ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો, પૂર્વ મંત્રી શિંદે કેમ્પમાં જોડાયા

શિવસેનાનું નામ અને સિમ્બોલ છિનવાઇ ગયા પછી પણ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નાન નથી લેતી. ઠાકરે માટે એક પછી એક ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. હજુ તો સોમવારે જ ઉદ્ધવ ઠાકરેના એકદમ નજીકના કહેવાતા નેતા સુભાષ દેસાઇના પુત્ર ભૂષણે એકનાથ શિંદેનો હાથ પકડી લીધો હતો. આ સમાચારની શ્યાહી હજુ સુકાઇ નહોતી ત્યાં બુધવારે  મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી દીપક સાંવત પણ એકનાથ શિંદે કેમ્પમાં જોડાઇ ગયા હતા. માત્ર 3 જ દિવસમાં ઉદ્ધવ ઠાકરેને બે મોટા ઝટકા મળી ચૂક્યા છે.

ઉદ્ધવ ઠાકરે ગ્રુપના એક પછી એક દિગ્ગજ નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઇ રહ્યા છે. ભૂષણ દેસાઇ પછી હવે દીપક સાંવતે પણ શિવસેના જોઇન કરી લીધી છે. ઉદ્ધવ ગ્રુપના મોટા નેતા તુટવાને કારણે તેમની પાર્ટી કમજોર થતી નજરે પડી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી ચૂંટણીઓમાં શિંદે ગ્રુપને આનો મોટો ફાયદો મળશે.

દીપક સાંવત

ઉદ્ધવ ઠાકરેના એકદમ નજીકના ગણાતા સુભાષ દેસાઇના પુત્ર ભૂષણે શિવસેનાનું સભ્ય પદ મેળવ્યા પછી કહ્યુ હુતં કે, બાલાસાહેબ ઠાકરે મારા માટે ભગવાન સમાન છે. એકનાથ શિંદે હિંદુત્વીની વિચારધારા સાથે આગળ વધી રહ્યા છે અને મને તેમની પર વિશ્વાસ છે. તેમની સાથે પહેલાં કામ કર્યું છે અને હવે આગળ પણ તેમની સાથે ઉભો રહીશ. ભૂષણ દેસાઇએ કહ્યું કે એકનાથ શિંદે એક સામાજિક કાર્યકર હોવાને કારણે હું તેમનાથી પ્રેરિત છું.

અમૃતા પવાર

બીજી તરફ  મંગળવારે દિવગંત NCP લીડર વસંત પવારની પુત્રી અમૃતા પવાર અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બબનરાવ ઘોલપની દીકરી તંજુઆ ઘોલપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા હતા. અમૃતા અને તંજુઆને મુંબઇમાં ભાજપ કાર્યાલયમાં  દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેમાં મુસીબત ત્યારથી શરૂ થઇ હતી જ્યારથી જૂન 2022માં એકનાથ શિંદેએ બળવો કર્યો હતો અને તેને કારણે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલી પડી હતી. એકનાથ શિંદેની સાથે ઘણા બધા ધારાસભ્યો અને નેતાઓ જોડાઇ ગયા હતા. એકનાથ શિંદેએ ભાજપ સાથેના ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને મુખ્યમંત્રી બની ગયા હતા. આટલે થી જ ઉદ્ધવ ઠાકરેની મુસીબત પુરી નહોતી થઇ ગઇ. એ પછી શિવસેનાના નામ અને સિમ્બોલ માટેની લડાઇ કોર્ટમાં ગઇ હતી અને તેમાં પણ એકનાથ શિંદેની જીત થઇ હતી. હવે બાકી બચેલા નેતાઓ પણ ઉદ્ધવનો સાથ છોડીને શિંદે કેમ્પમાં જઇ રહ્યા છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.