પૂર્વ પ્રિન્સિપાલ બની મોસ્ટેડ વોન્ટેડ મહિલા, 5 લાખનું ઇનામ છે, જાણો શું કરેલું

PC: jagran.com

ઉત્તર પ્રદેશની એક કોલેજમાં પ્રિન્સિપાલ રહી ચૂકેલી મહિલા ક્રાઇમના રવાડે ચઢી ગઇ હતી અને અત્યારે મોસ્ટેડ વોન્ટેડ મહિલા તરીકે નામ છે. પોલીસે તેના માટે 5 લાખ રૂપિયાની ઇનામ જાહેર કરેલું છે. આ મહિલાને પકડવા માટે રેડ નોટિસ જારી કરવાની પણ તેયારી ચાલી રહી છે.

UPના બાગપતની એક કોલેજેમાં પ્રિન્સીપાલ રહી ચૂકેલી  દીપ્તિ બહલના ક્રાઇમ રેકોર્ડની ત્રણ અલગ-અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. રાજ્યના મોસ્ટેડ મહિલા તરીકે તેની શોધ થઇ રહી છે. લોનીની રહેવાસી દીપ્તિ બાઇક બોટ કૌભાંડમાં મુખ્ય આરોપીઓમાંની એક છે. તે સંજય ભાટીની પત્ની છે, જે માસ્ટરમાઇન્ડ બાઇક ટેક્સી સાહસને પ્રોત્સાહન આપવાની આડમાં નોઇડાથી ઓપરેશન ચલાવતો હતો. તપાસ એજન્સીઓ છેતરપિંડીનો આંકડો અલગ અલગ અંદાજ આપે છે કારણ કે તે અનેક રાજ્યોમાં ફેલાયેલો છે.

આ કેસની તપાસ કરતી મેરઠની ક્રાઇમ બ્રાન્ચનો અંદાજ છે કે આ કૌભાંડ આશરે રૂ. 4,500 કરોડનું છે. દેશભરમાં 250 થી વધુ કેસ નોંધાયા છે. 2019માં કૌભાંડનો પહેલો કેસ નોંધાયો ત્યારથી દીપ્તિ ફરાર છે. આ કૌભાંડની તપાસ કરતા જાણવા મળ્યું કે દીપ્તિના પતિ સંજય ભાટી અને તેમના પરિવારના સભ્યોએ 20 ઓગસ્ટ 2010ના રોજ ગરવીત ઈનોવેટિવ પ્રમોટર્સ લિમિટેડ (GIPL) નામની રિયલ એસ્ટેટ કંપનીની રચના કરી હતી. આ કંપની ગ્રેટર નોઈડાથી બાઇક બોટની પ્રમોટર બની હતી.

ઓગસ્ટ 2017 માં, ભાટીએ તેમની પેઢી દ્વારા બાઈક બોટ - જીઆઈપીએલ દ્વારા સંચાલિત બાઇક ટેક્સી યોજના શરૂ કરી અને દીપ્તિને કંપનીમાં  એડિશનલ ડિરેક્ટર બનાવવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેના વકીલે દાવો કર્યો હતો કે તે કંપનીની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતી, તેણે 14 ફેબ્રુઆરી 2017ના દિવસે રાજીનામું આપી દીધું હતું. જો કે દિપ્તિ વર્ષ 2019માં બાઇક કૌભાંડના પહેલા કેસથી જ ફરાર છે.

પોલીસને તપાસમાં જાણવા મળ્યુ હતું કે દિપ્તિ બડોત કોલેજમાં પ્રિન્સીપાલ હતી અને તેણે M.A અને Ph.Dનો અભ્યાસ કરેલો છે. બાઇક બોટ કૌભાંડમાં તેનું નામ સામે આવ્યા બાદ દીપ્તિ બહેલની શોધ શરૂ થઈ હતી. વર્ષ 2020માં પ્રથમ વખત EWO એ દીપ્તિને પકડવા માટે 50,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. માર્ચ 2021 માં, તપાસ એજન્સીઓએ લોનીમાં તેનું ઘર એટેચ કર્યું હતું. અગાઉ, મેરઠમાં તેના ઘરની તલાશી લેનાર ટીમને જાણવા મળ્યું હતું કે તે લગભગ 10 વર્ષ પહેલા દિપ્તી મેરઠ શહેર છોડીને ગઈ હતી. ગયા વર્ષે, સુપ્રીમ કોર્ટે કૌભાંડમાં નોંધાયેલા તમામ કેસોને ભેગા કરવાનો આદેશ જારી કર્યો હતો.

પોલીસનું માનવું છે કે દીપ્તિ અને અન્ય એક આરોપી ભૂદેવ સિંદ દેશ છોડીને ભાગી ગયા હોય શકે છે એટલે પોલીસે રેડ કોર્નર નોટીસ ઇશ્યૂ કરવાની તૈયારી કરી છે. આ આખું કૌભાડ કેવી રીતે થયું હતું તે જાણી લઇએ.

બાઇક બોટ યોજનાએ ગ્રાહકોને મોટરસાઇકલમાં તેમના રોકાણ પર મોટા વળતરનું વચન આપ્યું હતું. આ યોજના હેઠળ બાઇકનો ઉપયોગ ટુ-વ્હીલર ટેક્સી તરીકે થવાનો હતો. રોકાણકારોને બાઇક માટે રૂ. 62,100 જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ દર મહિને રૂ. 5175ની EMI ઓફર કરી હતી. દર મહિને બાઇક દીઠ 4590 રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. લોભામણી જાહેરાતોને કારણે 2 લાખ રોકાણકારોએ કંપનીમાં પૈસા જમા કરાવ્યા હતા. આ યોજના 2017માં શરૂ થઇ હતી અને 2019 સુધી ચાલી હતી.

એ પછી સંજય ભાટી અને અન્ય એક સામે દાદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી અને મની લોન્ડરીંગની તપાસ પણ કરવામાં આવી હતી. 2019માં સંજય ભાટીએ કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું, પરંતુ  પત્ની દીપ્તિ હજુ ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp