'હું મારી દીકરી સાથે લગ્ન કરાવીશ...'કહી યુવક સાથે 9 ભેંસ,લાખ રૂપિયાની છેતરપિંડી

PC: ibc24.in

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક વ્યક્તિએ પોતાની દીકરી સાથે લગ્ન કરાવવાના નામે છેતરપિંડી આચરી છે. આરોપીએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા. આ સાથે 9 ભેંસો પણ લેવામાં આવી હતી. જ્યારે પીડિતે લોકો પાસેથી માહિતી લીધી, તો ખબર પડી કે આરોપીએ અગાઉ પણ દીકરીના લગ્નના નામે અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હતી. તેણે અગાઉ પણ બે લોકો સાથે છેતરપિંડી કરી છે. ત્યાર પછી આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આશ્ચર્યની વાત એ છે કે, આરોપીની દીકરીઓ હજુ સગીર છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી ભેંસ કબજે કરી પીડિતને સોંપી હતી. આ મામલે DSP સંતોષ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સ્ત્રી-પુરુષના લિંગ ગુણોત્તરમાં ઘણો તફાવત છે, જેના કારણે યુવકોના લગ્ન નથી થઇ રહ્યા. લગ્ન કરવાના મામલે તેઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

DSP સંતોષ પટેલે જણાવ્યું કે, આ સમગ્ર મામલો તિઘરા વિસ્તાર સાથે સંબંધિત છે. અહીં રહેતા આરોપીએ આ છેતરપિંડીને અંજામ આપ્યો છે. આરોપીએ એક વ્યક્તિને ફસાવ્યો હતો કે, તે તેની પુત્રીને તેના નાના ભાઈ સાથે પરણાવી દેશે. આ માટે આરોપીએ પુત્રીના લગ્નના નામે એક લાખ આઠ હજાર રૂપિયા પણ લીધા હતા.

આ પછી, વરરાજાના મોટા ભાઈને ખબર પડી કે, તેમની કોઈપણ પુત્રી લગ્ન માટે યોગ્ય નથી. તેને પુત્રીઓ છે પરંતુ તે તમામની ઉંમર 18 વર્ષથી ઓછી છે. તે જાણીજોઈને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. તેણે છોકરાના મોટા ભાઈ પાસેથી પૈસા પડાવવા માટે આવું કર્યું હતું. જ્યારે વરરાજાના મોટા ભાઈને ખબર પડી કે, તેની સાથે છેતરપિંડી થઈ છે તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તેને સમજાતું નહોતું કે હવે શું કરવું જોઈએ? પહેલા તો પીડિતે છોકરીના પિતા સાથે વાત કરી, પરંતુ જ્યારે વાત ન બની તો તે પોલીસ સ્ટેશન ગયો અને પોલીસને તેની સાથે થયેલી છેતરપિંડી વિશે જણાવ્યું.

પોલીસનું કહેવું છે કે આરોપીએ મે મહિનામાં તેની પુત્રીના લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ જ્યારે ફરિયાદીએ લગ્નની તારીખ પૂછી તો તેણે લગ્ન માટે નવી શરતો મૂકી અને લગ્નના બદલામાં વધુ ભેંસોની માંગણી કરી. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp