4 મહિલા કોન્સ્ટેબલો પુરુષ બનવા માગે છે, DG ઓફિસ પાસે લિંગ બદલવાની મંજુરી માગી
તમને રાજેશમાંથી સોનિયા બનેલા યુવકની વાર્તા તો યાદ જ હશે. આ જ રીતે હવે UPની ચાર મહિલા કોન્સ્ટેબલ પોતાનું લિંગ બદલવા માંગે છે. ચારેય મહિલા કોન્સ્ટેબલોએ DG ઓફિસમાં અરજી કરી પુરૂષ બનવા માટે પોતાનું લિંગ બદલવાની પરવાનગી માંગી છે. જેણે પણ આ સમાચાર સાંભળ્યા તેણે ભારે આશ્ચર્ય સાથે આઘાત અનુભવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલની આ અરજી વાંચીને પોલીસ વિભાગ પણ સ્તબ્ધ થઈ ગયું હતું. આટલું જ નહીં, એક મહિલા કોન્સ્ટેબલ પોતાનું લિંગ બદલવા માટે હાઈકોર્ટમાં પણ પહોંચી ગઈ છે. હાઈકોર્ટે પણ મહિલા કોન્સ્ટેબલની અરજીને બંધારણીય અધિકાર ગણાવ્યો છે.
ગોરખપુર, ગોંડા, સીતાપુર અને અયોધ્યામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ પુરૂષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ચારેય જિલ્લામાં પોસ્ટ કરાયેલી મહિલાઓએ પણ DG ઓફિસમાં અરજી કરીને પોતાનું લિંગ બદલવાની પરવાનગી માંગી છે. જ્યારે મહિલાની અરજી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી તો તેઓ પણ આશ્ચર્ય અને પરેશાન થઈ ગયા. મહિલા કોન્સ્ટેબલોની અરજીને ધ્યાનમાં રાખીને DG ઓફિસ વતી ચાર જિલ્લાના પોલીસ અધિક્ષકોને પત્ર લખીને તેમનું કાઉન્સિલિંગ કરવા જણાવ્યું છે. ગોરખપુર જિલ્લાના LIUમાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, તેણે DG ઓફિસમાં અરજી આપી છે. મને પણ બોલાવવામાં આવી અને પૂછવામાં આવ્યું છે કે, શું મને લિંગ ડિસફોરિયા છે. અરજીમાં તેનું પ્રમાણપત્ર પણ જોડવામાં આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે હજુ સુધી લાખનઉં હેડક્વાર્ટર તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી. મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, જો કોઈ સકારાત્મક જવાબ નહીં મળે તો તે લિંગ પરિવર્તન માટે હાઈકોર્ટ સુધી જશે.
અયોધ્યાની રહેવાસી એક મહિલા કોન્સ્ટેબલે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, તે 2019માં UP પોલીસમાં પસંદ થઈ હતી. તેમની પ્રથમ પોસ્ટિંગ ગોરખપુર હતી. તે ફેબ્રુઆરીથી પોતાનું લિંગ બદલવા માટે દોડી રહી છે. મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, ગોરખપુરમાં તે SSP, ADG અને પછી DG હેડક્વાર્ટર ગઈ છે. પુરુષ બનવાના સવાલ પર મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, હું ભણતી હતી તે દરમિયાન તેના હોર્મોન્સમાં ફેરફાર થવા લાગ્યા હતા. આ પછીથી જ તને પોતાની જાતિ બદલવાની ઈચ્છા થવા લાગી. તેણે કહ્યું કે સૌથી પહેલા તેણે દિલ્હીના એક મોટા ડોક્ટર પાસેથી અનેક તબક્કામાં કાઉન્સેલિંગ કરાવ્યું હતું. તપાસ પછી, ડૉક્ટરે તેને લિંગ ડિસફોરિયા હોવાનું નિદાન કર્યું. ડોક્ટરના રિપોર્ટના આધારે તેણે લિંગ પરિવર્તનની મંજૂરી માંગી છે.
અયોધ્યાની રહેવાસી મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, તેની સ્ટાઇલ પુરૂષ જેવી છે. તે તેના વાળ અને કપડાં પણ પુરુષોની જેમ રાખે છે. બાઈક ચલાવે છે. તે પેન્ટ અને શર્ટ પહેરીને ઓફિસ જાય છે. તે જણાવે છે કે, જ્યારે તે સ્કૂલે જવા લાગી ત્યારથી જ તેને છોકરીની જેમ કામ કરવું અજીબ લાગ્યું. શાળામાં તેની ચાલ વર્તણૂંકને કારણે ઘણા લોકો તેને છોકરો કહેતા હતા, જે તેને ખૂબ જ સારું લાગતું હતું.
અયોધ્યાની મહિલા કોન્સ્ટેબલની જેમ સીતાપુર, ગોંડા અને ગોરખપુરની મહિલા કોન્સ્ટેબલ પણ પોતાનું લિંગ બદલવા માંગે છે. ત્રણેય મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, તેઓ લિંગ પરિવર્તન માટે હાઈકોર્ટનો પણ જઈ શકશે. હકીકતમાં, અયોધ્યાની મહિલા કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં લિંગ પરિવર્તન માટે અરજી કરી હતી, જેના પર હાઈકોર્ટે મહિલા કોન્સ્ટેબલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, લિંગ બદલવી એ બંધારણીય અધિકાર છે. જો આધુનિક સમાજ વ્યક્તિની ઓળખ બદલવાના અધિકારને નકારે છે અથવા સ્વીકારતો નથી, તો અમે ફક્ત જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર સિન્ડ્રોમને પ્રોત્સાહિત કરીશું. હાઈકોર્ટે UP DGPને મહિલા કોન્સ્ટેબલની અરજીનો નિકાલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp