ચ્યુઅલ કોર્ટરૂમમાં આ પહેલીવાર સુનાવણી થઈ રહી હતી. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

દુભાષિયા સૌરવની ગતિ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ તેમની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા ન હતા. મહેતાએ કહ્યું, 'દુભાષિયા જે ઝડપે સાંકેતિક ભાષાનું અર્થઘટન કરી રહ્યો છે તે અદ્ભુત છે.' ભારતની પ્રથમ પ્રેક્ટિસ કરતી મૂકબધિર વકીલ સારા સનીએ દુભાષિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પર ખુશી વ્યક્ત કરી અને ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચુડની પ્રશંસા કરી, જેઓ વિકલાંગ વ્યક્તિઓ માટે ન્યાયની સમાન પહોંચના અવાજના સમર્થક છે.

તેણે કહ્યું, 'CJI એ ઉદાહરણ બેસાડ્યું છે અને ખાસ કરીને વિકલાંગ વ્યક્તિઓ માટે એમણે દરવાજા ખોલ્યા છે. જો કે, આ વખતે હું કેસની દલીલ કરવા માટે ત્યાં ન હતી, પરંતુ મારી સિનિયર વકીલ સંચિતાએ મારા માટે દરવાજા ખોલ્યા હતા અને તેણે સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે એક શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ પણ કોઈથી પાછળ નથી.' સારાએ બેંગ્લોરની સેન્ટ જોસેફ કોલેજ ઓફ લોમાંથી LLB કર્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.