ભારતીય છોકરા અને કરાચીની છોકરીની લવ સ્ટોરી, ઓનલાઇન લૂડો રમતા રમતા મળ્યા..

PC: geo.tv

ઇકરા જીવાની પાકિસ્તાનની 19 વર્ષીય છોકરી છે, જેને 21 વર્ષીય એક ભારતીય છોકરા સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કરવા માટે ઘણા દેશોની સીમા પાર કરતી ભારત પહોંચી ગઈ. આ દરમિયાન ઇકરાને કંઈ ઓછા પડકારોનો સામનો ન કરવો પડ્યો. જે વ્યક્તિને તે પ્રેમ કરે છે, તેની સાથે લગ્ન કરવા માટે તેણે પોતાના ઘરેણાં પણ વેચી દીધા. પૈસા ઓછા પડ્યા તો મિત્રો પાસે ઉધાર લઈને એર ટિકિટ ખરીદી અને દુબઈ પહોંચી. ત્યાંથી કાઠમાંડુ થતા ભારતની સીમમાં દાખલ થઈ.

ઇકરા અને 21 વર્ષીય મુલાયમ સિંહ યાદવે લગ્ન કરી લીધા અને બેંગ્લોરમાં રહેવા લાગ્યા, પરંતુ જ્યારે પોલીસને ઇકરા પાકિસ્તાની હોવાની શંકા ગઈ તો તેને વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોંપી દીધી, જ્યારે મૂલાયમના નસીબમાં જેલ આવી. ઇકરા અને મુલાયમ લૂડો રમતા ઓનલાઇન મળ્યા હતા. બંનેએ ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પ્રેમની દીવાનગી એટલે હદ સુધી ચડી કે થોડા જ મહિના બાદ ઇકરા નેપાળ પહોંચી ગઈ અને તેણે લગ્ન કરી લીધા.

પાકિસ્તાનના સિંધમાં ઇકરાના પરિવાર સાથે જોડાયેલા નજીકનાઓએ જણાવ્યું કે, જ્યારે વાઘા બોર્ડર પર પાકિસ્તાન પ્રશાસનને ઇકરાને સોંપી દેવામાં આવી, તો તેના પિતા, કાકા અને માતા તેને લેવા આવ્યા હતા. બે દેશોના પ્રતિબંધો વચ્ચે પ્રેમની આ કહાની સપ્ટેમ્બર 2022માં શરૂ થઈ હતી, જ્યારે ઇકરા કૉલેજ ગયા બાદ ગુમ થઈ ગઈ હતી, ઇકરાના પિતાનું કહેવું છે કે આ મામલો રફેદફે થઈ ગયો. અમે અત્યાર સુધી સમજી શક્યા નથી કે તેની અંદર ભારતમાં જવાનું સાહસ ક્યાંથી આવ્યું.

તે હંમેશાં એક શરમાળ છોકરી રહી છે. અમે બધા અચંબિત છીએ, પરંતુ એ સવાલ અત્યાર સુધી બનેલો છે કે ઇકરા કરાચીથી દુબઈ, દુબઇથી કાઠમાંડુ અને ત્યાંથી ભારત કેવી રીતે જતી રહી. ઇકરાના પરિવારના એક સભ્યનું કહેવું છે કે ઇકરાએ આ લાંબી અને ખતરનાક યાત્રા એટલે કરી કેમ કે તેને એક ભારતીય સાથે પ્રેમ થઈ ગયો હતો, જેને તે સમીર અન્સારી નામનો એક મુસ્લિમ સોફ્ટવેર એન્જિનિયર સમજતી હતી, પરંતુ અન્સારી હકીકતમાં 26 વર્ષીય મુલાયમ સિંહ યાદવ હતો, જે બેંગ્લોરમાં એક સિક્યોરિટી ગાર્ડ છે, જેની સાથે ઇકરાની ઓનલાઇન લૂડો રમતા મુલાકાત થઈ હતી.

ઇકરાના કાકા અફઝલ જીવાનીનું કહેવું છે કે, ઇકરા દુબઇથી કાઠમાંડુ એટલે ગઈ કેમ કે તેને ભારતના વિઝા ન મળી શક્યા. બેંગ્લોરમાં જે વિસ્તારમાં ઇકરા અને મુલાયમ રહેતા હતા, ત્યાંના સ્થાનિક લોકોએ ઇકરાને નમાજ પડતા જોઈ અને તેની જાણકારી પોલીસને આપી. કેટલાક પાડોશીઓને ત્યારે શંકા ગઈ, જ્યારે તેણે એક હિન્દુ ઘરમાં એક છોકરીને નમાજ પડતી જોઈ, કેમ કે ઇકરા ત્યાં રવા નામથી હિન્દુ મહિલા બનીને રહેતી હતી. પોલીસે જ્યારે પૂછપરછ કરી તો તેને ખબર પડી કે તે પાકિસ્તાની છે અને તે દુબઈ થતા ભારત આવી છે. ઇકરાને પોતાની ભૂલનો પછતાવો છે અને તે વારંવાર તેના માટે માફી માગે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp