પ્રથમ વખત DyCM ફડણવીસ નિશાના પર, DyCM પવાર અને CM શિંદેનો અવાજ એક થયો

PC: tv9hindi.com

મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન કરવામાં આવેલા લાઠીચાર્જને લઈને ખુદ CM એકનાથ શિંદે સરકારમાં મતભેદ જોવા મળી રહ્યા છે. એક તરફ DyCM દેવેન્દ્ર ફડણવીસે પોલીસનો બચાવ કરતા કહ્યું કે, પથ્થરમારો થયા પછી તેમને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, ત્યારે સરકારમાં બીજા DyCM અજિત પવારે તરત જ તેમને જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારની સ્થિતિ એવી છે કે, એક તરફ DyCM ફડણવીસ અને બીજી તરફ DyCM અજિત પવાર અને CM શિંદે મરાઠા આંદોલનમાં જોવા મળી રહ્યા છે.

જાલનાના અંતારવલી સારથી ગામમાં પોલીસની કાર્યવાહી પછી રાજ્યના ગૃહમંત્રી DyCM ફડણવીસે કહ્યું કે, પહેલા ગામના લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યાર પછી પોલીસે પણ પરીસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જ્યારે, DyCM અજિત પવારે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જની નિંદા કરી હતી. DyCM અજિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, પ્રથમ નજરે પોલીસે જાલનામાં પ્રદર્શનકારીઓ પર લાઠીઓ, રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો અને અતિશય બળનો ઉપયોગ કર્યો. આ મામલે પોલીસની ભૂમિકાની તપાસ થવી જોઈએ. નિષ્પક્ષ તપાસ પછી દોષિત પોલીસકર્મીઓ સામે પગલાં લેવા જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, DyCM અજિત પવારનું આ નિવેદન જરા પણ આશ્ચર્યજનક નથી, કારણ કે તેમની પાર્ટી NCP હંમેશા મરાઠા આરક્ષણના સમર્થનમાં રહી છે. રાજ્યમાં મરાઠા સમુદાયની 30 ટકા વોટ બેંક છે. જો કે, રાજ્યના ગૃહમંત્રી DyCM ફડણવીસ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ પહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, Cm એકનાથ શિંદે પણ મરાઠા સમુદાયના છે. લાઠીચાર્જ થયા પછી તેમણે ઘાયલો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.

આ ઘટના પછી જાણે એમ લાગે છે કે, DyCM ફડણવીસ સરકારમાં એકલા પડી રહ્યા છે. DyCM અજિત પવાર રવિવારે બુલઢાણામાં યોજાયેલી સરકારી બેઠકમાં પહોંચ્યા ન હતા. સૂત્રોનું કહેવું છે કે, લાઠીચાર્જની ઘટના બન્યા પછી તેઓ ગુસ્સે થયા છે. અહીં તમને જણાવી દઈએ કે, અંતારવલી સારથી ગામમાં ભૂખ હડતાળ પર ઉતરેલા મનોજ જરંગ પાટીલે પણ DyCM દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે લાઠીચાર્જની ઘટના માટે તેઓ જવાબદાર છે. તેમણે DyCM દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી છે.

મનોજ જરાંગે કહ્યું કે, DyCM દેવેન્દ્ર ફડણવીસે માત્ર સરકારમાંથી રાજીનામું આપવું જોઈએ નહીં પરંતુ BJPમાંથી પણ નીકળી જવું જોઈએ. કાં તો DyCM ફડણવીસને મંત્રાલયમાંથી હાંકી કાઢો અથવા CM શિંદે પોતે રાજીનામું આપે. આ ઘટના બન્યા પછી BJPનું એક પ્રતિનિધિમંડળ મનોજ જરાંગને પણ મળ્યું હતું. જ્યારે, તેમણે કહ્યું કે DyCM ફડણવીસે પણ ફોન કરીને તેમને કહ્યું છે કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

હિંસા ફાટી નીકળ્યાના બે દિવસ પછી રાજ્ય સરકારે તેમને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. સરકારી સૂત્રોએ રવિવારે આ પ્રકારે માહિતી આપી હતી. પાટીલ મંગળવારથી જાલનાના અંતારવલી સારથી ગામમાં મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ સાથે ભૂખ હડતાળ પર હતા, પરંતુ શુક્રવારે અધિકારીઓએ તેમને હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યા પછી વિરોધ હિંસક બન્યો.

જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે, પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો અને તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. આ દરમિયાન 40 પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા અને 15થી વધુ રાજ્ય પરિવહન બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, આ હિંસાના સંબંધમાં 360થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે, પાટીલને મરાઠા આરક્ષણ મુદ્દે વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકારી સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, 'મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ કરવા માટે સરકારી અધિકારીઓ અને પાટીલ વચ્ચે બેઠક થશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp