68 વર્ષે હરીશ સાલ્વેએ કર્યા ત્રીજા લગ્નઃ નીતા અંબાણી, લલિત મોદી દેખાયા,જુઓ Video

PC: bollywoodshaadis.com

દેશના સૌથી મોંઘા વકીલોમાં સામેલ હરીશ સાલ્વેએ 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા છે. રવિવારના રોજ લંડનમાં તેમણે લગ્ન કર્યા. 2020માં તેમણે બીજીવાર લગ્ન કર્યા હતા. કેન્દ્ર સરકારની નવી ગઠન કરવામાં આવેલી વન-નેશન-વન ઈલેક્શન કમિટિના સભ્ય સાલ્વેએ ટ્રીના નામની બ્રિટિશ મહિલા સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં નીતા અંબાણી, લલતિ મોદી અને ઉજ્જવલા રાઉત સહિત નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા.

આ પહેલા 2020માં હરીશ સાલ્વેએ કેરોલિન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા  હતા. તે જ વર્ષે સાલ્વેએ તેમની પહેલી પત્ની મીનાક્ષી સાલ્વેને ડિવોર્સ આપ્યા હતા. હરીશ સાલ્વે અને મીનાક્ષીને પહેલા લગ્નથી બે દીકરીઓ પણ છે. જેમાં મોટી દીકરીનું નામ સાક્ષી છે અને નાની દીકરીનું નામ સાનિયા છે.

જાણ હોય તો, કેરોલિન સાથે લગ્ન કરવા પહેલા હરીશ સાલ્વેએ ઈસાઇ ધર્મ અપનાવ્યો હતો. આ રૂપાંતરણ તેમના લગ્નના બે વર્ષ પહેલા થયું હતું. હરીશ સાલ્વે દેશના સૌથી મોંઘા વકીલોમાં સામેલ છે. તે મુકેશ અંબાણી, રતન ટાટા અને અન્ય મોટી હસ્તીઓના કેસ લડી ચૂક્યા છે. સાલ્વે લંડનમાં રહે છે અને ત્યાંથી જ વીડિયો કોન્ફરેંસના માધ્યમથી ભારતમાં વકાલત કરે છે.

હરીશ સાલ્વે એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ભારત તરફથી કુલભૂષણ જાધવનો કેસ લડ્યો હતો અને તેના માટે તેમણે માત્ર એક રૂપિયા ફી લીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનારા સાલ્વે ઘણાં પ્રકારના હાઈપ્રોફાઇલ કેસ લડી ચૂક્યા છે. સલમાન ખાનના બ્લેક બક કેસમાં 3 દિવસની અંદર જ આંતરિક જામીન અપાવનારા વકીલ હરીશ સાલ્વે જ હતા. એટલું જ નહીં વોડાફોન, મુકેશ અંબાણી, રતન ટાટા અને ITC હોટલ્સના કેસ પણ તે લડી ચૂક્યા છે.

હરીશ સાલ્વે નવેમ્બર 1999થી નવેમ્બર 2002 સુધી ભારતના સોલિસિટર જનરલના રૂપમાં કામ કરી ચૂક્યા હતા. તેમને વેલ્સ અને ઈંગ્લેન્ડની કોર્ટ્સ માટે ક્વીનના વકીલ તરીકે નિમવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp