કોણ છે એન્જિનિયરથી સાધુ બનેલા અમોઘ લીલા દાસ, જેમના પર ઇસ્કોને પ્રતિબંધ લગાવ્યો

PC: thetatva.in

દુનિયાભરમાં સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત સંગઠન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ISCON)એ પોતાના હાલના પ્રવચન દરમિયાન દાર્શનિક સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને ભિક્ષુ અમોઘ લીલા દાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમોઘ લીલા દાસ સોશિયલ મીડિયા પર એક લોકપ્રિય હસ્તી છે. ધર્મ અને પ્રેરણા પર તેમના વીડિયો મોટા ભાગે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડ કરે છે.

ઇસ્કોને મંગળવારે કહ્યું કે, અમોઘ લીલા પ્રભુએ સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ બાબતે અસ્વીકાર્ય ટિપ્પણી કરવાની પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની ટિપ્પણીનું પ્રાયશ્ચિત કરવા માટે એક મહિના માટે સામાજિક જીવનથી પોતાને અલગ કરી લેશે. યુટ્યુબ પરના કેટલાક વીડિયો ઇન્ટરવ્યૂ મુજબ, અમોઘ લીલા દાસનો જન્મ લખનૌના એક ધાર્મિક પરિવારમાં આશિષ અરોડાના રૂપમાં થયો હતો. અમોઘ લીલા દાસ કહે છે કે તેમણે ખૂબ ઓછી ઉંમરમાં આધ્યાત્મિક યાત્રા શરૂ કરી દીધી હતી.

જ્યારે તેઓ વર્ષ 2000માં 12માં ધોરણમાં હતા, ત્યારે તેમણે ભગવાનની શોધમાં પોતાનું ઘર છોડી દીધું હતું. જો કે તેમણે પરત આવીને સોફ્ટવેર એન્જિનિયરમાં ડિગ્રી હાંસલ કરવાનો નિર્ણય લીધો. વર્ષ 2004માં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અમેરિકા સ્થિત એક ઇન્ટરનેશનલ કંપની માટે કામ શરૂ કરી દીધું હતું. અમોઘ લીલા દાસ મુજબ, વર્ષ 2010માં કોર્પોરેટ જગત છોડવાના નિર્ણય લેવા અગાઉ તેમણે પ્રોજેક્ટ મેનેજરનું પદ સંભાળ્યું હતું.

29 વર્ષની ઉંમરમાં તેઓ ઇસ્કોનમાં સામેલ થઈને એક સમર્પિત હરે કૃષ્ણ બ્રહ્મચારી (બ્રહ્મચારી) બની ગયા. એન્જિનિયરમાંથી ભિક્ષુ બનેલા આ વ્યક્તિને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફોલો કરે છે. ઇસ્કોનથી પ્રતિબંધિત થવા અગાઉ, તેમણે દિલ્હીના દ્વારકામાં ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષના રૂપમાં કામ કર્યું. પોતાના એક પ્રવચનમાં અમોઘ લીલા દાસે સ્વામી વિવેકાનંદ દ્વારા માછલીના સેવન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “એક સદાચારી વ્યક્તિ ક્યારેય પણ કોઈ પશુને નુકસાન પહોંચાડનારી કોઈ પણ વસ્તુનું સેવન કરતો નથી.”

તેમણે આગળ કહ્યું હતું કે, “શું કોઈ સદાચારી વ્યક્તિ પણ માછલી ખાશે? માછલીને પણ દુઃખ થાય છે ને? તો પછી શું કોઈ ધર્માત્મા વ્યક્તિ માછલી ખાશે?” અમોઘ લીલા દાસે લોકોની એક સભાને સંબોધિત કરતા આ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સ્વામી વિવેકનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પર પણ કટાક્ષ કર્યો હતો. પોતાના નિવેદનમાં ઇસ્કોને કહ્યું કે, તે અમોઘ લીલા દાસની અનુચિત અને અસ્વીકાર્ય ટિપ્પણીઓ અને આ બે વ્યક્તિઓની મહાન શિક્ષા બાબતે તેમની સમજની કમીથી દુઃખી છે. તેમને ઇસ્કોનથી એક મહિનાની અવધિ માટે પ્રતિબંધિત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp