કર્ણાટક માટે BJPના વચન ઝીરો ટકે 5 લાખની લોન,મફત અનાજ-દૂધ, મહિલાઓ માટે 10000ની FD

PC: twitter.com/BJP4Karnataka

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. BJP અધ્યક્ષ JP નડ્ડા, CM બોમ્માઈ અને પૂર્વ CM BS યેદિયુરપ્પાએ પાર્ટીના વિઝન ડોક્યુમેન્ટ 'પ્રજા ધ્વની' રિલીઝ કર્યા. BJPએ તેના ઢંઢેરામાં કર્ણાટકમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું છે.

BJPએ પોતાના મેનિફેસ્ટોમાં 7 'A'ને ધ્યાનમાં રાખ્યું છે. તેમાં અન્ના, અક્ષરા, આરોગ્ય, અભિવૃદ્ધિ, આદયા અને અભયાનો સમાવેશ થાય છે. આ સાથે BJPએ BPL કાર્ડ ધારકોને ત્રણ ફ્રી રાંધણ ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત તેમણે પોષણ યોજના હેઠળ દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર સ્થાપવાનું અને દરેક BPL કાર્ડ ધારક પરિવારને અડધો લિટર નંદિની દૂધ આપવાનું વચન આપ્યું છે.

 

BJPએ રાજ્યમાં ગરીબોને 10 લાખ ઘર આપવાની પણ જાહેરાત કરી છે. જ્યારે, સામાજિક ન્યાય નિધિ યોજના હેઠળ, SC-ST મહિલાઓને પાંચ વર્ષ માટે 10,000 રૂપિયાની FDનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે BJPએ વચન આપ્યું છે કે, તે કર્ણાટક એપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ, 1972માં સુધારો કરશે. આ માટે, કર્ણાટક નિવાસી કલ્યાણ સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે, જે બેંગલુરુમાં એપાર્ટમેન્ટ નિવાસીઓના જીવનધોરણમાં સુધારો કરશે.

મેનિફેસ્ટો બહાર પાડતા CM બસવરાજ બોમાઈએ કહ્યું કે, મેનિફેસ્ટોમાં રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. અમે એક મજબૂત રાજ્યમાં વિશ્વાસ કરીએ છીએ, જે એક મજબૂત કેન્દ્ર તરફ દોરી જશે. આ જનતાનો મેનિફેસ્ટો છે. સુધાકર અને ટીમ દ્વારા આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લોકો અને નિષ્ણાતોના અભિપ્રાય પણ લીધા છે.

કર્ણાટકમાં BJPના મુખ્ય વચનો:

1- BPL પરિવારોને દર વર્ષે ઉગાડી, ગણેશ ચતુર્થી અને દિવાળીના અવસરે ત્રણ મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે,

2- નગરપાલિકાના દરેક વોર્ડમાં પોષણક્ષમ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવા અટલ આચાર કેન્દ્રો કોર્પોરેશન દ્વારા સ્થાપવામાં આવશે,

3- પોષણ યોજના હેઠળ, BPL પરિવારોને દરરોજ અડધો કિલો નંદિની દૂધ અને દર મહિને પાંચ કિલો શ્રી અન્ન શ્રી ધન્ય રાશન કીટ આપવામાં આવશે,

4- યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે, એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.

5- બેઘર લોકો માટે 10 લાખ ઘર બનાવવામાં આવશે, 

6- SC ST ઘરની મહિલાઓ માટે પાંચ વર્ષ માટેની 10,000 રૂપિયાની FD કરવામાં આવશે,

7- સરકારી શાળાઓને વર્લ્ડ ક્લાસ ધોરણો અનુસાર અપગ્રેડ કરવામાં આવશે,

8- વરિષ્ઠ નાગરિકો માટે દર વર્ષે મફત આરોગ્ય તપાસ થશે,

9- કલ્યાણ સર્કિટ, બનવાસી સર્કિટ, પરશુરામ સર્કિટ, કાવેરી સર્કિટ, ગંગાપુરા સર્કિટ માટે 2500 કરોડ ફાળવવામાં આવશે,

10- 5 લાખની લોન પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં,

11- 5 કિલો ચોખા અને 5 કિલો જાડું અનાજ આપવાની જાહેરાત કરી,

12- ખેડૂતોને બિયારણ માટે 10 હજાર રૂપિયા આપવામાં આવશે,

વિધાનસભા ચૂંટણી પહેલા BJPએ કર્ણાટકમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત નાબૂદ કરી હતી. તેમને હવે 10 ટકા આર્થિક રીતે નબળા વિભાગ (EWS) કેટેગરીમાં લઈ જવામાં આવશે. આ સાથે રાજ્યના અનામત ક્વોટામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં SC ને 17% અનામત આપવામાં આવશે. જ્યારે, લિંગાયત-વોક્કાલિગા સમુદાય માટે અનામતમાં વધારો કરવામાં આવ્યો છે. બોમાઈ સરકારે આરક્ષણ ક્વોટા 50 ટકાથી વધારીને 56 ટકા કર્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં BJPએ 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 80 અને JDSને 37 બેઠકો મળી છે. જો કે, કોઈ પક્ષને બહુમતી મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp