મિત્રતા, પ્રેમ અને છેતરપિંડી: સુંદરતાના ચક્કરમાં ફસાઇને ગુમાવ્યા 10 લાખ રૂપિયા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મેડિક સ્ટોર સંચાલક સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. તે ગરીબ છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો. તેના માટે તેણે ફેસબુક પર પોસ્ટ નાખી અને પોતાની ઇચ્છા વ્યક્ત કરી. પછી તેની પુષ્પાંજલિ નામની છોકરી સાથે વાત શરૂ થઇ જાય છે. પોતાની વાતોમાં ફસાવીને પુષ્પાંજલિ મેડિકલ સંચાલક સાથે એક વર્ષમાં 10 લાખ રૂપિયા પડાવી લીધા. જ્યારે મેડિકલ સંચાલકને પોતાની સાથે થયેલા ફ્રોડની જાણકારી મળી તો તેણે હવે પોલીસ સ્ટેશને જઇને ફરિયાદ નોંધાવી અને મદદ માગી છે.

મુકેશ સાહૂનું કાનપુરમાં મેડિકલ સ્ટોર છે. તેના પિતાની ઇચ્છા હતી કે, તેની વહુ ગરીબ પરિવારની હોય. પોતાના પિતાની આ ઇચ્છાને પૂરી કરવા માટે મુકેશે ફેસબુક પર પોસ્ટ નાખી. તેણે લખ્યું કે, તે ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવા માગે છે. થોડા દિવસોમાં તેણે પુષ્પાંજલિ નામની ફેસબુક IDથી રિક્વેસ્ટ આવી, મુકેશે જોયું કે, પુષ્પાંજલિની ID પર લાગેલું પ્રોફાઇલ પિક્ચર ખૂબ જ સુંદર છે. ત્યારબાદ મુકેશની પુષ્પાંજલિ સાથે વાત શરૂ થઇ ગઇ. જેથી તે વાત કરતો હતો.

તેણે કહ્યું કે, તે ગરીબ પરિવારથી છે. છોકરી પણ સુંદર દેખાઇ રહી છે અને ગરીબ પરિવારમાંથી પણ છે. તો મુકેશને લાગ્યું કે તેની શોધ પૂરી થઇ. બીજી તરફ મુકેશ પુષ્પાંજલિ સાથે વાત કરવા લાગ્યો. આ દરમિયાન પુષ્પાંજલિએ કહ્યું કે, મારા પિતા મને વેપારીને વેચવા માગે છે કેમ કે મારા પિતાએ લોન લઇ રાખી છે. છોકરીએ મુકેશ પાસેથી 13,000 રૂપિયાની માગણી કરી. મુકેશ વાતોમાં આવી ગયો અને તેણે રકમ પુષ્પાંજલિના બતાવેલા અકાઉન્ટમાં મોકલી આપી.

13 હજાર રૂપિયામાં શરૂ થયેલો ખેલ 10 લાખ રૂપિયા પર જઇને સમાપ્ત થયો. આ દરમિયાન મુકેશ પુષ્પાંજલિને મળવા બોલતો તો કહેતી હતી કે પિતાજી નારાજ થઇ જશે, પછી મળીશું. દરેક વખત કંઇક ને કંઇક બહાનું બાનાવી દેતી હતી. ત્યારબાદ મુકેશને શંકા ગઇ. તે સીધો છત્તીસગઢના બિલાસપુર પહોંચી ગયો. પુષ્પાંજલિ પોતાને બિલાસપુરની રહેવાસી કહેતી હતી. ત્યારબાદ મુકેશ બેંક પહોંચ્યો, જેના અકાઉન્ટ નંબરમાં તે પૈસા મોકલતો હતો. ફેસબુક પર જે પુષ્પાંજલિ પટેલ કહી રહી હતી. બેંક અકાઉન્ટમાં તેનું નામ મનીષા ચૌહાણ નીકળ્યું.

બેંકથી મળેલા એડ્રેસ પર મુકેશ પહોંચ્યો તો મનીષા આધેડ ઉંમરની મહિલા છે. જ્યારે મુકેશે તેની સાથે વાત કરી તો તેણે કહ્યું કે, હું કોઇ પુષ્પાંજલિને જાણતી નથી. સાથે જ મુકેશને ત્યાંથી જતા રહેવા કહ્યું. સાથે જ કહ્યું કે પાછો આવ્યો તો સારું નહીં થાય. બિલાસપુર પાછો આવીને મુકેશ કાનપુર પોલીસ કમિશનર ઓફિસ પહોંચી ગયો. તેણે ત્યાં લેખિતમાં ફરિયાદ આપી. તેણે કહ્યું કે, મારી સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. મુકેશનું કહેવું છે કે આખી ગેંગ આ પ્રકારે કામ કરે છે. હું ઇચ્છું છું કે બધા પકડાઇ જાય અને લોકો છેતરપિંડીથી બચે. તો આ આખા પ્રકરણમાં ADCP વૃજેશ દ્વિવેદીનું કહેવું છે કે, ફેસબુક દ્વારા છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.