અતીક અહમદ હત્યાકાંડ વિશે જાણો વિદેશી મીડિયામાં શું લખાયું

PC: twitter.com

માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા રવિવારે ચર્ચામાં રહી. જ્યાં ભારતીય મીડિયાના સમાચાર હત્યાકાંડના અલગ-અલગ પહેલુંઓ સામેલ રહ્યા તો વિદેશી મીડિયામાં પણ આ સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા. ઘણા અખબારો અને ન્યૂઝ એજન્સીઓએ તેને પ્રમુખતાથી જગ્યા આપી. સાથે જ ઘણી ન્યૂઝ એજન્સીએ તેને એક ભારતીય નેતાની હત્યા તરીકે પણ દર્શાવી છે. BBCએ આ હત્યાકાંડને કવર કરતા લખ્યું કે, ‘Atiq Ahmed: Former Indian MP and brother shot dead live on TV.’

અતીક અહમદ: પૂર્વ ભારતીય સાંસદ અને તેના ભાઈની લાઈવ ટી.વી. કવરેજ દરમિયાન હત્યા. BBCએ લખ્યું કે, પોલીસ કસ્ટડીમાં અતીક અહમદ પત્રકારો સાથે વાત કરી રહ્યો હતો, આ દરમિયાન તેના માથામાં ખૂબ જ નજીકથી ગોળી મારી દેવામાં આવી. આ ઘટના પ્રયાગરાજમાં થઇ, જેને અલ્લાહાબાદના નામથી પણ ઓળખવામાં આવે છે. શનિવારે અતીક પર ફાયર કર્યા બાદ હુમલાવર જે પત્રકાર બનીને ભીડમાં સામેલ થયા હતા, તેમણે તરત જ સરેન્ડર કરી દીધું.

આ ઘટનામાં ગલ્ફ ન્યૂઝે લખ્યું કે, અતીક અહમદ અને તેના ભાઈની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા. આ સમાચારના વિસ્તારમાં ન્યૂઝે લખ્યું કે, એક ચોંકાવનારો ઘટનાક્રમમાં ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા અતીક અહમદ અને તેના ભાઈની શનિવારે રાત્રે પ્રયાગરજમાં હત્યા કરી દેવામાં આવી. આ હત્યા પોલીસ અને મીડિયાની ઉપસ્થિતિમાં થઈ. આ ઘટનાને એ સમયે અંજામ આપવામાં આવ્યો.

જ્યારે અતીક અને અશરફને મેડિકલ ટેસ્ટ માટે કોલ્વિન હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. રિપોર્ટ્સ મુજબ, જ્યારે મીડિયાકર્મી તેમની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અતીકના માથામાં ખૂબ નજીકથી ગોળી મારવામા આવી. ન્યૂયૉર્કની એક ન્યૂઝ વેબસાઈટે તેને ઘાતક હત્યાકાંડ બતાવ્યો અને એક પૂર્વ રાજનેતાની હત્યા તરીકેના સમાચાર બનાવ્યા. તેણે લખ્યું કે, પૂર્વ ભારતીય સાંસદ અને તેના ભાઈની ટી.વી. પર લાઈવ પ્રસારણ દરમિયાન હત્યા.

અપહરણ-હત્યા અને હુમલાના આરોપોનો સામનો કરનારા એક પૂર્વ ભારતીય સાંસદની તેના ભાઈ સહિત ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ હત્યાકાંડ ઉત્તર ભારતમાં ટી.વી. પર લાઈવ જોવા મળ્યો. અતીક અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે હૉસ્પિટલમાં મેડિકલ તપાસ માટે પોલીસની સુરક્ષામાં લઈ જવાયા હતા. આ દરમિયાન પત્રકારના રૂપમાં 3 લોકોએ ભાઈઓ પર નજીકથી ફાયરિંગ કરી.

કતરના મીડિયા નેટવર્ક અલ્જજીરાએ પણ ભારત માટે પોતાની હેડિંગમાં પૂર્વ સાંસદ લખ્યું અને કહ્યું કે, પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેના ભાઈની લાઈવ ટી.વી. કવરેજ દરમિયાન હત્યા થઈ ગઈ. તેણે વિસ્તૃત રિપોર્ટમાં લખ્યું કે, કીડનેપના આરોપી પૂર્વ સાંસદ અને તેના ભાઈની પોલીસ કસ્ટડી દરમિયાન હત્યાથી ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. બંદૂકધારી પત્રકાર બનીને આવ્યા હતા અને તેમણે અતીક અને ભાઈ અશરફ પર ઘણા રાઉન્ડ ફાયરિંગ કરી. આ દરમિયાન બંનેના હાથ હાથકડીમાં બંધાયેલા હતા. પોલીસ તેમને મેડિકલ ચેકઅપ માટે લઈને આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp