5 વર્ષથી લગ્ન વગર યુવતી સાથે મજા કરતા યુવકને ગામવાળાઓએ પકડીને લગ્ન કરાવી દીધા

PC: navbharattimes.indiatimes.com

બિહારના છપરા જિલ્લામાં એક યુવક છેલ્લા 5 વર્ષથી લગ્ન કર્યા વગર યુવતી સાથે લગ્ન જેવી મોજ મજા માણતો હતો. ગામલોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ એક છટકું ગોઠવીને યુવકને પકડી લીધો અને યુવતી સાથે તેના લગ્ન કરાવી દીધા. છપરામાં આ અનોખા લગ્ન હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હકીકતમાં, પ્રેમિકાને ચોરી ચુપકે મળવા આવેલા પ્રેમીને પકડ્યા બાદ લોકોએ ગામના મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે પ્રેમ પ્રકરણનો આ ખેલ 5 વર્ષથી ચાલતો હતો. પરંતુ, લોકોને ખબર પડતી ન હતી અને લોકોને ખબર પડતાં જ લોકોએ બંનેને પકડીને લગ્નના બંધનમાં બાંધી દીધા. આ મામલો પારસા બ્લોકના ભલવાહિયા ગામનો છે. ગ્રામજનોએ જણાવ્યું કે, ભાલવાહિયા ગામની નીતુ કુમારી અને ચાંદપુરા પંચાયતના બીર કુઆરી ગામના રહેવાસી બિટ્ટુ કુમાર વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંને એકબીજાને ચોરી ચુપકે મળતા હતા.

આ દરમિયાન શુક્રવારે પ્રેમી પ્રેમિકાને મળવા પારસા બજાર પહોંચ્યો હતો, જ્યાં પહેલાથી જ બંનેની રાહ જોઈ રહેલા ગામના લોકોએ બંનેને પકડી લીધા હતા અને સતી મંદિર પરિસરમાં તમામ ગ્રામજનોની સંમતિથી તેમના લગ્ન કરાવી દીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રેમી યુગલના લગ્નને હજારો મહિલાઓ અને પુરુષોએ જોયા હતા. પરિવાર અને ગ્રામજનોની સમક્ષ બંનેએ પોતાના પ્રેમ પ્રકરણની વાત સ્વીકારી અને બંને લગ્ન કરવા માટે રાજી થઈ ગયા, જેના કારણે ગામલોકોએ તેમના લગ્ન કરાવી દીધા.

લગ્ન કર્યા પછી નીતુએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેની સાથે જ વરરાજા બિટ્ટુએ નીતુને ખુશ રાખવાની વાત પણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ હતી અને તેના કારણે બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને વાત મુલાકાત સુધી પહોંચી હતી. પરંતુ ગામના લોકોને તેની જાણ થઈ અને ગામના લોકો છોકરાની રાહ જોવા લાગ્યા અને લગ્નના આ માહોલમાં લોકોએ બિટ્ટુને છોકરી સાથે મળતા જ પકડી લીધો અને તે બંનેના લગ્ન કરાવી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp