મમતા બેનર્જી પર કાર્ટૂન બનાવેલું, 10 વર્ષ સુધી પ્રોફેસરે કાયદાકીય લડાઈ લડી

PC: hamaraghaziabad.com

CM મમતા બેનર્જીનું કાર્ટૂન શેર કરવાના મામલામાં એક પ્રોફેસરને 10 વર્ષ સુધી કાનૂની લડાઈ લડવી પડી અને અંતે તેમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. 2012માં, તેમના પર પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન મુકુલ રોય વિશે અપમાનજનક કાર્ટૂન ફોરવર્ડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને 18 જાન્યુઆરીએ અલીપુર જિલ્લા અદાલતે નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારની ડિસ્ચાર્જ અરજી સ્વીકારવામાં આવે છે અને અંબિકેશ મહાપાત્રાને મુક્ત કરવામાં આવે છે.

વાસ્તવમાં જાદવ યુનિવર્સિટીના પ્રોફેસર મહાપાત્રાએ સત્યજીત રેની ફિલ્મ 'સોનાર કેલ્લા' પર આધારિત એક કાર્ટૂન શેર કર્યું હતું. જેમાં તત્કાલીન રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી, મમતા બેનર્જી અને મુકુલ રોયના ચહેરા સાથે બદલી કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તે જ દિવસે તેની ધરપકડ કરવામાં આવી. નિર્દોષ જાહેર થયા બાદ મહાપાત્રાએ કહ્યું કે, હું આમાંથી બહાર આવીને ખુશ છું. પણ મને આટલા વર્ષો પાછા કોણ લાવીને આપશે. આ મામલો કોઈપણ કારણ વગર આટલો લાંબો સમય સુધી ખેંચવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, અમે કાર્ટૂનનો કોલાજ અને કેટલાક ડાયલોગ શેર કર્યા હતા. તે સમયે રેલ મંત્રી રહેલા દિનેશ ત્રિવેદીએ રેલ બજેટ રજૂ કર્યું હતું અને CM મમતા બેનર્જી તેના કેટલાક મુદ્દાઓ પર સહમત ન હતા. ત્યારે ડૉ.મનમોહન સિંહ PM હતા. CM મમતા બેનર્જીએ PM પર દબાણ બનાવ્યું અને મુકુલ રોયને રેલ્વે મંત્રી બનાવી દેવામાં આવ્યા. રેલ બજેટ રજૂ થતાંની સાથે જ રેલ્વે મંત્રી બદલી નાંખવામાં આવે તે અણધારી ઘટના હતી. આ મુદ્દા પર તે કાર્ટૂન હતું.

તેમણે કહ્યું કે, તે કાર્ટૂન પણ બીજા કોઈએ તેને મોકલ્યું હતું. આ પછી તેને જીમેલ પર ફ્રેન્ડ ગ્રુપમાં તેને મોકલી આપ્યું. ધરપકડની રાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે દિવસે 60-70 TMC કાર્યકર્તાઓ સંપૂર્ણ યોજના સાથે આવ્યા હતા. મારા નિયમ મુજબ હું જાદવપુર યુનિવર્સિટીમાં મારી ઓફિસમાં બેઠો હતો. એક્સ્ટ્રા ક્લાસને કારણે મને મોડું થયું. તે પછી તેઓએ મારો રસ્તો રોકી દીધો. તે પછી તેઓએ તે કાર્ટૂનની પ્રિન્ટેડ કોપી બતાવી અને મને મારવાનું શરૂ કર્યું. મને લાત અને મુક્કા મારવામાં આવ્યા હતા. હું ભયથી ધ્રૂજતો હતો. હું એ રાત ભૂલી શકતો નથી. મેં એ લોકો સામે હાથ જોડીને વિનંતી કરી પણ તેઓએ દયા ન દાખવી.

મહાપાત્રાએ કહ્યું, મને એક કોરો કાગળ આપવામાં આવ્યો અને તેના પર લખવા માટે કહેવામાં આવ્યું કે, તેણે જાણીજોઈને કાર્ટૂન ફોરવર્ડ કર્યું છે. મને લખવાનું કહેવામાં આવ્યું કે, હું CPI(M)નો કાર્યકર છું. જોકે આ બધું સાચું ન હતું. મેં લખવાની ના પાડી. તે પછી તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા. આ પછી મારી ધરપકડનો મેમો બહાર પાડવામાં આવ્યો હતો. મહાપાત્રાએ એમ પણ કહ્યું કે, ધરપકડના મેમોમાં સ્થળ, સાક્ષી વિશે પણ ખોટી માહિતી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp