પૂર્વ ભારતીય ક્રિકેટરની કારને ગંભીર અકસ્માત, કારના ફૂરચા, પુત્ર પણ સાથે હતો

PC: ndia.postsen.com

ટીમ ઇન્ડિયાના એક પૂર્વ ક્રિક્રેટરની કાર સાથે ગંભીર અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમની સાથે કારમાં તેમનો પુત્ર પણ હતો, જો કે સદનસીબે બંનેનો બચાવ થયો છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવીણ કુમારની કાર તેજ ગતિએ કેન્ટર સાથે અથડાઈ હતી. તે સમયે કારમાં તેમનો પુત્ર પણ હાજર હતો. જોકે, આ અકસ્માતમાં પ્રવીણ અને તેમના પુત્રનો આબાદ બચાવ થયો છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપી કેન્ટર ચાલકને સ્થળ પરથી પકડી પાડ્યો હતો.

પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર મંગળવારે મોડી રાત્રે મેરઠમાં એક ભયાનક કાર અકસ્માતનો શિકાર બન્યા હતા. તેમની કાર એક ઝડપી કેન્ટર સાથે અથડાઈ હતી. તે સમયે પ્રવીણ સાથે તેમનોપુત્ર પણ કારમાં હાજર હતો સદનસીબે પ્રવીણ કુમાર અને તેમનો પુત્ર સલામત રહ્યા છે.અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ આરોપી કેન્ટર ચાલકને પકડી લીધો હતો. બાદમાં પોલીસે આવીને તેને કસ્ટડીમાં લીધો હતો. 36 વર્ષીય પ્રવીણ કુમારે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે.

જાણવા મળેલી માહિતી મુજબ, પ્રવીણ કુમાર 4 જુલાઈના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે મેરઠના પાંડવ નગરથી પોતાની લેન્ડ રોવર ડિફેન્ડર કારમાં આવી રહ્યા હતા. આ પછી કાર કમિશનરના ઘર પાસે પહોંચી ત્યારે સામેથી આવતા એક કેન્ટરે તેમની કારને જોરથી ટક્કર મારી હતી. આમાં ક્રિકેટરની કારના ફુર્ચા ફડી ગયા હતા.

36 વર્ષની ઉંમરના પ્રવીણ કુમાર અત્યારે ક્રિક્રેટથી દુર છે, પરંતુ તેઓ વર્ષો સુધી ટીમ ઇન્ડિયા માટે રમ્યા હતા. પ્રવીણ કુમારની આંતરારાષ્ટ્રીય કેરિઅરની વાત કરીએ તો તેઓ એક સમયે ભારત માટે લિમિટેડ ઓવર્સની મેચમાં ભારતના મુખ્ય બોલરની ભૂમિકા નિભાવતા હતા. વર્ષ 2008માં ભારતીય ટીમ જ્યારે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતી હતી,તો એમાં પ્રવીણ કુમારે મહત્ત્તવની ભૂમિકા અદા કરી હતી.પ્રવીણ કુમારે ભારત માટે 6 ટેસ્ટ મેચોમાં 27, 68 વન-ડેમાં 77 અને 10 T-20 મેચમાં 8 વિકેટ લીધી હતી. વર્ષ 2007માં ડેબ્યૂ કરનાર પ્રવીણ કુમારે પોતાની અંતિમ મેચ વર્ષ 2012માં પોતાની ઇન્ટરનેશનલ મેચ રમી હતી, તે વખતે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. પ્રવીણ કુમારે દક્ષિણ આફ્રીકા ક્રિક્રેટ ટીમની સામે 2012માં તેની છેલ્લી મેચ રમી હતી, જે T-20 મેચ હતી. આ ઉપરાંત 119 IPL મેચોમાં પ્રવીણ કુમારના નામે 90 વિકેટો નોંધાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp