પૂર્વ સૈનિકે પત્ની સાથે મળીને કર્યો એવો કાંડ જેની કોઇને કલ્પના પણ ન કરી શકે

દિલ્હી પોલીસે ગુપ્ત સૂચનાના આધાર પર ભારતીય નૌકાદળના એવા પૂર્વ સૈનિકની ધરપકડ કરી છે, જેનું કાગળો પર મોત થઈ ચૂક્યું છે. તેના મોતનો જીવન વીમો લઈ લેવામાં આવ્યો છે. પત્ની વિધવા બનીને પેન્શન લઈ રહી છે. જેણે પોતાના મિત્રની હત્યા કરી અને પછી એ જ હત્યાની સજાથી બચવા માટે 2 મજૂરોને રાજસ્થાનમાં જીવતા સળગાવીને પોતાને મૃત સાબિત કરી દીધો. દિલ્હી પોલીસની ફાઇલમાં 19 વર્ષથી ફરાર આ નૌકાદળના સૈનિકનું નામ બાલેશ કુમાર છે. દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ બાદ બાલેશના કથિત ગુનાનો કાચો ચિઠ્ઠો રજૂ કરવામાં આવ્યો છે.
મોટી વાત એ છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ પણ બાલેશ દિલ્હીથી થોડા કિલોમીટર દૂર જ રહેતો હતો. અહીથી અમન નામથી પ્રોપર્ટી ડીલિંગનું કામ કરી રહ્યો હતો. પૂર્વ નૌકાદળના સૈનિક હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 1981માં તે ભારતીય નૌકાદળમાં ભરતી થયો અને પછી વર્ષ 1991 સુધી સેવાઓ આપી. નૌકાદળથી સેવાનિવૃત્ત થયા બાદ તેણે પોતાની એક ટ્રાન્સપોર્ટ કંપની ખોલી. આખા પરિવાર સાથે દિલ્હીના ઉત્તમ નગર આવી ગયો. બાલેશ પર વર્ષ 2000માં ભારતીય નૌકાદળના મેસમાં ચોરી કરવાનો કેસ નોંધાયો.
ત્યારબાદ વર્ષ 2004માં પોતાના મિત્રની હત્યાનો આરોપી બન્યો. દિલ્હી પોલીસને પોતાના નિવેદનમાં બાલેશે જણાવ્યું કે, વર્ષ 2004માં તે સમયપુર બાદલીમાં તે પોતાના ભાઈ સુંદરલાલ અને મિત્ર રાજેશ સાથે દારૂ પી રહ્યો હતો. એ સમયે રાજેશની પત્ની સાથે કથિત આડા સંબંધને લઈને બાલેશનો રાજેશ સાથે ઝઘડો થઈ ગયો. ત્યારબાદ બંને ભાઈઓએ રાજેશની હત્યા કરી દીધી. આ કેસમાં બાલેશના ભાઈની ધરપકડ થઈ. કાયદાકીય સજાથી બચવા માટે બાલેશ પોતાને મૃત જાહેર કરવાનું ષડયંત્ર રચ્યું.
વર્ષ 2004માં તેણે 2 મજૂરોને કામ પર રાખ્યા અને તેમને પોતાના ભાઈના ટ્રકથી જોધપુર લઈ ગયો. 1 મેના રોજ તેણે મજૂરોને દારૂ પીવાડીને ટ્રકમાં આગ લગાવી દીધી. પોલીસને ભ્રમિત કરવા માટે પોતાના દસ્તાવેજ ટ્રકમાં જ છોડી દીધા. રાજસ્થાન પોલીસે શબની ઓળખ બાલેશ તરીકે કરી. આ ષડયંત્રમાં તેની પત્નીએ પૂરો સાથ આપ્યો. પત્નીએ વિધવા પેન્શન લીધું, જીવન વિમાની રકમ લીધી, હવે પોલીસ બાલેશની પત્નીની શોધ કરી રહી છે અને મજૂરોના પરિવાર બાબતે જાણકારી ભેગી કરી રહી છે. જેમને ટ્રકમાં સળગાવી દેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp