26th January selfie contest

મફત શિક્ષણ, મફત પીવાના પાણીની જાહેરાતો અંગે જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

PC: barandbench.com

સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી આયોગને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોને મફતની વસ્તુઓ વહેંચવાની પરવાનગી ન આપવાના નિર્દેશ આપવાની માંગવાળી અરજી પર વિચાર કરતા કહ્યું કે, આ મામલામાં ઉઠાવવામાં આવેલા મુદ્દા ઝડપથી જટિલ થતા જઈ રહ્યા છે. આ મામલો ભારતના ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ જેકે માહેશ્વરી અને જસ્ટિસ હિમા કોહલી સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યું છે. BJPના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી છે અને AAP અને દ્રમુક જેવા રાજકીય પક્ષોના મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

આજે કોર્ટ સમક્ષ મૌખિક સુનાવણીમાં CJI રમન્નાએ કહ્યું કે, ફ્રીબીમાં શું હોય છે અને શું નહીં, સાથે સંબંધિત મુદ્દા ઝડપથી જટિલ થતા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, અમે રાજકીય પક્ષોને વાયદો કરવાથી રોકી ના શકીએ. સવાલ એ છે કે, સાચા વાયદા શું હોય છે! શું આપણે મફત શિક્ષણના વાયદાને એક મફત ઉપહારના રૂપમાં વર્ણિત કરી શકીએ છીએ? શું મફત પીવાનું પાણી, શક્તિઓની ન્યૂનતમ આવશ્યક વસ્તુઓ વગેરેને ફ્રીબીના રૂપમાં વર્ણિત કરી શકાય? શું ઉપભોક્તા ઉત્પાદન અને મફત ઈલેક્ટ્રોનિક્સ, કલ્યાણના રૂપમાં વર્ણિત કરી શકે છે? હાલ ચિંતા એ છે કે આ કલ્યાણ છે. મુદ્દા ઝડપથી જટિલ થઈ રહ્યા છે. તમે પોતાના મંતવ્યો આપો છો, આખરે ચર્ચા બાદ આપણે નક્કી કરીશું. કૃપા કરી મને વાંચવાની પરવાનગી આપો.

તેમણે એવુ પણ કહ્યું કે, રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા વાયદાઓએ એકલા જ  તે પક્ષોની પસંદગીને આધાર નથી બનાવ્યો. અહીં, CJIએ મનરેગા જેવી યોજનાઓનું ઉદાહરણ આપ્યું, જેને નાગરિકોના જીવનને ગરિમા આપી. તેમણે કહ્યું કે, મતદાતાઓને વાયદો કર્યા બાદ પણ કેટલાક પક્ષો ચૂંટાયા નથી. ભારતના સોલિસિટર જનરલ, તુષાર મહેતાએ સામાજિક કલ્યાણના ગઠન પર વિચાર કરતા કહ્યું, જો સમાજ કલ્યાણની આપણી સમજ બધુ મફતમાં વહેંચવાની છે, તો મને દુઃખ છે કે આ એક અપરિપક્વ સમજ છે.

હવે આવતા અઠવાડિયે આ મામલાની સુનાવણી કરવામાં આવશે. સીનિયર એડવોકેટ પી વિલ્સનની બેન્ચે સૂચિત કર્યું કે, DMK પાર્ટીના મામલામાં પોતાને પક્ષ બનાવવા માટે અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે, અરજીકર્તા ભારતને સમાજવાદી દેશમાંથી પૂંજીવાદી દેશમાં બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જનહિત અરજી રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોના ઉદ્દેશ્યોને વિફળ બનાવી દેશે. સીનિયર એડવોકેટે આગળ કહ્યું કે, દ્રમુક કોર્ટના એ પ્રસ્તાવ પર આપત્તિ વ્યક્ત કરી રહી છે, જેમા મફત ઉપહારના મુદ્દાની તપાસ માટે એક વિશેષજ્ઞ સમિતિ ગઠિત કરવાનો પ્રસ્તાવ છે.

જનહિત અરજીકર્તા તરફથી સીનિયર એડવોકેટ વિકાસ સિંહે ફરિયાદ કરી કે, અરજીકર્તાને પક્ષકાર આવેદન આપવાને બદલે મીડિયાને આપવામાં આવ્યું છે. સિંહે કહ્યું, આવેદન પહેલા મીડિયામાં નહીં, કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવે છે. તેના પર CJIએ કહ્યું, ચાલો આપણે તેનો પ્રચાર માટે ઉપયોગ ના કરીએ અને સુનિશ્ચિત કરીએ કે પાર્ટીઓ દ્વારા આવેદનોની કોપી પ્રદાન કરવામાં આવે છે. બેન્ચે મામલામાં તમામ પક્ષો પાસે શનિવારે સાંજ સુધી પોતાના અભિપ્રાયો આપવા કહ્યું અને કહ્યું કે, તેઓ સોમવારે આદેશ જાહેર કરશે. 11 ઓગસ્ટ, 2022ના રોજ પોતાની આગળની સુનાવણીમાં કોર્ટે મામલાની સુનાવણી કરતા રાજ્યના કલ્યાણ અને સરકારી ખજાના પર આર્થિક દબાણની વચ્ચે સંતુલન બનાવવાના મહત્ત્વ પર ભાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 3 ઓગસ્ટે ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, નીતિ આયોગ, નાણા આયોગ, વિધિ આયોગ, ભારતીય રિઝર્વ બેંક, સત્તારૂઢ અને વિપક્ષી દળોના સભ્યો જેવા વિવિધ હિતધારકોથી યુક્ત એક વિશેષજ્ઞ એકમ હશે જે ચૂંટણી પ્રચાર દરમિયાન મફત ઉપહાર આપવાના વાયદાના મુદ્દાને સોલ્વ કરવા માટે પોતાના વિચારો રજૂ કરશે.

કોર્ટ સમક્ષ, ECIએ એક સ્ટેન્ડ લીધુ છે કે તે એ નીતિઓને વિનિયમિત કરવા માટે પોતાના અધિકાર ક્ષેત્રમાં નથી જે એક પાર્ટી નિર્વાચિત થયા બાદ અપનાવી શકે છે. ચૂંટણી પહેલા અથવા પછી કોઈપણ મફત ઉપહારની રજૂઆત, વિતરણ સંબંધિત પાર્ટીના નીતિગત નિર્ણય છે અને શું આવી નીતિઓ નાણાકીય રૂપથી વ્યવહાર્ય છે અથવા રાજ્યના આર્થિક સ્વાસ્થ્ય પર તેનો પ્રતિકૂળ પ્રભાવ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર અને નિર્ણય રાજ્યના મતદાતાઓ દ્વારા લેવામાં આવનાર છે. ભારતના સોલિસિટર જનરલના માધ્યમથી કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે, મફત ઉપહાર મતદાતાઓને સૂચિત નિર્ણય લેવાને વિકૃત કરે છે અને આર્થિક આપત્તિનું કારણ બની શકે છે.

અરજીમાં એ જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો કે-

  • ચૂંટણી પહેલા સાર્વજનિક નિધિમાંથી તર્કહીન મફત ઉપહારોનો વાયદો મતદાતાઓને અનુચિતરીતે પ્રભાવિત કરે છે, રમતના મેદાન સાથે છેડછાડ કરે છે, નિષ્પક્ષ ચૂંટણીના મૂળ ઢીલા કરે છે અને ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતાને ખરાબ કરે છે.
  • ચૂંટણી પહેલા સાર્વજનિક ધનમાંથી અંગત વસ્તુઓ/ સેવાઓનો વાયદો/વિતરણ, જે સાર્વજનિક ઉદ્દેશ્યો માટે નથી, સંવિધાનનું ઉલ્લંઘન કરે છે.
  • મતદાતાઓને લલચાવવા માટે ચૂંટણી પહેલા સાર્વજનિક નિધિમાંથી તર્કહીન ઉપહારોનો વાયદો/વિતરણ લાંચ અને અનુચિત પ્રભાવ સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp