ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી રૂ.6 કરોડ રોકડા મળ્યા, 40 લાખની લાંચ લેતા પકડાયો

કર્ણાટકમાં લોકાયુક્તની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ગુરુવારે મોટી કાર્યવાહી કરી હતી. અહીં BJP MLA મદલ વિરુપક્ષપ્પાના પુત્રની 40 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે. MLAના પુત્ર પ્રશાંત મદલને લોકાયુક્ત અધિકારીઓએ તેમની ઓફિસમાંથી લાંચ લેતા ઝડપ્યા હતા. ભ્રષ્ટાચાર વિંગે BJPના MLAની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયા અને તેમના ઘરેથી લગભગ 6 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. લોકાયુક્તને લાંચ માંગ્યાની ફરિયાદ મળી હતી. લોકાયુક્તની આ કાર્યવાહી બાદ મદલ વિરુપક્ષપ્પાએ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું.
ભ્રષ્ટાચાર વિરોધી શાખાના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કર્ણાટકના BJP MLAના એક સરકારી નોકરી કરતા પુત્રના ઘરની તલાશી બાદ આશરે રૂ. 6 કરોડની રોકડ મળી આવી છે, જે એક દિવસ અગાઉ લાંચ લેતા ઝડપાયા હતા. લોકાયુક્તની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ BJP ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલના ઘરે દરોડા પાડ્યા અને રોકડનો મોટો જથ્થો મળી આવ્યો. મદલ વિરુપક્ષપ્પા રાજ્યની માલિકીની કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ (KSDL)ના ચેરમેન છે. તે પ્રખ્યાત મૈસુર સેન્ડલ સાબુનું ઉત્પાદન કરે છે. તેમનો પુત્ર બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB)માં ચીફ એકાઉન્ટન્ટ છે.
Cash worth ₹8 crore has been recovered from the house of a BJP MLA in Karnataka.
— Congress (@INCIndia) March 3, 2023
His son was caught accepting a bribe of ₹40 lakh.
The fact that the BJP govt. in Karnataka operates on a "40% commission" is well-known, & this discovery is just the tip of the iceberg. pic.twitter.com/ObtQDBgz58
લોકાયુક્ત અધિકારીઓએ ગુરુવારે BJPના ધારાસભ્ય M. વિરુપક્ષપ્પાના પુત્રની 40 લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી. લોકાયુક્ત સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાંત કુમારની બેંગલુરુમાં તેના પિતાની ઓફિસ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ (KSDL)માંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે લાંચ લઇ રહ્યો હતો. લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર, પ્રશાંતે 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પ્રશાંતના પિતા કર્ણાટકના દાવંગેરે જિલ્લાના ચન્નાગિરીના ધારાસભ્ય અને KSDLના અધ્યક્ષ છે.
સૂત્રોએ જણાવ્યું કે, પ્રશાંત પાસેથી ત્રણ બેગ રોકડ મળી આવી છે. પ્રશાંત, 2008-બેચના કર્ણાટક વહીવટી સેવા અધિકારી, સાબુ અને અન્ય ડિટર્જન્ટ બનાવવા માટે જરૂરી કાચો માલ ખરીદવાના સોદા માટે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા પકડાયો હતો. એવું કહેવાય છે કે, તેણે કથિત રીતે 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેની કોન્ટ્રાક્ટરે એક અઠવાડિયા પહેલા લોકાયુક્તને ફરિયાદ કરી હતી, ત્યારબાદ પ્રશાંતને રંગે હાથે પકડવાની યોજના ઘડવામાં આવી હતી. લોકાયુક્તના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'કાચા માલની ખરીદી માટે KSDLના ચેરમેન વિરુપક્ષપ્પા વતી રકમ મળી હતી. આરોપી પિતા-પુત્ર KSDLના ચેરમેન અને નાણાં મેળવનારા છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp