- National
- હવે કિન્નરોએ 500મા જ ખુશ થવું પડશે, વધારે પૈસા માગશે તો કાર્યવાહી થશે, પંચાયત
હવે કિન્નરોએ 500મા જ ખુશ થવું પડશે, વધારે પૈસા માગશે તો કાર્યવાહી થશે, પંચાયત
ગુરૂગ્રામ સ્થિત બાદશાહપુરના ગામ બહલ્પામાં લગ્ન સમારોહમાં કિન્નરો દ્વારા પૈસા લેવા માટે જબરજસ્તી કરવાને લઇને પંચાયતે રોક લગાવી દીધી છે. તેની સાથે જ પંચાયતે ભોંડસી પોલીસ મથકને પણ કિન્નરો દ્વારા જબરજસ્તી પૈસા માગવાને લઇને પત્ર લખ્યો છે.

ગ્રીમીણોનું કહેવું છે કે, ગામમાં કિન્નરો દ્વારા જબરજસ્તી મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગામ બહલ્પાના રહેવાસી સત્ય પ્રકાશે કહ્યું કે કિન્નરો દ્વારા એક ગરીબ વ્યક્તિ પાસેથી જબરજસ્તી 5100 રૂપિયા લેવાનો કેસ સામે આવ્યો હતો. આ પહેલા પણ કિન્નરો દ્વારા ગામમાં છોકરાના જન્મ તથા લગ્ન જેવા સમારોહ પર જબરજસ્તી 21 હજાર રૂપિયા સુધી લેવામાં આવતા હતા.

જ્યારે કિન્નરોનો વિરોધ કરવામાં આવતો હતો, તો તેઓ તેમના ઘરની સામે તમાશો કરવાનું ચાલુ કરી દેતા હતા. તેના કારણે પરિવારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બધા કારણોને લીધે પંચાયતે નિર્ણય કર્યો કે, હવેથી કિન્નર ગામમાં ફક્ત 500 રૂપિયાની જ માગણી કરી શકશે. વધારે પૈસા આપવા કે નહીં તે વ્યક્તિ પર નિર્ભર રહેશે. ત્યાર પછી પણ કિન્નર વધારે પૈસાની માગણી કરશે તો તેમના ગામમાં પ્રવેશ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવશે. તેની સાથે જ કિન્નરો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

